________________
સ્વાધ્યાય સુધા
૧૩૩
કરવામાં પણ તેને મુશ્કેલી જણાય છે. તો એવી નાની નાની પ્રવૃત્તિથી મિથ્યાત્વ ગાઢ થયેલું છે, તેની નિવૃત્તિ કરવી કેટલી બધી મુશ્કેલ લાગે, પણ જયાં સુધી જીવ સમ્યક પુરુષાર્થ દ્વારા મિથ્યાત્વની નિવૃત્તિ ન કરે ત્યાં સુધી સમ્યગદર્શન આત્માની ઓળખાણઆત્મસ્વરૂપની પ્રાપ્તિ ન થાય.
(૧૬૨) જીવાજીવની વિચારરૂપે પ્રતીતિ કરવામાં આવી ન હોય, અને બોલવા માત્ર જ જીવાજીવ છે, એમ કહેવું તે સમ્યક્ત્વ નથી. તીર્થકરાદિએ પણ પૂર્વે આરાધ્યું છે તેથી પ્રથમથી સમ્યકત્વ તેમને વિષે છે, પરંતુ બીજાને તે કંઈ અમુક કુળમાં, અમુક નાતમાં, કે જાતમાં કે અમુક દેશમાં અવતાર લેવાથી જન્મથી જ સમ્યત્વ હોય એમ નથી.
(૧૬૩) વિચાર વિના જ્ઞાન નહીં. જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યત્વ નહીં. સમ્યત્વ વિના ચારિત્ર ન આવે અને ચારિત્ર ન આવે ત્યાં સુધી કેવળજ્ઞાન ન પામે અને જ્યાં સુધી કેવળજ્ઞાન ન પામે ત્યાં સુધી મોક્ષ નથી; એમ જોવામાં આવે છે.
(૧૬૪) દેવનું વર્ણન. તત્ત્વ. જીવનું સ્વરૂપ.
દેવોનું વર્ણન-ચાર પ્રકારના દેવો છે. વાણવ્યંતર, ભુવનપતિ, જયોતિષી અને વૈમાનિક-પ્રથમના ત્રણ હલકી કોટિના દેવ ગણાય છે. જીવનું સ્વરૂપ પંચાસ્તિકાયમાં (પત્રાંક-૭૬૬માં) આંક ૧૬થી ૭ર સુધી સમજાવેલ છે. તો તેમાંથી સમજવા પુરુષાર્થ કરવો. નવતત્ત્વ વિષે પંચાસ્તિકાય (પત્રાંક-૭૬૬) માંથી જોવું.
(૧૬૫) કર્મરૂપે રહેલા પરમાણુ કેવળજ્ઞાનીને દશ્ય છે, તે સિવાયને માટે ચોક્કસ નિયમ હોય નહીં. પરમાવધિવાળાને દેશ્ય થવા સંભવે છે, અને મન:પર્યવજ્ઞાનીને અમુક દેશે દશ્ય થવા સંભવે છે.
કેવળજ્ઞાનમાં એકપ્રદેશ, એક પરમાણુ અને એક સમયનું જ્ઞાન થાય છે. તેથી કર્મરૂપે રહેલા પરમાણુ દેખાય છે. બાકીના જ્ઞાનમાં ચોક્કસ નિયમ નથી. પણ પરમ અવધિવાળા, અવધિવાળા તેમજ મન:પર્યવજ્ઞાનીને અમુક અંશે દશ્ય થવા સંભવે છે.
(૧૬૬) પદાર્થને વિષે અનંતા ધર્મ (ગુણાદિ) રહ્યા છે. તેના અનંતમા ભાગે વાણીથી કહી શકાય છે. તેના અનંતમા ભાગે સૂત્રમાં ગૂંથી શકાય છે.
દરેક પદાર્થના ગુણધર્મો અનંતા રહેલા છે. તે બધા કોઈ વાણીથી કહી શકાતા નથી કેટલાક વાણીગોચર છે, કેટલાક અવાગોચર છે. એટલે કે વાણીથી કહી શકાતા નથી. વાણીગોચર છે તેને પણ સંપૂર્ણપણે વાણીથી કહી શકાતા નથી અને જો લખવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે તેનો અનંતમો ભાગ સૂત્રમાં ગૂંથી શકાય છે. યથાર્થપણે ગુણધર્મોની ઓળખાણ તો આત્માના અનુભવ વડે જ થઈ શકે તેમ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org