________________
૧૨૪
સ્વાધ્યાય સુધા દરેક દ્રવ્યના અનંતાધર્મ છે, તેમાં ઊર્ધ્વપ્રચય અને તિર્યપ્રચય એવા બે ગુણ ધર્મ | છે. પણ કાળમાં એક ઊર્ધ્વપ્રચય ધર્મ છે, તિર્યપ્રિચય નથી તેથી તેને મૂળ દ્રવ્યપણે ગણવામાં આવેલ નથી. ઊર્ધ્વપ્રચયથી પદાર્થમાં જે ગુણધર્મનું ઉદ્ભવવું થાય તે ધર્મનું તિર્યપ્રિચયથી પાછું તેમાં સમાવું થઈ જાય છે. પણ કાળમાં તિર્યપ્રચય ધર્મ ન હોવાથી જે સમય ગયો તે પાછો આવતો નથી. દરેક દ્રવ્યમાં અનંતા ધર્મ છે, તેમાંથી કેટલાક વાણી દ્વારા કહી શકાય, વ્યક્ત કરી શકાય છે, કેટલાક વાણી દ્વારા કહી શકાતા નથી તેથી તે અવ્યક્ત છે જે અનુભવી શકાય તેમ છે. વળી કાળની વ્યાખ્યા બરાબર કહી છે. દરેક દ્રવ્યના અનંતા ધર્મો છે, તેમાં કેટલાક મુખ્ય એટલે અસાધારણ છે, કેટલાક સામાન્ય છે જે બધામાં હોઈ શકે.
(૧૧૮) અસંખ્યાતાને અસંખ્યાતા ગુણા કરતાં પણ અસંખ્યાત થાય, અર્થાત્ અસંખ્યાતના અસંખ્યાત ભેદ છે.
(૧૧૯) એક આંગુલના અસંખ્યાત ભાગ-અંશ-પ્રદેશ તે એક આંગુલમાં અસંખ્યાત છે. લોકના પણ અસંખ્યાત પ્રદેશ છે, ગમે તે દિશાની સમશ્રેણિએ અસંખ્યાત થાય છે. તે પ્રમાણે એક પછી એક, બીજી, ત્રીજી સમશ્રેણિનો સરવાળો કરતાં જે સરવાળો થાય તે એક ગણું, બે ગણું, ત્રણ ગણું, ચાર ગણું થાય, પણ અસંખ્યાત ગણું ન થાય; પરંતુ એક સમશ્રેણિ જે અસંખ્યાત પ્રદેશવાળી તે સમશ્રેણિની દિશાવાળી સઘળી સમશ્રેણિઓ અસંખ્યાત ગુણી છે તે દરેકને અસંખ્યાતાએ ગુણતાં, તેમ જ બીજી દિશાની સમણિ છે તેનો પણ ગુણાકાર તે પ્રમાણે કરતાં, ત્રીજી દિશાની છે તેનું પણ તે પ્રમાણે કરતાં અસંખ્યાત થાય. એ અસંખ્યાતાના ભાંગાને જ્યાં સુધી એકબીજાનો ગુણાકાર કરી શકાય ત્યાં સુધી અસંખ્યાતા થાય, અને તે ગુણાકારથી કોઈ ગુણાકાર કરવો બાકી ન રહે ત્યારે અસંખ્યાત પૂરું થઈ તેમાં એક ઉમેરતાં જઘન્યમાં જઘન્ય અનંત થાય.
(૧૨૦) નય છે તે પ્રમાણનો અંશ છે. જે નયથી જે ધર્મ કહેવામાં આવ્યો છે, ત્યાં તેટલું પ્રમાણ છે; એ નયથી જે ધર્મ કહેવામાં આવ્યો છે તે સિવાય વસ્તુને વિષે બીજા જે ધર્મ છે તેનો નિષેધ કરવામાં આવ્યો નથી. એક વખતે વાણી દ્વારા એ બધા ધર્મ કહી શકાતા નથી. તેમજ જે જે પ્રસંગ હોય તે તે પ્રસંગે ત્યાં મુખ્યપણે તે જ ધર્મ કહેવામાં આવે છે. ત્યાં ત્યાં તે તે નયથી પ્રમાણ છે.
(૧૨૧) નયના સ્વરૂપથી આઘે જઈ કહેવામાં આવે છે તે નય નહીં. પરંતુ નયાભાસ થાય છે, અને નયાભાસ ત્યાં મિથ્યાત્વ ઠરે છે.
(૧૨૨) નય સાત માન્યા છે. તેના ઉપનય સાતસો અને વિશેષ સ્વરૂપે અનંતા છે, અર્થાત્ જે વાણી છે તે સઘળા નય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org