________________
૧૦૪
સ્વાધ્યાય સુધા
આઠ કર્મ પ્રકૃતિઓ અને આઠ આત્મગુણોમાં બાધકતા આત્મા અનંત ગુણો ધરાવે છે, પરંતુ તેના મૂળ આઠ ગુણ છે : (૧) અનંતજ્ઞાન (૨) અનંત-દર્શન (૩) અવ્યાબાધ સુખ (૪) ક્ષાયિક સમ્યક્ત્વ (અનંત ચારિત્ર) (૫) અક્ષય સ્થિતિ અથવા શાશ્વતપણું (૬) અપીપણું (૭) અગુરુલઘુત્વ (૯) આત્મવીર્ય અથવા અનંત શક્તિ
(૧) આત્માના જ્ઞાનગુણને આવરણ કરનાર જ્ઞાનાવરણીય કર્મ છે. (૨) આત્માની દર્શન શક્તિને આવરણ કરનાર દર્શનાવરણીય કર્મ છે. (૩) આત્માના અનંત અવ્યાબાધ સુખને આવરણ કરનાર વેદનીયકર્મ છે. (૪) આત્માની સ્વભાવ રમણતાની સ્થિતિને આવરણ કરનાર મોહનીય છે (અનંત
ચારિત્ર) . (૫) આત્માના શાશ્વતપણાને આવરણ કરનાર આયુષ્ય કર્મ છે. (૬) આત્માના અરુપી ગુણને આવરણ કરનાર નામકર્મ છે. (૭) આત્માના અગુરુલઘુત્વ ગુણને આવરણ કરનાર ગોત્ર કર્મ છે. (૮) આત્માના અનંતવીર્યને આવરણ કરનાર અંતરાયકર્મ છે.
આમ કર્મની મૂળ પ્રકૃતિઓ આઠ છે : (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) વેદનીય (૪) મોહનીય (૫) આયુષ્ય (દ) નામ (૭) ગોત્ર (૮) અંતરાયકર્મ.
આ આઠ પ્રકૃતિના બે ભેદ છે. અઘાતી અને ઘાતી કર્મો.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ઘાતી કર્મ છે. અને વેદનીય, આયુષ્ય ગોત્રા અને નામ એ અઘાતી કર્મ છે.
આઠ મૂળ પ્રકૃતિઓનો ક્રમ :- મૂળ કર્મ પ્રકૃતિનો જે ક્રમ બતાવવામાં આવ્યો છે તેમજ કેમ છે? તેનું શું કારણ ? કર્મ પ્રકૃતિઓનો ક્રમ નિશ્ચિત કરવામાં આવ્યો છે, તેમાં પણ આધારભૂત હેતુ રહેલો છે.
આત્માના બધા ગુણોમાં જ્ઞાન મુખ્ય છે. આત્મા અને જ્ઞાનનું તાદાભ્ય છે. આત્માની ઓળખાણ તેના જ્ઞાન ગુણ દ્વારા જ થાય છે. એટલા માટે જ્ઞાનને આવરણ કરવાવાળા જ્ઞાનાવરણીય કર્મનો પ્રથમ નંબર આપવામાં આવ્યો છે. આત્માના દર્શન ગુણને આવરણ કરનાર હોવાથી દર્શનાવરણીય કર્મને બીજો નંબર આપ્યો છે. આ બન્ને કર્મ પોતાનું ફળ સાંસારિક સુખદુઃખનું વેદન કરવામાં નિમિત્ત છે. તેથી બન્ને કર્મ બાદ વેદનીય કર્મને ત્રીજો નંબર આપેલ છે. સુખદુઃખનું વેદન કષાય અથવા રાગદ્વેષાદિ થવાથી થાય છે અને કષાય કે રાગદ્વેષ મોહનીયના અંગ છે, તેથી વદનીય બાદ મોહનીયનો ચોથો નંબર આપવામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org