________________
સ્વાધ્યાય સુધા
૧ ૧૫
જીવ પોતાનું સ્વરૂપ જેમ છે એમ જાણી શકતો નથી તો પર પદાર્થો-બીજા દ્રવ્યોનું સ્વરૂપ જાણવાનો પુરુષાર્થ કરે તો કેવી રીતે સમજી શકે-જાણી શકે. જયા સુધી તે સમજણમાં આવતું નથી એટલે ત્યાં સુધી એમાં ગૂંચવાય છે.
શ્રેય એટલે પોતાને મોક્ષમાર્ગે આગળ લઈ જાય. શ્રેયકારી એવું જે નિજસ્વરૂપનું જ્ઞાન એટલે કે પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન, એ જયાં સુધી પ્રગટ નથી કર્યું અને ૧૪ પૂર્વનું જ્ઞાન કરી લે તો તે ૧૪ પૂર્વનું જ્ઞાન પોતાને ઉપયોગી થતું નથી. માટે પર પદાર્થનું સ્વરૂપ જેટલું સમજાય તે બરાબર છે પણ એના કારણે અટકી રહી અને પોતાના સ્વરૂપને ઓળખવામાં એ બાધક બને એમ ન થવું જોઈએ. પણ પોતે પોતાના આત્મસ્વરૂપને ઓળખવા માટેનો પુરુષાર્થ સતત કરવો જોઈએ.
પોતાના આત્માને ઓળખવા પ્રયત્ન કરવો એ જ કર્તવ્યરૂપ, એ જ સારભૂત છે. આત્મા છે, એનું અસ્તિત્વ રહેલું અને તે કર્મનો કર્યા છે. આપણે રોજ છ પદના પત્રમાં બોલીએ છીએ : તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે. (૧) પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે. (૨) અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મનો કર્તા છે. (૩) ઉપચારથી ઘર નગર આદિનો કર્તા છે.
હવે જો તે પ્રથમ પ્રકારના કર્તાપણામાં રહેલો છે તો તેને કર્મબંધ થતો નથી. પણ બીજા ને ત્રીજા પ્રકારમાં જયાં સુધી જીવ છે ત્યાં સુધી કર્મબંધ થાય છે.
બીજા પ્રકારના કર્તાપણાનો દાખલો : કોઈએ આપણને કાંઈ કહ્યું, આમ જોઈએ તો એ આપણને લાગતું નથી પણ એ સાંભળીને આપણને ક્રોધ આવ્યો અથવા માન હણાયું એટલે કે વિશેષ થયો એટલે કર્મબંધ થયો. જે કાંઈ સાંભળીએ ત્યાં સુધી નુકસાન નથી થતું પણ તે સાંભળવા સાથે ક્રોધ, માન, માયા, વિગેરે જે ઊભું થયું એટલે એ વિશેષ થયો એટલે કર્મ બંધાયું. આ બીજા પ્રકારનું કર્તાપણું છે.
ત્રીજા પ્રકારનું કર્તાપણું : રહેવા માટે ઘર અને બીજી વસ્તુ જોઈએ છે તો જે ઘર છે એને બાંધનાર કારીગર છે તો એની અંદર પણ આત્મા રહેલો છે ત્યારે તે બંધાયું. જે ઘરમાં પોતે રહે છે તેને પોતાનું માને છે, તેથી તેનો ભોક્તા પણ થયો. વળી ઘરમાં આ બરાબર છે, આ બરાબર નથી. આ આમ કરીએ તો સારું એ બધા ભાવથી તે કર્મબંધનો કર્તા થાય છે. એ જેટલા પ્રકારે કર્મનો કર્તા થાય એટલા પ્રકારે તે કર્મનો ભોક્તા થાય છે. જો સ્વસ્વભાવમાં રહે તો એ પોતાના સ્વરૂપનો કર્તા થાય છે પણ એ વિશેષ સંબંધ બાંધી પરના સ્વરૂપ સાથે જોડાય છે એટલે નવીન દ્રવ્ય કર્મ ઉપાર્જન કરે છે અને એટલે એનો ભોક્તા પણ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org