________________
૧૩૧
સ્વાધ્યાય સુધા
(૧૫૪) જૈનમાર્ગમા હાલમાં ઘણા ગચ્છ પ્રવર્તે છે, જેવા કે તપગચ્છ, અંચલગચ્છ, લંકાગચ્છ, ખરતરગચ્છ ઈત્યાદિ. આ દરેક પોતાથી અન્ય પક્ષવાળાને મિથ્યાત્વી માને છે. તેવી રીતે બીજા વિભાગ છ કોટિ, આઠ કોટિ ઈત્યાદિ દરેક પોતાથી અન્ય કોટિવાળાને મિથ્યાત્વી માને છે. વાજબી રીતે નવ કોટિ જોઈએ. તેમાંથી જેટલી ઓછી તેટલું ઓછું અને તે કરતાં પણ આગળ જવામાં આવે તો સમજાય કે છેવટ નવ કોટિયે છોડ્યા વિના રસ્તો નથી.
વધારે સમજણ વ્યા.સ.-૧૪૧, ૪રમાંથી જુઓ.
(૧૫૫) તીર્થકરાદિ મોક્ષ પામ્યા તે માર્ગ પામર નથી. જેનરૂઢિનું થોડું પણ મૂકવું એ અત્યંત આકરું લાગે છે, તો મહાન અને મહાભારત એવો મોક્ષમાર્ગ તે શી રીતે આદરી શકાશે? તે વિચારવા યોગ્ય છે.
તીર્થકર આદિ મોક્ષ પામ્યા તે માર્ગ સામાન્ય નથી, જોરદાર છે, પણ આપણામાં રહેલી પક્કડ આપણે છોડતા નથી તેથી આગળ વધવામાં આકરું લાગે છે.
(૧૫૬) મિથ્યાત્વપ્રકૃતિ ખપાવ્યા વિના સમ્યક્ત્વ આવે નહીં. સમ્યકત્વ પ્રાપ્ત થાય તેની દશા અદ્ભુત વર્તે. ત્યાંથી ૫,૬,૭ અને ૮મે જઈ બે ઘડીમાં મોક્ષ થઈ શકે છે. એક સમ્યકત્વ પામવાથી કેવું અદ્ભુત કાર્ય બને છે! આથી સમ્યકત્વની ચમત્કૃતિ અથવા તેનું માહાભ્ય કોઈ અંશે સમજી શકાય તેમ છે. - મિથ્યાત્વ પ્રકૃતિ ખપાવવા માટે અંનતાનુબંધી કષાયની ચોકડીનો પ્રથમ ક્ષય કરવાનો છે, તે ક્ષય થતાં જ મિથ્યાત્વ પ્રકૃતિ નાશ પામે છે અને ક્ષયોપશમ કે ક્ષાયિક સમ્યક્દર્શન પ્રગટ થાય છે. સમક્તિ મોહનીયનો ક્ષય ન થાય તો ક્ષયોપશમ સમ્યક્ત્વ કહેવાય છે, અને તેનો ક્ષય થઈ જાય તો ક્ષાયિક કહેવાય છે. ક્ષાયિક સમ્યક્ત્વવાળો જીવ એ જ ભવે અથવા ત્રીજે ભવે મોક્ષે જાય છે. સમ્યક્દર્શન પ્રગટ થતાં અદ્ભુત દશા પ્રગટે છે. આથી એનું માહાભ્ય કંઈક અંશે સમજણમાં આવે છે.
(૧૫૭) દુર્ધર પુરુષાર્થથી પામવા યોગ્ય મોક્ષમાર્ગ તે અનાયાસે પ્રાપ્ત થતો નથી. આત્મજ્ઞાન અથવા મોક્ષમાર્ગ કોઈના શાપથી અપ્રાપ્ત થતો નથી કે કોઈના આશીર્વાદથી પ્રાપ્ત થતો નથી. પુરુષાર્થ પ્રમાણે થાય છે, માટે પુરુષાર્થની જરૂર છે.
મોક્ષમાર્ગ દુર્ધર એટલે ખૂબ જ મહેનતથી પ્રાપ્ત થાય તેવો છે, એમ કહ્યું તે કાંઈ અનાયાસે-અચાનક પ્રગટ થતો નથી, પણ તે માટેનો સમ્યક્ પુરુષાર્થ ગુરુ આજ્ઞાએ કરવાથી સહેલાઈથી પ્રગટ થઈ શકે છે. આત્મજ્ઞાન કે મોક્ષમાર્ગ કોઈ શાપ આપે તો પ્રાપ્ત ન થાય અને આશીર્વાદ આપે તો પ્રાપ્ત થાય એમ નથી. તે તો જ્ઞાની ગુરુના માર્ગદર્શન દ્વારા જ પ્રાપ્ત થાય. તે માટે માર્ગ મેળવવા માટેના કૃપાપાત્ર થવું એ જ સાધના કરવાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org