________________
સ્વાધ્યાય સુધા
૧૩૯ સાથે થતાં રહ્યા. એના કારણે નવમા ભાવમાં પણ પતિ-પત્નીના રૂપમાં જોડાવાના હતા, પણ લગ્નપૂર્વે નેમનાથ ભગવાને સ્નેહરાગને તોડ્યો અને વનમાં સાધુપણે ચાલી નીકળ્યા અને વીતરાગ બની ગયા. અકસ્માત રાગબંધન તુટવાથી રાજમતી આર્તધ્યાન કરવા લાગ્યા, પરંતુ થોડા સમયમાં જ પોતાની સમજણ યથાર્થ થતાં તેમણે પણ વીતરાગતાની સાધના નેમનાથ પ્રભુ પાસેથી સ્વીકારી અને મુક્ત બની ગયા. આવી જ રીતે શંખ અને કલાવતી વચ્ચેના તીવ્ર સ્નેહારાગને કારણે તેઓ ૨૧ જન્મો સુધી ભાઈ-બહેનના રૂપમાં અથવા પતિ-પત્નીના રૂપમાં જોડાતા રહ્યા.
(૨) કામરાગ :- તીવ્ર કામરાગથી નરક-તિર્યંચ આદિ અનેક દુર્ગતિઓમાં મનુષ્ય ભટકે છે. દા.ત. મણિરથ રાજા પોતાના નાનાભાઈ યુગબાહુની પત્ની મદનરેખા પર મોહિત થઈ ગયો હતો. તેથી યુગબાહુને મારી નાખ્યો. છતાં પણ મદનરેખાને મેળવી શક્યો નહિ, પરંતુ તીવ્ર કામરાગને કારણે તેણે ઘોર કર્મો બાંધ્યા અને અંતે ઝેરી સાપ કરડવાથી મૃત્યુ પામ્યો અને મરીને નરકમાં ગયો અને આગળ પણ અનેક જન્મો સુધી ભટકતો રહેશે.
(૩) દ્રષ્ટિરાગ - દ્રષ્ટિરાગથી મનુષ્ય કુપ્રવચનાદિ દ્વારા સિદ્ધાંતથી વિરુદ્ધ મત ઊભો કરી દે છે. જેમકે ગૌશાલક ભ.મહાવીરથી જુદો પડીને “આજીવક સંપ્રદાયનો આચાર્ય બની ગયો હતો. અંતિમ સમયે તેને પશ્ચાતાપ થયો અને તેની બુદ્ધિ-મતિ સુધરી ગઈ પણ દૃષ્ટિરાગની તીવ્રતાને કારણે તેને જન્મ પરંપરા વધારી દીધી, - રાગદ્વેષ ૬ પ્રકારે વધતો-ઘટતો જાય છે. તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ અને મંદ, મંદતર, મંદતમ.
રાગદ્વેષ જેટલા પ્રમાણમાં ઘટતા જશે તેટલા પ્રમાણમાં કર્મબંધન પણ ઘટતું જશે. એના ફળરૂપે મોહનીય કર્મ પણ ઉત્તરોત્તર મંદ થતું જશે એટલે કહેવામાં આવે છે કે જેટલા અંશે ચારિત્ર છે તેટલા અંશોમાં રાગનું બંધન નથી. રાગદ્વેષના પરિણામ દુઃખને જ આપનારા છે. એટલે કે રાગ હોય કે દ્વેષ હોય બન્ને દુઃખના મૂળ રહેલા છે, જેનાથી આકુળતા, અશાંતિ, ઉદ્વિગ્નતાનું વાતાવરણ ઊભું થઈ જાય છે. રાગદ્વેષ ઝેરની જેમ મારનાર અને દુઃખ આપનાર છે. જ્ઞાનાર્ણવ ગ્રંથમાં કહ્યું છે કે, જ્યાં રાગ ઊભો થાય છે, ત્યાં દ્વેષ જરૂર હાજર હોય જ છે. રાગદ્વેષ-બન્નેને સ્વીકારવાથી મન અધિક વિકૃત બની જાય છે. એટલે જ કહ્યું છે કે, “રાગા વૈષ, દ્વેષાદ્ રાગ, પુનઃ રાગ, પુનષ ગૃહ્યાતિ મનુજ: સદા”-રાગથી વેષને, દ્વેષથી રાગને, ફરી રાગથી દ્વેષ, અને દ્વેષથી રાગને મનુષ્ય સદા ગ્રહણ કરે છે, એટલે કે રાગદ્વેષ સહચારી છે. રાગ-દ્વેષના ચાર ભાંગા આ પ્રમાણે છે. (૧) રાગથી રાગ. (૨) રાગથી વેષ. (૩) વૈષથી રાગ. (૪) ષથી દૈષ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org