________________
સ્વાધ્યાય સુધા
૧૧૭ તેને લઈને ઉપર બતાવેલી એવી જે શંકાઓ (જેવી કે, થોડા આકાશમાં અનંત જીવનું સમાવું, અથવા અનંત પુદ્ગલ પરમાણુનું સમાવું)નું કરવાપણું રહેતું નથી; અને તે યથાર્થ છે, એમ સમજાય છે.
કોઈને પ્રશ્ન થાય કે અનંત જીવો થોડા આકાશમાં કેવી રીતે રહી શકે? પણ એકવાર આત્માનો અનુભવ થઈ જાય પછી એને પોતાના સામર્થ્યનો ખ્યાલ આવવાથી ઉપર જે કહ્યું તે યથાર્થ છે એમ જણાય છે સમજાય છે.
તે છતાં પણ જો માનવામાં ન આવતું હોય તો અથવા શંકા કરવાનું કારણ રહેતું હોય તો જ્ઞાની કહે છે કે ઉપર બતાવેલો પુરુષાર્થ કરવામાં આવ્યથી અનુભવસિદ્ધ થશે.
અમે જે આ કહ્યું તે માનવામાં ન આવતું હોય અથવા જે કાંઈ કહેવામાં આવ્યું એમાં શંકા રહેતી હોય, તો જ્ઞાની કહે છે કે આત્માનો અનુભવ કરવો એટલે જયાં કાંઈપણ ન સમજાય તો ત્યાં અટકવું નહીં, પણ આત્માને ઓળખવા માટેનો પુરુષાર્થ ચાલુ રાખવો જેથી જે નથી સમજાયું તે અનુભવ થયે સમજાશે-સમજાવાનું જ છે.
૯૪. જીવ કર્મબંધ જે કરે છે, તે દેહસ્થિત રહેલો જે આકાશ તેને વિષે રહેલાં જે સૂક્ષ્મ પુદ્ગલ તેમાંથી ગ્રહીને કરે છે. બહારથી લઈ કર્મ બાંધતો નથી. - ૯૫. આકાશમાં ચૌદ રાજલોકને વિષે સદા પુદ્ગલ પરમાણુ ભરપૂર છે; તે જ પ્રમાણે શરીરને વિષે રહેલો જે આકાશ ત્યાં પણ સૂક્ષ્મ પુલ પરમાણુનો સમૂહ ભરપૂર છે. ત્યાંથી સૂક્ષ્મ પુદ્ગલ જીવ ગ્રહી, કર્મબંધ પાડે છે.
જીવ પોતે વિભાવભાવ સાથે ભળવાથી જે પ્રકારના ભાવો કરે છે તેને અનુસરીને નવી કાર્મણ વર્ગણાને ગ્રહણ કરે છે અને તે કાર્મણ વર્ગણા પોતે જે દેહને ધારણ કરી રહેલો છે તે દેહમાં જે આકાશ (અવકાશ)નો ભાગ છે તેમાં પુદ્ગલ પરમાણુઓ રહેલા છે. તેના પર જીવના ભાવનું સ્પંદન આવે છે અને સ્પંદિત થઈ જેવા ભાવ કર્યા છે તેવા કાર્મણ વર્ગણામાં પરિવર્તિત થઈ આત્મપ્રદેશો સાથે લાગી જાય છે પણ શરીરની બહારમાં રહેલા પરમાણુમાંથી તે ગ્રહણ કરતો નથી.
૯૬. એવી આશંકા કરવામાં આવે કે શરીરથી લાંબે (દૂર) એટલે ઘણે છેટે એવા કોઈ કોઈ પદાર્થ પ્રત્યે જીવ રાગદ્વેષ કરે તો તે ત્યાંના પુદ્ગલ ગ્રહી બંધ બાંધે છે કે શી રીતે? તેનું સમાધાન એમ થાય છે કે તે રાગદ્વેષરૂપ પરિણતિ તો આત્માની વિભાવરૂપ પરિણતિ છે; અને તે પરિણતિ કરનાર આત્મા છે; અને તે શરીરને વિષે રહી કરે છે, માટે ત્યાં આગળ એટલે શરીરને વિષે રહેલો એવો જે આત્મા, તે જે ક્ષેત્રે છે તે ક્ષેત્રે રહેલાં એવાં જે પુગલ પરમાણુ તેને ગ્રહીને બાંધે છે. બહાર ગ્રહવા જતો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org