________________
સ્વાધ્યાય સુધા
૧૦૭ આત્મઅનુભવ-આત્મજનિત-મોક્ષસુખ-આત્મરતિ કે આત્મપરિણતિ કહો. આ બધા શબ્દો જુદા છે પણ અર્થ એક જ થાય છે-મોક્ષની પ્રાપ્તિ. - ૭૦. કેવળજ્ઞાની શરીરને લઈને નથી કે બીજાના શરીર કરતાં તેમનું શરીર તફાવતવાળું જોવામાં આવે. વળી તે કેવળજ્ઞાન શરીરથી કરી નીપજાવેલ છે એમ નથી; તે તો આત્મા વડે કરી પ્રગટ કરવામાં આવ્યું છે, તેને લીધે શરીરથી તફાવત જાણવાનું કારણ નથી; અને શરીર તફાવતવાળું લોકોના જોવામાં નહીં આવવાથી લોકો તેનું માહાસ્ય બહુ જાણી શકતા નથી.
આપણા શરીરમાં અને કેવળજ્ઞાનીના શરીરમાં ફેર હોતો નથી. કેવળજ્ઞાન તો આત્મા વડે આત્માની નિર્મળતા, અસંગતા પ્રગટ કરવાથી થયેલ છે. સામાન્ય વ્યક્તિ અને કેવળજ્ઞાનીના શરીરમાં તફાવત જોવામાં આવતો નહીં હોવાથી, લોકોને તેનું માહાભ્ય પોતાની અંદર સ્થિર થતું નથી. તેથી ઓળખાણ પડતી નથી અને જીવ બાહ્યમાં રોકાઈ જાય છે.
૭૧. જેને મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનની અંશે પણ ખબર નથી તે જીવ કેવળજ્ઞાનનું સ્વરૂપ જાણવા ઈચ્છે તે શી રીતે બની શકવા યોગ્ય છે? અર્થાત્ બની શકવા યોગ્ય નથી.
મતિજ્ઞાન શું છે? શ્રુતજ્ઞાન શું છે? તેની જાણકારી થોડી પણ નથી તે કેવળજ્ઞાનનું સ્વરૂપ જાણવાનો પ્રયત્ન કરે તો થઈ શકવા યોગ્ય જ નથી. - ૭ર. મતિ સ્કુરાયમાન થઈ જણાયેલું જે જ્ઞાન તે મતિજ્ઞાન', અને શ્રવણ થવાથી થયેલું જે જ્ઞાન તે “શ્રુતજ્ઞાન'; અને તે શ્રુતજ્ઞાનનું મનન થઈ અગમ્યું ત્યારે તે પાછું મતિજ્ઞાન થયું, | અથવા તે “શ્રુતજ્ઞાન પ્રગમ્યાથી બીજાને કહેવામાં આવ્યું ત્યારે તે જ કહેનારને વિષે મતિજ્ઞાન
અને સાંભળનારને માટે શ્રુતજ્ઞાન થાય છે. તેમ “શ્રુતજ્ઞાન મતિ વિના થઈ શકતું નથી; અને તે જ મતિ પૂર્વે શ્રત હોવું જોઈએ. એમ એકબીજાને કાર્યકારણનો સંબંધ છે. તેના ઘણા ભેદ છે, તે સર્વે ભેદને જેમ જોઈએ તેમ હેતુસહિત જાણ્યા નથી. હેતુસહિત જાણવા, સમજ્યા એ દુર્ઘટ છે. અને ત્યાર પછી આગળ વધતાં અવધિજ્ઞાન, જેના પણ ઘણા ભેદ છે, ને જે સઘળા રૂપી પદાર્થને જાણવાના વિષય છે તેને, અને તે જ પ્રમાણે મન:પર્યવના વિષય છે તે સઘળાઓને કંઈ અંશે પણ જાણવા સમજવાની જેને શક્તિ નથી એવાં મનુષ્યો પર અને અરૂપી પદાર્થના સઘળા ભાવને જાણનારું એવું જે કેવળજ્ઞાન' તેના વિષે જાણવા, સમજવાનું પ્રશ્ન કરે તો તે શી રીતે સમજી શકે? અર્થાત્ ન સમજી શકે.
જે શ્રુતજ્ઞાન સાંભળ્યું એ પોતાની અંદર પરિણામ પામી સ્થિર થયા પછી બીજાને કહેવામાં આવે તો તે કહેનારને વિષે તે જ્ઞાન પાછું મતિજ્ઞાન થાય છે અને જે બીજા સાંભળનારને શ્રુતજ્ઞાન થાય છે. આમ શ્રુતજ્ઞાન અને મતિજ્ઞાન બન્ને અન્યોન્ય છે. જ્યાં સુધી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન પરિણમન પામ્યા નથી ત્યાં સુધી આગળના જે જ્ઞાન (અવધિ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org