________________
૧૦૮
સ્વાધ્યાય સુધા મન:પર્યવ, કેવળજ્ઞાન) વિષે જાણવા-સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તો તે સમજી શકાય નહિ. - ૭૩. જ્ઞાનીના માર્ગને વિષે ચાલનારને કર્મબંધ નથી; તેમ જ તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલનારને પણ કર્મબંધ નથી, કારણ કે ક્રોધ, માન, માયા, લોભાદિનો ત્યાં અભાવ છે; અને તે અભાવના હેતુએ કરી કર્મબંધ ન થાય. તો પણ “ઈરિયાપથ'ને વિષે વહેતાં “ઈરિયાપથ'ની ક્રિયા જ્ઞાનને લાગે છે; અને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલનારને પણ તે ક્રિયા લાગે છે.
જ્ઞાની જે માર્ગે ચાલ્યા છે એ માર્ગે જે ચાલી રહ્યો છે તેને કર્મબંધ નથી. જ્ઞાનીએ જે આજ્ઞા આપી છે એ પ્રમાણે જે ચાલે છે તેને કર્મબંધ થતો નથી. કારણ જયાં સુધી તે જ્ઞાનીની આજ્ઞામાં છે ત્યાં સુધી તેને કષાયભાવ ઉત્પન્ન થતાં નથી. ઈર્યાપથ એટલે ચાલવાની ક્રિયા. એ ક્રિયા જ્ઞાનીને પણ કર્મરૂપે લાગે છે અને તેના આશ્રિતને પણ લાગે છે.
૭૪. જે વિદ્યાથી જીવ કર્મ બાંધે છે, તે જ વિદ્યાથી જીવ કર્મ છોડે છે.
૭૫. તે જ વિદ્યા સંસારી હેતુના પ્રયોગે વિચાર કરવાથી કર્મબંધ કરે છે, અને તે જ | વિદ્યાથી દ્રવ્યનું સ્વરૂપ સમજવાના પ્રયોગથી વિચાર કરે છે ત્યાં કર્મ છોડે છે. - દા.ત. એક વ્યક્તિ જમવા બેઠો છે તે ખાતી વખતે રસોઈના વખાણ કરે છે, તેમાં રસ રેડે છે તો કર્મનું બંધન કરે છે. બીજી વ્યક્તિ પણ જમવા બેઠી છે તે પણ જમવાનું કાર્ય કરી રહી છે, છતાં તેનો ઉપયોગ ખાવા પર નથી ફક્ત શરીર એક સાધનાનું સાધન છે તેમ માની પોષણ આપી રહ્યો છે તેમાં ગમવાપણું અણગમવાપણું થતું નથી તે કર્મ છોડે છે. - બીજી રીતે જે વિદ્યાનો-કલાનો ઉપયોગ સંસારના હેતુ માટે કરે છે તો તેનાથી કર્મ બંધાય છે અને તે જ વિદ્યા વડે દ્રવ્યનું સ્વરૂપ સમજવામાં ઉપયોગ કરે છે અને દ્રવ્યનું સ્વરૂપ જાણીને યથાર્થપણે વર્તે છે ત્યાં કર્મ છોડવાનું કાર્ય થાય છે કારણ કે આ વખતે કષાયભાવની ગેરહાજરી રહેલી છે તેથી કર્મબંધ થતો નથી અને જૂનું કર્મ ઉદયમાં આવેલુ છે તે ખરી જાય છે. આ
૭૬. ‘ક્ષેત્રસમાસ'માં ક્ષેત્ર સંબંધાદિની જે જે વાતો છે, તે અનુમાનથી માનવાની છે. તેમાં અનુભવ હોતો નથી, પરંતુ તે સઘળું કારણોને લઈને વર્ણવવામાં આવે છે. તેની શ્રદ્ધા વિશ્વાસપૂર્વક રાખવાની છે. મૂળ શ્રદ્ધામાં ફેર હોઈને આગળ સમજવામાં ઠેઠ સુધી ભૂલ ચાલી આવે છે. જેમ ગણિતમાં પ્રથમ ભૂલ થઈ તો પછી તે ભૂલ ઠેઠ સુધી ચાલી આવે છે તેમ.
એ પુસ્તકની અંદર પૃથ્વીના ક્ષેત્ર સંબંધી જે વાતો છે તે પ્રમાણે અત્યારે જોવામાં આવતી નથી. તે અનુમાનથી માનવી એમાં અનુભવની જરૂર નથી પણ એમાં શ્રદ્ધા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org