________________
સ્વાધ્યાય સુધા
૧૦૯ રાખીને ચાલવું એમ કહેવું છે. જો શ્રદ્ધામાં ફેરફાર હોય તો આગળ સમજવામાં ઠેઠ સુધી ભૂલ ચાલી આવે છે. દા.ત. ગણિતના દાખલામાં પ્રથમ પગથીયે જ ભૂલ થઈ હોય તો તે ઠેઠ સુધી ચાલી આવે છે તેમ. - ૭૭. જ્ઞાન પાંચ પ્રકારનું છે. તે જ્ઞાન જો સમ્યત્વ વિનાનું મિથ્યાત્વસહિત હોય તો ‘મતિ અજ્ઞાન', “શ્રુત અજ્ઞાન', “અવધિ અજ્ઞાન' એમ કહેવાય. તે મળી કુલ આઠ પ્રકાર છે. - ૭૮. મતિ, કૃત, અને અવધિ મિથ્યાત્વસહિત હોય, તો તે “અજ્ઞાન' છે અને સમ્યકત્વસહિત હોય તો “જ્ઞાન” છે. તે સિવાય બીજો ફેર નથી.
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન-એ પાંચ જ્ઞાનના પ્રકાર છે. મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિઅજ્ઞાન (વિર્ભાગજ્ઞાન) એ મિથ્યાત્વસહિત છે એમ કુલ જ્ઞાનના આઠ પ્રકાર છે.
૭૯. રાગાદિસહિત જીવ કંઈ પણ પ્રવૃત્તિ કરે તો તેનું નામ “કર્મ' છે; શુભ અથવા અશુભ અધ્યવસાયવાળું પરિણમન તે “કર્મ' કહેવાય; અને શુદ્ધ અધ્યવસાયવાળું પરિણમન તે કર્મ નથી પણ નિર્જરા’ છે.
રાગદ્વેષ, ગમો અણગમો, ઈષ્ટાનિષ્ટભાવ, કષાયભાવ સહિત કોઈપણ કાર્ય જીવ કરવાનો પ્રયત્ન કરે તો ભલે ઉદયને અનુલક્ષીને થયું હોય તોપણ કર્મબંધ થાય છે. કોઈપણ પ્રવૃત્તિ કરતાં શુભભાવ અથવા અશુભભાવ થાય તે પ્રમાણે કર્મનું બંધન થાય છે એટલે કે શુભાશુભ અધ્યવસાનરૂપ પરિણમન તે કર્મનું કારણ બને છે. જ્યારે ઉપરોક્ત ભાવથી વિરુદ્ધ વીતરાગભાવ, અકષાયીભાવરૂપ પરિણમન-પરિણતિ થાય તો ઉદય આવેલા કર્મની નિર્જરા થઈ જાય છે. અને નવા કર્મનું બંધન થતું નથી. માટે સંસાર પરિભ્રમણથી છૂટી જવું હોય તો જે કાંઈ પ્રવૃત્તિ ઉદયભાવને કારણે થતી હોય તેમાં જાગ્રતપણે-દષ્ટાભાવ રાખવાથી સંવર અને નિર્જરા બન્ને કાર્ય થયા કરે છે અને છેવટે જીવ કર્મથી રહિત એવી શુદ્ધ આત્મદશાને પ્રાપ્ત થાય છે.
૮૦. અમુક આચાર્ય એમ કહે છે કે દિગંબરના આચાર્યો એમ સ્વીકાર્યું છે કે :-“જીવનો મોક્ષ થતો નથી, પરંતુ મોક્ષ સમજાય છે, તે એવી રીતે કે જીવ શુદ્ધસ્વરૂપી છે; તેને બંધ થયો નથી તો પછી મોક્ષ થવાપણું ક્યાં રહે છે? પરંતુ તેણે માનેલું છે કે હું બંધાણો છું તે માનવાપણું વિચારવડીએ કરી સમજાય છે કે મને બંધન નથી, માત્ર માન્યું હતું, તે માનવાપણું શુદ્ધ સ્વરૂપ સમજાયાથી રહેતું નથી; અર્થાત્ મોક્ષ સમજાય છે. આ વાત “શુદ્ધનય’ની અથવા “નિશ્ચયનયની છે. પર્યાયાર્થી નયવાળાઓ એ નયને વળગી આચરણ કરે તો તેને રખડી મરવાનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org