________________
સ્વાધ્યાય સુધા
૧૦૫
આવ્યો છે. મોહનીય કર્મમાં ફસાયેલો જીવાત્મા, તેના કારણે અનેક પ્રકારના આરંભસમારંભ કરે છે, જેથી તે નરક કે તિર્યંચનું આયુષ્ય બાંધે છે. આ કારણે આયુષ્યનો નંબર પાંચમો રાખવામાં આવ્યો છે. આયુષ્ય કર્મ ગતિ, જાતિ, શરીર આદિ વગર ભોગવી શકાતું નથી તેથી નામકર્મનો નંબર ૬ઠ્ઠો રાખવામાં આવ્યો છે. નામકર્મનો ઉદય થવાથી ઉચ્ચ-નીચ ગોટાનો ઉદય અવશ્ય થાય છે. આ દષ્ટિથી ગોરા કર્મનો નંબર સાતમો રાખવામાં આવ્યો છે. ઉચ્ચ-નીચ ગોટાનો ઉદય થવાથી ક્રમશઃ દાન, લાભ, ભોગ, ઉપભોગ, અને વીર્ય આદિ શક્તિઓ બાધિત થાય છે એટલે અંતરાય કર્મનો નંબર આઠમો આપેલ છે. આમ આઠેય પ્રકૃતિના સ્વભાવ અનુસાર યોગ્ય ક્રમ આપવામાં આવ્યો છે.
આત્મા પ્રત્યેક સમયે અનંતાનંત કર્મ યોગ્ય પુલ પરમાણુઓ ને પોતાની તરફ આકર્ષે છે અને તેમાં ભિન્ન-ભિન્ન પ્રકારની શક્તિઓ ભિન્નભિન્ન પ્રકારનો સ્વભાવ ઉત્પન્ન કરે છે. આને પ્રકૃતિબંધ કહે છે. પ્રકૃતિ આઠ છે અને ઉત્તર પ્રવૃતિઓ ૧૫૮ છે. મૂળ પ્રકૃતિના બંધની સાથે સાથે તેની સજાતીય ઉત્તર પ્રવૃતિઓનો પણ બંધ થયા કરે છે. પ્રતિબંધનું કાર્ય કર્મોનો વિભિન્ન સ્વભાવ અને શક્તિ બતાવવી એ જ છે.
. સમ્યકત્વ અચોક્ત રીતે પોતાનું દૂષણ બતાવે છે :- મને ગ્રહણ કરવાથી ગ્રહણ કરનારની ઇચ્છા ન થાય તો પણ મારે તેને પરાણે મોક્ષે લઈ જવો પડે છે; માટે મને ગ્રહણ કરવા પહેલાં એ વિચાર કરવો કે મોક્ષે જવાની ઇચ્છા ફેરવવી હશે તોપણ કામ આવવાની નથી; મને ગ્રહણ કરવા પછી નવમે સમયે તો મારે તેને મોક્ષે પહોંચાડવો જોઈએ. ગ્રહણ કરનાર કદાચ શિથિલ થઈ જાય તોપણ બને તો તે જ ભવે, અને ન બને તો વધારેમાં વધારે પંદર ભવે મારે તેને મોક્ષે પહોંચાડવો જોઈએ. કદાચ મને છોડી દઈ મારાથી વિરુદ્ધ આચરણ કરે અથવા પ્રબળમાં પ્રબળ એવા મોહને ધારણ કરે તોપણ અર્ધપુદ્ગલપરાવર્તનની અંદર મારે તેને મોક્ષે પહોંચાડવો એ મારી પ્રતિજ્ઞા છે' ! અર્થાત્ અહીં સમ્યકત્વની મહત્તા બતાવી છે.
સમ્યક્દર્શનનું માહાત્યે કેટલું છે તે અહીં અવળવાણીરૂપે મૂકેલું છે. સમ્યક્દર્શન કહે છે કે જો તમે મને ગ્રહણ કરશો અને પછી જો તમારી ઈચ્છા ફરી જશે કે મારે મોક્ષ નથી જવું તો ત્યાં તમારું જોર ચાલશે નહીં, મારે તો તમને પકડીને મોક્ષે લઈ જવા પડશે. એ મારું દુષણ છે.
સમ્યક્દર્શન પ્રાપ્ત થયા પછી ઓછામાં ઓછા નવ સમયમાં જીવે મોક્ષે પહોંચી શકે આ પહેલી પ્રતિજ્ઞા.
જો જીવ સાધના કરવામાં મોળો પડી જાય તો તે જ ભવે નહીં તો વધારેમાં વધારે ૧૫ ભવે મોક્ષે પહોંચાડવો. આ બીજી પ્રતિજ્ઞા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org