________________
૧૨૨
સ્વાધ્યાય સુધા અત્યંતર વિરતિપણું હોવાથી અવિરતિપણાની ક્રિયા કરતો નથી. એટલે કે અહિંસાભાવ સ્થિર રાખી શકે છે.
બાર પ્રકારની અવિરતિ છે. તેને દૂર કરવા પાંચ ઈન્દ્રિય અને છઠું મન એ છે ની વિરતિ કરવાથી અજીવરાશિની વિરતિ આવી જાય છે. એટલે કે પાંચેય ઈન્દ્રિયો અને મનના વિષયોમાંથી પાછા ફરી જવાથી અજીવરાશિની વિરતિ થઈ જાય છે એટલે કે હિંસક ભાવ નીકળી જાય છે.
(૧૦૯) પૂર્વે જ્ઞાનીની વાણી આ જીવે નિશ્ચયપણે કદી સાંભળી નથી અથવા તે વાણી સમ્યક પ્રકારે માથે ચડાવી નથી, એમ સર્વદર્શીએ કહ્યું છે.
(૧૧૦) સદ્ગર ઉપદિષ્ટ યથોક્ત સંયમને પાળતાં એટલે સદ્ગુરુની આજ્ઞાએ વર્તતાં પાપથકી વિરમવું થાય છે અને અભેદ્ય એવા સંસારસમુદ્રનું તરવું થાય છે.
સર્વદર્શી એટલે સર્વશે એમ કહ્યું છે કે-આ જીવે પૂર્વે નિશ્ચયપણે જ્ઞાનીની વાણી સાંભળી નથી અથવા સાંભળી છે તો તેને સમ્યફપ્રકારે મારા હિતની કરનારી છે તેમ ગણી અવધારી નથી, તે રૂપ પરિણમન કર્યું નથી.
આગળ કહે છે કે સગુરુ દ્વારા ઉપદેશવામાં આવેલ યથાર્થ સંયમભાવનું આચરણ કરતાં એટલે જ્ઞાનગુરુની આજ્ઞા પ્રમાણે વર્તતા-ચાલતાં પાપકર્મથી પાછા ફરવાનું થાય છે અને જેને ભેદી ન શકાય એવા સંસારસમુદ્રથી સહેજે સહેજે પાર ઉતરી જવાય છે એટલે કે સંસારથી મુક્તિ મળી જાય છે અને અનંત અવ્યાબાધ સુખની પ્રાપ્તિ તથા તેનો ભોગવટો સાદિ અનંતકાળ માટે પ્રાપ્ત થાય છે.
(૧૧૧) વસ્તુસ્વરૂપ કેટલાક સ્થાનકે આજ્ઞાવડીએ પ્રતિષ્ઠિત છે અને કેટલાક સ્થાનકે સર્વિચારપૂર્વક પ્રતિષ્ઠિત છે, પરંતુ આ દુષમકાળનું પ્રબળપણું એટલું બધું છે કે હવે પછીની ક્ષણે પણ વિચારપૂર્વક પ્રતિષ્ઠિતને માટે કેમ પ્રવર્તશે તે જાણવાની આ કાળને વિષે શક્તિ જણાતી નથી, માટે ત્યાં આગળ આજ્ઞાપૂર્વક પ્રતિષ્ઠિત રહેવું એ યોગ્ય છે.
(૧૧૨) જ્ઞાનીએ કહ્યું છે કે “બૂજો ! કેમ બૂજતા નથી? ફરી આવો અવસર આવવો દુર્લભ છે !”
વસ્તુ સ્વરૂપ એટલે આત્મસ્વરૂપ સદ્ગુરુની આજ્ઞાથી પ્રગટ થાય અથવા વિચારણાપૂર્વક પ્રતિષ્ઠિત કરી શકાય છે. પણ હાલમાં દુષમકાળનું પ્રબળપણે દિવસે દિવસે વધતું જણાય છે, તે સમયમાં હવે પછી વિચારપૂર્વક વસ્તુસ્વરૂપમાં, પ્રતિષ્ઠિત થયેલો કેમ વર્તશે તે જાણી શકવાની આ કાળમાં શક્તિ જણાતી નથી માટે હાલમાં તો સદ્ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલીને પ્રતિષ્ઠિત થવું એ જ યોગ્ય અને સલામત તથા શ્રેયનો માર્ગ જણાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org