________________
૧૩૬
સ્વાધ્યાય સુધા તીવ્ર અથવા મંદ ભાવ જાગત થાય છે અને પરસ્પર કર્મોથી બંધાઈ જાય છે. રાગદ્વેષની આ શૃંખલાને જ ઋણાનુબંધ કહે છે. અથવા શુભાશુભ બંધની પરંપરા પણ કહી શકાય. પૂર્વના આ શુભાશુભ કર્મ એક પ્રકારનું ઋણ છે, આ ઋણાનુબંધ ને કારણે ઋણ વસુલ કરવા જીવો એક બીજા સાથે જોડાય છે. જેમકે માતા-પિતા, પતિ-પત્ની, ભાઈ-બહેન, ભાઈ-ભાઈ, સાસુ-વહુ બને છે. કોઈ દેરાણી-જેઠાણી, પિતા-પુત્ર, નણંદ-ભાભી, શત્રુ-મિત્ર, શેઠ-નોકર, ગુરુ-શિષ્ય આદિ અનેક સંબંધોથી જોડાય છે.
એટલું જરૂર છે કે :- કોઈ એક જન્મમાં જીવનપર્યંત શુભ અથવા અશુભ ભાવ રહ્યા હોય તો તે અનુસાર જેની તીવ્રતા હોય તે અપેક્ષાએ શુભ અથવા અશુભ બન્નેમાંથી કોઈ એક ઋણાનુબંધમાં તેની ગણના-ગણતરી થાય છે. આવા અનેક જન્મોમાં શુભઅશુભ ઋણાનુબંધનો જથ્થો ભેગો થતો રહે છે અને તે ઋણાનુબંધ નિકાચિત થવાથી પ્રબળ બની જાય છે અને તેથી તેના ઉદય અનુસાર તીવ્રતાથી શુભ કે અશુભ રૂપમાં ઉદયમાં આવે છે.
ઋણાનુબંધ થી મુક્તિ :- પૂર્વ જન્મોનો ઋણાનુબંધ સંપૂર્ણપણે ઉદયમાં આવી જાય ત્યારે જ તેનાથી મુક્તિ મળી શકે છે. પણ ઋણ મુક્ત ત્યારેજ થઈ શકાય કે જ્યારે નવો બંધ પડવાનું બંધ થાય. અનેક જન્મોની ધર્મ સાધના પછી છેલ્લા જન્મમાં ઋણમુક્ત થઈ શકાય. દા.ત. સોમિલ બ્રાહ્મણનો ગજસુકુમારની સાથેનો નિકાચિત ઋણાનુબંધ ૯૯ લાખ જન્મો પછી ઉદયમાં આવ્યો અને ગજસુકુમાર મુનિની પ્રબળ ધર્મારાધનાના કારણે તેઓ તત્કાળ ઋણ મુક્ત થઈ ગયા.
શુભ ઋણાનુબંધી જન્મોની હારમાળા અત્યંત લાભદાયી તથા અનુકૂળ થઈ પડે છે અને તે ભવબંધન તોડવામાં પણ લાભદાયી બને છે. આનાથી વિપરીત અશુભ ઋણાનુબંધી જન્મોની લાંબી હારમાળા અત્યંત દુ:ખદાયક બને છે. દા.ત. ભગવાન મહાવીરને પણ છેલ્લા જન્મમાં પૂર્વે બાંધેલા લાંબા સમયના જન્મોનો અશુભ ઋણાનુબંધ ચૂકવવો પડ્યો હતો.
આ ઋણાનુબંધની શક્તિનો વધારો (સંગ્રહ) મનુષ્યજન્મમાં બધાથી વધારે થાય છે અને તિર્યંચના જન્મમાં સૌથી ઓછો થાય છે.
મનુષ્યનો મનુષ્ય સાથેનો ઋણાનુબંધ :- પ્રત્યેક મનુષ્યનો જન્મ પોતાના શુભાશુભ ઋણાનુબંધમાંથી જે પ્રકારનો ઋણાનુબંધ તીવ્ર હોય તેને અનુસરી એવા કુટુંબમાં જન્મ થાય છે અને એકબીજા પાસેથી પોતાનું ઋણ લેવામાં કે દેવામાં જ સમય પસાર કરતા રહે છે. એક ઋણાનુબંધના ઉદયમાં બીજા નવા કર્મોથી નવો ઋણાનુબંધ ઊભો થઈ જાય છે. અને ભવિષ્યમાં તેનું ફળ ભોગવવું પડે છે. આ ક્રમ સતત ચાલતો જ રહે છે અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org