________________
સ્વાધ્યાય સુધા
૧૦૧
તીવ્ર, તીવ્રત, તીવ્રતમ અને અત્યંત તીવ્ર દુઃખાવાનો પ્રકાર હતો અને નવામાં મંદ, મંદતર, મંદતમ અને અત્યંત મંદ હતો એટલે અવધિ વધતી જતી હતી.
કષાયયુક્ત પરિણામોમાં અનેક પ્રકારની તરતમતા હોય છે, જે રસબંધનું કારણ છે, જેને સંપૂર્ણપણે કેવળજ્ઞાની જાણી શકે. - સાર :- અનુભાગબંધને સમજવાનો સાર એ છે કે-જયારે પણ ભાવ અથવા ક્રિયા શુભ હોય ત્યારે કષાયોને મંદ રાખવાનો પુરુષાર્થ કરવાનો છે. અને જયારે કષાયની તીવ્રતા હોય તો મનને અશુભ ભાવોથી અને પાપ પ્રકૃતિથી દૂર રાખવાનો પુરુષાર્થ કરવાનો છે.
૪. સ્થિતિબંધનું સ્વરૂપ :- કાશ્મણ વર્ગણા બે પ્રકારની હોય છે-શુભ અને અશુભ. આ શુભ-અશુભ કર્મના પ્રકાર અથવા સ્વભાવનું પ્રકૃતિ બંધના રૂપમાં થાય છે. પછી એ કર્મ પ્રદેશબંધના રૂપમાં કરે છે. તે કર્મના શુભ-અશુભ ભાવોની તીવ્રતા-મંદતા તેમજ કષાયના પરિણામો અનુસાર પ્રશસ્તતા-અપ્રસ્તતાનો નિશ્ચય અનુભાગબંધના રૂપમાં થાય છે. સાથે જ તેના અપરાધ અને દોષ ૫ ભાવો અનુસાર સ્થિતિ બંધનો દંડ જીવાત્માએ ભોગવવાનો આવે છે.
સ્થિતિબંધનું કાર્ય : અનુભાગબંધ વખતે જો સ્થિતિબંધ ન હોય તો કર્મનું વિપાકરૂપ કાર્ય થતું નથી એટલે અનુભાગ બંધની સાથે જ સ્થિતિબંધ થવો આવશ્યક માનવામાં આવ્યો છે. આ અનુભાગ અને સ્થિતિબંધના સહયોગનું એક કારણ એમ બતાવ્યું છે કે ઉત્કૃષ્ટ અનુભાગને બાંધવાવાળો જીવ નિશ્ચયથી ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધે છે, કારણ કે ઉત્કૃષ્ટ પરિણામ વગર ઉત્કૃષ્ટ અનુભાગબંધ થતો નથી હોતો.
કર્મનો આત્માની સાથે બંધ થયા પછી જે કર્મ જેટલો સમય આત્માની સાથે રહે છે તે તેની સ્થિતિ કાળ છે અને તેની મર્યાદા નક્કી કરવી તે સ્થિતિ બંધ છે. ઉદયમાં કેટલો | સમય રહેશે તે સ્થિતિબંધ છે. સ્થિતિબંધ ઉત્કૃષ્ટ તેમજ જધન્ય એમ બે પ્રકારનાં છે. આ બે વચ્ચેના બંધને મધ્યમ સ્થિતિબંધ કહે છે.
સ્થિતિબંધનું મૂળ કારણ :- સ્થિતિબંધનું મુખ્ય(મૂળ) કારણ કષાયભાવ છે. ક્રોધ, માન, માયા, લોભ-આ ચારના ચાર પ્રકાર હોવાથી ૧૬ કષાય અને નવ નોકષાય તથા રાગદ્વેષ પણ કષાયમાં જ આવે છે. કષાયનો ઉદય ૧૦માં ગુણસ્થાનક સુધી રહે છે એટલા માટે ૧૦માં ગુણસ્થાનક સુધી જીવ સકષાયી કહેવાય છે અને છેલ્લા ચાર ગુણસ્થાનવાળા જીવ અકષાયી છે. કર્મવેત્તા સ્થિતિબંધનું મુખ્ય કારણ અધ્યવસાયને માને છે. આત્મા જે પ્રકારે શુભ અથવા અશુભ, તીવ્ર, મંદ અથવા મધ્યય અધ્યવસાય કરે છે તે અનુસાર જ તેની સ્થિતિબંધ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org