________________
૯૮
સ્વાધ્યાય સુધા ૬. અંતરાય કર્મ સ્થિતિ અંતર્મુહૂર્ત ૩૦. કોડાકોડિ સાગરોપમ ૭. મોહનીય કર્મ સ્થિતિ અંતર્મુહૂર્ત ૭૦. કોડાકોડિ સાગરોપમ ૮. વેદનીય કર્મ સ્થિતિ ૧૫ર્મુહૂર્ત ૨૦. કોડાકોડિ સાગરોપમ
વેદનીય કર્મની સ્થિતિ ઓછી હોવા છતાં પણ તેને ભાગ બધાથી વધારે છે કારણ એ છે કે આત્માને વેદનોય કર્મનું સુખ-દુઃખ રુપ વેદન વધારે છે અને પ્રતિ સમય સ્પષ્ટ રૂપથી થતું રહે છે. જ્યારે આયુષ્ય કર્મનું વેદન સૌથી ઓછું હોય છે. આયુષ્ય કર્મનો બંધ જીવનમાં એકવાર જ થાય છે. વેદનીય કર્મને ઉદય પ્રતિક્ષણ હોવાથી તેની નિર્જરા પણ અધિક પ્રમાણમાં થાય છે.
જે સમયે આયુષ્ય કર્મનો બંધ થાય છે ત્યારે કર્મ પુદ્ગલના આઠ ભાગ થાય છે. બાકી સમયે કર્મપુદ્ગલના સાત ભાગ થાય છે. આ જ પ્રદેશબંધનું સ્વરૂપ અને કાર્ય છે.
૨. પ્રકૃતિબંધનું સ્વરૂપ :- જગતમાં બધા પ્રાણીઓના જીવનને ઓળખવાનું અને માપવાનું થર્મોમીટર “સ્વભાવ' છે. સ્વભાવ વડે જ મનુષ્યના ગુણોનું અને શક્તિઓનું માપ કાઢવામાં આવે છે. સ્વભાવને જ જોઈને વિવાહિક સંબંધ અથવા નોકર વગેરેની નિમણૂંક કરવામાં આવે છે. ચાર ગતિમાં રહેલાં જીવોનો સ્વભાવ અલગ અલગ છે. એક મનુષ્ય જાતિમાં જ અગણિત પ્રકારના રૂપ, રંગ, આકૃતિ અને પ્રકૃતિના મનુષ્યો જોવા મળે છે. એકલા મનુષ્યમાં જ નહીં, પ્રાણીમાત્રમાં સ્વભાવથી પ્રાયઃ તેની જાતિ, ગુણ શક્તિ અને સંસ્કૃતિનું અનુમાન લગાવી શકાય છે કે આ અમુક જાતિ અથવા અમુક ગતિ અથવા અમુક સમૂહનું પ્રાણી છે.
જેમ પ્રાણીઓના સ્વભાવથી તેનું વિભાજન કરી શકાય છે, તેમજ કર્મોના સ્વભાવથી પણ તેનું પૃથક્કરણ અથવા વિભાજન કરવામાં આવે છે. આત્મા અને કર્મનો બંધ થવાની સાથે જ તે કર્મનો સ્વભાવ જાણી શકાય છે કે તેનું વિશ્લેષણ સ્વતઃ થઈ જાય છે. કર્મને યથાર્થ રૂપમાં જાણવા માટે સર્વ પ્રથમ કર્મનો સ્વભાવ જાણવો જોઈએ. આત્મા દ્વારા ગ્રહણ કરવામાં આવેલા કાર્મણ વર્ગણાનો સ્વભાવ કેવો હશે, તેનો નિર્ણય તે જ વખતે થઈ જાય છે. બાંધેલું કર્મ કેવા પ્રકારનું ફળ આપશે, તેનો નિર્ણય પણ કર્મની પ્રકૃતિથી જ થઈ જાય છે. પ્રકૃતિબંધ સ્વયં કર્મના સ્વભાવનું વિશ્લેષણ કરવાની શક્તિ ધરાવે છે. - આચાર્ય પૂજ્યપાદે પ્રકૃતિનો અર્થ “સ્વભાવ' કરીને તેને એવી રીતે સમજાવેલ છે કે લીંબડાના ઝાડની પ્રકૃતિ કડવી છે, ગોળની પ્રકૃતિમાં મીઠાપણું છે. એ જ પ્રકારે જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ જ્ઞાનને આવૃત્ત કરવાની છે, તો દર્શનાવરણીય કર્મ દર્શનને આવરણ કરનાર છે. આ વાતને ગોમ્મદસારમાં સ્પષ્ટ કરતાં લખ્યું છે કે :- કયું કર્મ કેવા પ્રકારનું છે અને ક્યારે ફળ આપશે, એનું નિર્માણ બંધાયેલા કર્મના સ્કંધો પરથી પ્રકૃતિબંધ કરે છે. આ પ્રકૃતિબંધનો વિષય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org