________________
સ્વાધ્યાય સુધા
૯૯ કર્મ પરમાણુઓનો બંધ જયારે આત્મા સાથે થાય છે ત્યારે ત્રણ વાતોનો નિર્ણય થાય છે. (૧) કેવા પ્રકારના કર્મપરમાણુ આત્માના કયા ગુણને આવરણમાં લઈ જશે. | (૨) આત્મા ઉપર તે કેવો પ્રભાવ પાડશે ? તથા (૩) કઈ શક્તિઓને આવરણમાં લઈ જશે ? આ ત્રણ વાતોથી કર્મની પ્રકૃતિ નક્કી થાય છે. જેને પ્રકૃતિબંધ કહેવામાં આવે છે.
૩. અનુભાગબંધનું સ્વરૂપ - આ સંસારમાં કોઈપણ વ્યક્તિ એવો નથી કે જે “રસ શબ્દથી પરિચિત ન હોય અહીંયા આપણે કાશ્મણ વર્ગણાના કારણે ઊભો થતો અનુભાગરસ વિષે વિચારવાનું છે. અનુભાગબંધ જ સમગ્ર સંસારી જીવોનો ભાગ્ય વિધાતા છે. અનુભાગ બે પ્રકારે છે. (૧) વિશ્વને ત્રાસરૂપ આસુરી શક્તિનાં રૂપમાં પ્રવર્તમાન. (૨) વિશ્વને માટે આશીર્વાદ રૂપ શક્તિના રૂપમાં. પ્રથમને પાપ અને બીજાને પુણ્ય રસ અથવા અશુભ-શુભ રસ કહેવાય છે. અનુભાગ (રસ)નો અર્થ છે કર્મફળની તીવ્રતામંદતા. અનુભાગ (રસ) બંધનું કાર્ય છે-ફળ આપવાના સમયે ઓછું કે વધારે પરિણામ આપવું. કાર્પણ વર્ગણાઓમાં શુભ અથવા અશુભ રસ ઓછો-વધારે હોય છે; તીવ્રતા કે મંદતા હોય છે. જુદા જુદા પ્રકારના તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ અથવા મંદ, મંદતર, મંદતમ, શુભ-અશુભ રસોના કર્મ પુગલોના રૂપમાં બંધાય છે તેનું નામ રસબંધઅનુભાગ બંધ છે.
જો કે આત્મામાં સ્પર્શ ગુણ નથી તો પણ આત્મામાં વિદ્યમાન કષાયરૂપ પરિણામ | સ્પર્શ ગુણનું કામ કરે છે. આત્મામાં યોગ્ય અને કષાયરૂપ પરિણામ થવાથી તેનો કર્મની સાથે બંધ થાય છે. જેટલા પ્રમાણમાં કષાય ભાવ થાય છે, તેના પ્રમાણે આત્માની સાથે અનુભાગ બંધ થાય છે. કર્મબંધ થતી વખતે જ ફળ આપવાની શક્તિ સાથે બંધાય છે. કર્મ બાંધતી વખતે જેવા પરિણામ હોય તેવો રસ પડે છે અને જેવો રસ પડ્યો હોય તેવું જ તીવ્રતમ, તીવ્રત, તીવ્ર તથા મંદ, મંદતર, મંદતમ ફળ ભોગવવું પડે છે.
કષાયને કારણે સ્થિતિ (સમય) અને રસ બન્નેનો બંધ થાય છે. દા.ત. ટાઈમબોમ્બમાં કયા સમયે વિસ્ફોટ થશે અને તે સમયે કેટલી તીવ્રતાથી આંદોલન-હલચલ ઊભી કરશે એટલે સંહારક શક્તિ કેટલી હશે-આ બંને વાતો કર્મોના બે પ્રકાર સ્થિતિ અને રસને લાગુ પડે છે. સ્થિતિ બંધથી કર્મ કેટલા સમય પછી આત્માથી જુદુ પડશે અને જુદા પડતી વખતે તે કર્મ કેટલા પ્રમાણમાં હલચલ-કંપન ઉત્પન્ન કરીને આત્માથી જુદા પડશે તે કામ અનુભાગ (રસ) બંધનું છે.
અનુભાગબંધનું કાર્ય :- કર્મ વર્ગણામાં પુદ્ગલોમાં સ્વાભાવિક રૂપથી “રસ છે. પરંતુ તે બહુજ અલ્પ પ્રમાણમાં છે. તે જીવ ઉપર અનુગ્રહ કે ઉપઘાત કરવામાં અસમર્થ છે. પરંતુ કષાયમાં પરિણમન થવાથી જીવ પોતે જ કર્મ પરમાણમાં અનંતગણો રસ ઉત્પન્ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org