________________
સ્વાધ્યાય સુધા
અનંતાનંત પરમાણુવાળા સ્કન્ધને ગ્રહણ કરે છે. કર્મપરમાણુઓ આત્માના એક એક પ્રદેશ સાથે બંધાય છે. આત્માના પ્રદેશો આખા શરીરમાં ફેલાઈને રહેલા છે.
આત્મા શરીરની અંદર અવકાશમાં રહેલા પરમાણુઓમાંથી જ કર્મ વર્ગણા ગ્રહણ કરે છે અને બધા જ આત્મપ્રદેશો કર્મપરમાણુઓને ગ્રહણ કરે છે. જીવ કર્મ યોગ્ય પુગલોને બધી દિશાઓમાંથી ગ્રહણ કરે છે. આત્મપ્રદેશો સાથે કર્મનો સંયોગ છે. એક ક્ષેત્રાવગાહપણે રહેલા છે. જુના કર્મ સાથે નવા કર્મ પુદ્ગલ જોડાય છે. જુના કર્મ ખરતા જાય છે, નવા કર્મ આત્મપ્રદેશો સાથે જોડાતા રહે છે, પણ તે માત્ર સંયોગ સંબંધે છે, તાદાભ્ય સંબંધે રહેલા નથી.
કર્મ-પુદ્ગલો-કાશ્મણ વર્ગણાઓનું વિભાજન :- દરેક આત્મા હર ક્ષણ સાત અથવા આઠ કર્મોનો બંધ કરે છે. યોગ-પ્રવૃત્તિઓ અનુસાર બંધાયેલા અનંતાનંત કર્મ પુગલોના જુદા જુદા ભાગ થઈ જાય છે અને તે કર્મ પોતાના કર્મ વર્ગણાના સમૂહમાં બંધાઈ જાય છે. જેમ ખોરાક ખાધા પછી તેનું રૂપાંતર આપોઆપ લોહી, રસાદિમાં પરિણમન થઈ જાય છે તથા શરીરના વિભિન્ન અવયવોમાં પહોંચી જાય છે. તે પ્રકારે બંધાઈ રહેલા કર્મોના યોગ-બળ અનુસાર યથાયોગ્ય ભાગોમાં વિભાજન થઈ જાય છે તથા પ્રકૃતિબંધના રૂપમાં તેના કાર્યોનું નિયમન પણ થઈ જાય છે. કર્મોનો સ્વભાવ એક જેવો ન હોવાથી પ્રદેશબંધના સમયે જ જુદા જુદા પ્રકારની કર્મ પ્રકૃતિના રૂપમાં વિભાગ થઈ જાય છે.
કર્મોનો સંવિભાગ :- (કર્મોનું વિભાજન) : પ્રદેશબંધ દ્વારા બંધાયેલા અનંતાનંત કર્મોમાં આયુષ્ય કર્મને હિસ્સો સૌથી ઓછો છે. નામ અને ગોત્ર કર્મનો હિસ્સો સમાન છે પરંતુ આયુષ્ય કર્મથી વધારે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મનો હિસ્સો એકબીજા પ્રત્યે સમાન છે, પણ નામ અને ગોત્ર કર્મના હિસ્સાથી વધારે છે. આનાથી પણ અધિકભાગ મોહનીય કર્મને મળે છે અને બધાથી વધારે ભાગ વેદનીય કર્મને મળે છે. આ પ્રકારનાં વિભાજનનું રહસ્ય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ પર નિર્ભર છે. વેદનીય કર્મ | સિવાય બાકીના સાત કર્મોને સ્થિતિ અનુસાર ભાગ મળે છે. અર્થાત્ જે કર્મની જેટલી અધિક સ્થિતિ તેને એટલો વધારે ભાગ મળે છે.
સામાન્ય (જધન્ય) ઉત્કૃષ્ટ ૧. આયુષ્ય કર્મની સ્થિતિ અંતર્મુહૂર્ત ૩૩. સાગરોપમ ૨. નામ કર્મની સ્થિતિ આઠમુહૂર્ત ૨૦. કડાકોડિ સાગરોપમ ૩. ગોત્ર કર્મની સ્થિતિ આકર્મુહૂર્ત ૨૦. કોડાકોડિ સાગરોપમ ૪. જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ અંતર્મુહૂર્ત ૩૦. કડાકોડિ સાગરોપમ ૫. દર્શનાવરણીય કર્મની સ્થિતિ અંતર્મુહૂર્ત ૩૦. કડાકોડિ સાગરોપમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org