________________
૧૩૪
સ્વાધ્યાય સુધા (૧૬૭) યથાપ્રવૃત્તિકરણ, અનિવૃત્તિકરણ, અપૂર્વકરણ ઉપરાંત મુંજનકરણ અને ગુણકરણ છે. યુજનકરણને ગુણકરણથી ક્ષય કરી શકાય છે.
(૧૬૮) યુજનકરણ એટલે પ્રકૃતિને યોજવી તે. આત્મગુણ જે જ્ઞાન, ને તેનાથી દર્શન, ને તેનાથી ચારિત્ર એવા ગુણકરણથી યુજનકરણનો ક્ષય કરી શકાય છે. અમુક અમુક પ્રકૃતિ જે આત્મગુણરોધક છે તેને ગુણકરણે કરી ક્ષય કરી શકાય છે.
યથાપ્રવૃત્તિકરણ એટલે અનંત સંસાર પરિભ્રમણ કરતો કરતો જીવ મિથ્યાત્વને મોળુ પાડી મંદપણે પ્રથમ ગુણસ્થાનકમાં આવે છે. જ્યાં સુધી જીવ યથાપ્રવૃત્તિકરણમાં આવતો નથી ત્યાં સુધી ગુણકરણમાં આવી શકતો નથી. યુજનકરણ એટલે સંસારભાવમાં રહેવું, કર્મ પ્રકૃતિ યોજવી-બંધાવી તે. મિથ્યાત્વને મોળુ પાડી જીવ આત્મદર્શન સુધી પહોંચે એટલે સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયની પ્રાપ્તિ થાય. આ સ્થિતિને ગુણકરણ થયું એમ કહેવાય. એ પ્રથમ ગુણકરણ છે, બીજું અપૂર્વકરણ છે, પછી અનિવૃત્તિકરણમાં આવે છે ત્યાંથી પુરુષાર્થ દ્વારા ૧રમાં ગુણસ્થાનકે જઈ ઘાતી કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લે છે.
(૧૬૯) કર્મપ્રકૃતિ, તેના જે સૂફમમાં સૂમ ભાવ, તેના બંધ, ઉદય, ઉદીરણા, સંક્રમણ, સત્તા અને ક્ષયભાવ જે બતાવવામાં આવ્યા છે (વર્ણવવામાં આવ્યાં છે), તે પરમ સામર્થ્ય વિના વર્ણવી શકાય નહીં. આ વર્ણવનાર જીવકોટિના પુરુષ નહીં, પરંતુ ઈશ્વરકોટિના પુરુષ જોઈએ, એવી સુપ્રતીતિ થાય છે.
(૧૭૦) કઈ કઈ પ્રકૃતિનો કેવા રસથી ક્ષય થયેલો હોવો જોઈએ? કઈ પ્રકૃતિ સત્તામાં છે? કઈ ઉદયમાં છે? કઈ સંક્રમણ કરી છે? આ આદિની રચના કહેનારે, ઉપર મુજબ પ્રકૃતિનું સ્વરૂપ માપીને કહ્યું છે, તે તેમના પરમજ્ઞાનની વાત બાજુએ મૂકીએ તોપણ તે કહેનાર ઈશ્વરકોટિનો પુરુષ હોવો જોઈએ એ ચોક્કસ થાય છે.
આ બન્નેનો વિસ્તાર નીચે પ્રમાણે કરવાનો પુરુષાર્થ કર્યો છે. સમજણ પ્રમાણે વિસ્તાર કરેલો છે, પણ યથાતથ્ય તો પરમજ્ઞાની જ સમજાવી શકે.
ક્ષ્મ વિષેની વિચિત્રતાઓ પૂર્વે કરેલા શુભાશુભ કર્મબંધ એક પ્રકારનું ઋણ છે, જે જન્મ-જન્માંતરના સંબંધોનો મેળાપ કરાવે છે, સંયોગ કરાવે છે. જેમકે કોઈ જીવને જોતાં તેના પ્રત્યે ધૃણા કે દ્વેષ થાય છે તેનું કારણ પૂર્વનો કર્મનો ઋણાનુબંધ એવો રહેલો છે. આખો સંસાર રાગદ્રષમય છે. સંસારી જીવ નિમિત્તોને આધીન હોવાથી રાગનું વેષમાં અને દ્વેષનું રાગમાં રૂપાંતરણ થયા કરે છે. તેથી રાગદ્વેષના નિમિત્તોથી બચવું જોઈએ. કર્મબંધ થયા પછી ઉદયમાં આવતાં પહેલાં પૂર્વ કર્મોમાં પરિવર્તન થઈ શકે છે. કર્મબંધથી ફળ પ્રાપ્તિની વચ્ચે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org