________________
૧૨)
સ્વાધ્યાય સુધા હોઈએ એ આપણને લાગશે. આને રાવી પણ કહેવામાં આવે છે એટલે કે એની રાવી આપણને આવ્યા કરશે. સંપૂર્ણ વિરતિપણું તો સમ્યક્દર્શન થયા પછી જ આવે છે. પણ અત્યારે થોડી સમજણ છે તો તે પદાર્થ પ્રત્યેના મોહભાવ ઘટાડી શકાય, વળી જે પાપક્રિયા છે તેને મંદ કરવાનો પુરુષાર્થ કરે તો જ સમ્યક્દર્શન તરફ આગળ વધી શકે અને સમ્યકત્વ થયે તે પછી વિરતિપણામાં આવશે.
(૧૦૨) હાલના પર્યાયને સમયે તેના અજાણપણાનો લાભ તેને મળી શકતો નથી. તે જીવે સમજવું જોઈતું હતું કે આ પદાર્થથી થતો પ્રયોગ જ્યાં સુધી કાયમ રહેશે ત્યાં સુધી તેની પાપક્રિયા ચાલુ રહેશે. તે યોજેલા પદાર્થથી અવ્યક્તપણે પણ થતી (લાગતી) ક્રિયાથી મુક્ત થવું હોય તો મોહભાવને મૂકવો. મોહ મૂકવાથી એટલે વિરતિપણું કરવાથી પાપક્રિયા બંધ થાય છે. તે વિરતિપણું તે જ પર્યાયને વિષે આદરવામાં આવે, એટલે યોજેલા પદાર્થના જ ભવને વિષે આદરવામાં આવે તો તે પાપક્રિયા જ્યારથી વિરતિપણે આદરે ત્યારથી આવતી બંધ થાય છે. અહીં જે પાપક્રિયા લાગે છે તે ચારિત્ર-મોહનીયના કારણથી આવે છે. તે મોહભાવના ક્ષય થવાથી આવતી બંધ થાય છે.
૧૦૧ના અનુસંધાને આગળ સ્પષ્ટતા કરવામાં આવી છે. અધિકરણની ક્રિયાને આવતી અટકાવવા માટે મોહભાવનો ત્યાગ કરવો જરૂરી છે. મોહભાવ મૂકવાથી અવિરતિપણું નાશ પામે છે એટલે વિરતિભાવ આવે છે. વિરતિભાવ આવવાથી પાપરૂપ ક્રિયા બંધ થાય છે. જે સમયે વિરતિપણું આવે ત્યારથી યોજેલા પદાર્થને કારણે આવતી પાપક્રિયા અટકે છે. આ અધિકરણની ક્રિયા અટકાવવા માટે મોહભાવ ત્યાગવાનો છે. મોહભાવનો ત્યાગ કરવાથી તે અટકી જાય છે. આ ક્રિયા ચારિત્ર મોહનીયના કારણથી લાગે છે આવે છે. તેનો ત્યાગ કરવાથી અટકી જાય છે.
(૧૦૩) ક્રિયા બે પ્રકારે થાય છે : એક વ્યક્તિ એટલે પ્રગટપણે અને બીજી અવ્યક્ત એટલે અપ્રગટપણે. અવ્યક્તપણે થતી ક્રિયા જોકે તમામથી જાણી નથી શકાતી, પરંતુ તેથી થતી નથી એમ નથી.
વ્યક્તપણે એટલે પ્રગટપણે, અવ્યક્ત એટલે અપ્રગટપણે આ વાત આંક-૧૦૪માં સ્પષ્ટ સમજાવેલ છે.
(૧૦૪) પાણીને વિષે લહેર અથવા હિલ્લોળ તે વ્યક્તપણે જણાય છે, પરંતુ તે પાણીમાં ગંધક અથવા કસૂરી નાંખી હોય, અને તે પાણી શાન્તપણામાં હોય તો પણ તેને વિષે ગંધક અથવા કસ્તૂરીની જે ક્રિયા છે તે જો કે દેખાતી નથી, તથાપિ તેમાં અવ્યક્તપણે રહેલી છે. આવી રીતે અવ્યક્તપણે થતી ક્રિયાને ન શ્રદ્ધવામાં આવે અને માત્ર વ્યક્તપણાને શ્રદ્ધવામાં આવે તો એક જ્ઞાની જેને વિષે અવિરતિરૂપ ક્રિયા થતી નથી તે ભાવ, અને બીજો ઊંઘી ગયેલો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org