________________
સ્વાધ્યાય સુધા
હોય તો ત્યાં આગળ તેટલ અંશે અજ્ઞાન છે. જેથી કેવળજ્ઞાનીમાં રાગદ્વેષ હોય નહીં. તે એકબીજાના પ્રતિપક્ષી છે. કેવળજ્ઞાન છે તો રાગદ્વેષ નથી અને રાગદ્વેષ છે તો કેવળજ્ઞાન નથી. હાલમાં મતિ-શ્રુતજ્ઞાન છે, પણ જ્યારે કેવળજ્ઞાન પ્રગટે ત્યારે બાકીના જ્ઞાન એમાં સમાઈ જાય છે. આપણી સાધનામાં વ્યવહારનયથી ગુણ અને ગુણી જુદા ગણી શકાય. પણ સામાન્ય સ્થિતિએ-નિશ્ચયનયથી ગુણ અને ગુણી અભેદપણે રહેલાં છે. અવિનાભાવી સંબંધે રહેલા છે એટલે કે તેને છૂટા ન પાડી શકાય તેવી રીતે રહેલા છે. આપણે વીતરાગતા કેળવવાની છે. રાગદ્વેષ અને અજ્ઞાન છોડવાના છે. રાગને છોડવાથી બાકીના બે સહેલાઈથી છૂટી જાય છે. કોઈપણ વસ્તુ પર ‘રાગ’ કરવો એ જ મોટામાં મોટું અજ્ઞાન છે. પ્રશસ્તરાગ ગુણો પ્રત્યે પ્રગટે તો અપ્રશસ્તરાગ છૂટતો જાય અને તેટલે અંશે વીતરાગતા પ્રગટે. સંપૂર્ણ વીતરાગતા-એ જ કેવળજ્ઞાન. જેને કેવળજ્ઞાન થાય તેનો આત્મા પણ પોતાને મળેલ દેહમાં જ રહેલો છે. બહાર જઈને બીજા પદાર્થોનું જ્ઞાન કરી આવે છે, એવું નથી. પોતાનો અગુરુલઘુ ગુણ પ્રગટ થવાથી, બીજા પદાર્થોમાં રહેલ અગુરુલઘુ ગુણ રહેલો છે તે પણ જણાય છે. પોતાના ગુણ દર્પણ સમાન બની જાય છે અને બીજા પદાર્થો અને ગુણો, પર્યાયો સહજપણે પોતાના જ્ઞાનમાં ઝળકે છે એટલે કે એકદમ જાણી શકે છે.
૧૨૬
(૧૨૯) સ્વપરને જુદા પાડનાર જે જ્ઞાન તે જ્ઞાન. આ જ્ઞાનને પ્રયોજનભૂત કહેવામાં આવ્યું છે. આ સિવાયનું જ્ઞાન તે ‘અજ્ઞાન’ છે. શુદ્ધ આત્મદશારૂપ શાંત જિન છે. તેની પ્રતીતિ જિનપ્રતિબિંબ સૂચવે છે. તે શાંત દશા પામવા સારુ જે પરિણિત અથવા અનુકરણ અથવા માર્ગ તેનું નામ ‘જૈન’,-જે માર્ગે ચાલવાથી જૈનપણું પ્રાપ્ત થાય છે.
(૧૩૦) આ માર્ગ આત્મગુણરોધક નથી, પણ બોધક છે, એટલે આત્મગુણ પ્રગટ કરે છે, તેમાં કશો સંશય નથી. આ વાત પરોક્ષ નથી, પણ પ્રત્યક્ષ છે. ખાતરી કરવા ઈચ્છનારે પુરુષાર્થ કરવાથી સુપ્રતીત થઈ પ્રત્યક્ષ અનુભવગમ્ય થાય છે.
સ્વપરને જુદા પાડવાનું જે જ્ઞાન છે તે જ કરવા યોગ્ય છે એટલે કે પ્રયોજનભૂત છે. આ સિવાય જે જ્ઞાન થાય તે અજ્ઞાન છે. ‘જિન’ કેવા છે ? શાંત છે. તે દશાને આપણે અત્યારે ‘જિનબિંબ’ દ્વારા ઓળખી શકીએ. આ શાંત-શુદ્ધ આત્મ-દશા પ્રગટ કરવા માટેનો જે માર્ગ તે ‘જૈન’. જે માર્ગે ચાલવાથી જૈનપણું પ્રાપ્ત થાય છે. આ માર્ગ પર ચાલવાથી આત્માના ગુણોનું રોધકપણું નાશ પામે છે, બોધદાયક છે એટલે કે આત્મગુણ પ્રગટે છે. તેમાં સંશય કરવા જેવું નથી. આ વાત પ્રત્યક્ષ થઈ શકે છે. તેની ખાત્રી કરવા માટે સમ્યક્ પુરુષાર્થ કરવાથી તે પ્રત્યક્ષ થઈ શકે છે, સુપ્રતીતિપણે અનુભવ ગમ્ય થાય છે.
(૧૩૧) સૂત્ર અને સિદ્ધાંત એ બે જુદાં છે. સાચવવા સારુ સિદ્ધાંતો સૂત્રરૂપી પેટીમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org