________________
૧૧૯
સ્વાધ્યાય સુધા ( ૯૮. ‘વિરતિ' એટલે “મકાવું, અથવા રતિથી વિરુદ્ધ, એટલે રતિ નહીં તે. અવિરતિમાં ત્રણ શબ્દનો સંબંધ છે. આ+વિ+રતિ=અ=નહીં વિ=વિરુદ્ધ+ રતિ=પ્રીતિ, એટલે પ્રીતિ વિરુદ્ધ નહીં તે “અવિરતિ છે. તે અવિરતિપણું બાર પ્રકારનું છે.
૯૯. પાંચ ઈન્દ્રિય અને છઠું મન તથા પાંચ સ્થાવર જીવ અને એક ત્રસ જીવ મળી કુલ તેના બાર પ્રકાર છે.
હિંસકભાવથી મૂકાવું તે વિરતિપણું છે. કોઈપણ બાહ્યભાવમાં ગમવાપણું નહી તે અથવા રાચવાપણું નહીં તે વિરતિપણું છે. અવિરતિપણું એટલે શું ? પ્રમાદ, હિંસકભાવ એ અવિરતપણું છે. જ્યાં સુધી અવિરતિપણું છે ત્યાં સુધી જીવને ૧૨ પ્રકારથી પાપક્રિયા ચાલી આવે છે. ૫ ઈન્દ્રિય અને હું મન તથા ૫ સ્થાવરકાય અને દહી સકાય એમ ૧૨ પ્રકાર થાય છે. તો જીવે વિરતિ શું ૧૨ પ્રકારની કરવી પડે ? ના. ૫ ઈન્દ્રિય અને ૬ઠ્ઠી મનની વિરતિ કરવાથી ૧૨ પ્રકારની અવિરતિથી આવતાં કર્મ રોકી શકાય. પણ જયાં સુધી જીવની પાંચ ઈન્દ્રિય અને દઠું મન બાહ્યભાવમાં વર્તે છે ત્યાં સુધી કોઈ પ્રકારની વિરતિ તે કરી શકતો નથી. જીવ જયારે પોતે પ ઈન્દ્રિયના વિષયોમાંથી પાછો ફરે અને મનના વિષયોમાંથી પોતાની વૃત્તિને પાછી ખેંચી લે તો એ ૬ પ્રકારની વિરતિ થઈ, પછી પાંચ સ્થાવરકાય અને છઠ્ઠી ત્રસકાયની વિરતિ એની સાથે જ આવી જાય છે એટલે અવિરતિ બાર પ્રકારે કહી પણ વિરતિ ૬ પ્રકારે કરવાથી ૧૨ પ્રકારની અવિરતિથી આવતાં કર્મ અટકે છે. જયારે જીવ ૬ઠ્ઠા ગુણસ્થાનકે આવે ત્યારે તે વિરતિપણામાં આવે છે.
૧૦૦. એવો સિદ્ધાંત છે કે કૃતિ વિના જીવને પાપ લાગતું નથી. તે કૃતિની જ્યાં સુધી વિરતિ કરી નથી ત્યાં સુધી અવિરતિપણાનું પાપ લાગે છે. સમસ્ત એવા ચૌદ રાજલોકમાંથી તેની પાપક્રિયા ચાલી આવે છે.
૧૦૧. કોઈ જીવ કંઈ પદાર્થ યોજી મરણ પામે, અને તે પદાર્થની યોજના એવા પ્રકારની હોય કે તે યોજેલો પદાર્થ જ્યાં સુધી રહે, ત્યાં સુધી તેનાથી પાપક્રિયા થયા કરે; તો ત્યાં સુધી તે જીવને અવિરતિપણાની પાપક્રિયા ચાલી આવે છે; જોકે જીવે બીજો પર્યાય ધારણ કર્યાથી અગાઉના પર્યાય સમયે જે જે પદાર્થની યોજના કરેલી છે તેની તેને ખબર નથી તોપણ, તથા હાલના પર્યાયને સમયે તે જીવ તે યોજેલા પદાર્થની ક્રિયા નથી કરતો તોપણ, જ્યાં સુધી તેનો મોહભાવ વિરતિપણાને નથી પામ્યો ત્યાં સુધી અવ્યક્તપણે તેની ક્રિયા ચાલી આવે છે.
આને અધિકરણની ક્રિયા કહેવામાં આવે છે. ધારો કે અત્યારે આપણે એવો પદાર્થ યોજયો જેની આપણને જરૂરીયાત છે પણ તે પદાર્થ એવો છે કે તેનાથી હિંસા થાય છે. હવે જરૂરીયાત પૂરી થયા પછી જો આપણે તે પદાર્થને વોસિરાવ્યો નથી, તો એ પદાર્થ જયાં સુધી રહેશે અને એનાથી થઈ રહી છે હિંસા તેનું પાપકર્મ આપણે ગમે ત્યાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org