________________
૯૬
સ્વાધ્યાય સુધા
કોઈ લાડવાનો રસ મધુર હોય છે, કોઈમાં કટુરસ હોય છે. તેમાં ન્યૂનાધિકતા જોવામાં આવે છે. તેમ કોઈ કર્મ શુભ અથવા અશુભ હોય છે અને તેની તારતમ્યતામાં પણ ફેર હોય છે. આમ વિવિધ પ્રકારના-તીવ્ર તીવ્રતર, તીવ્રતમ, અથવા મંદ, મંદતર મંદતમ શુભ-અશુભ રસોમાં કર્મ-પુદ્ગલોના રૂપમાં બંધાઈ જવું તે રસબંધ-અનુભાગ બંધ કહેવાય છે.
૧. પ્રદેશબંધનું સ્વરૂપ :- આત્માના અવિભાજય અંગને આત્મપ્રદેશ અને પુદ્ગલના અવિભાજય અંશને પરમાણુ કહે છે. કર્મ પ્રદેશોનું આત્માના પ્રદેશો સાથે બંધાઈ જવું તે પ્રદેશબંધ છે. પુદ્ગલના અવિભાજય અંગને પુદ્ગલ પરમાણુ કહે છે અને એક પરમાણુ જેટલું સ્થાન રોકે છે તેને પ્રદેશ કહેવાય છે. આત્મપ્રદેશોનું કર્મ પ્રદેશો સાથે જોડાવું તે ‘પ્રદેશબંધ છે.
આત્મપ્રદેશો સાથે બંધાવાવાળા કર્મ પરમાણુઓનું પરિમાણ અથવા સંખ્યાને નક્કી કરવાનું કાર્ય પ્રદેશબંધનું કાર્ય છે. જે સમયે કર્મબંધ થાય છે. તે સમયે આત્મા દ્વારા જે કર્મ-વર્ગણા આકર્ષાય છે ત્યારે પ્રકૃતિ, સ્થિતિ અને રસની અપેક્ષા વગર જ ગ્રહણ કરવામાં આવે છે. પ્રદેશબંધમાં કર્મપરમાણુ સ્કંધોના પરિમાણ પાછળ મન-વચન કાયાની અધિકતા અને ન્યૂનતા અનુસાર તેનાં અલગ-અલગ સમૂહોમાં વહેંચાઈને બંધ થાય છે.
પ્રદેશબંધમાં યોગોનું માહાભ્ય :- સિદ્ધાંત એ છે કે મન, વચન અને કાયાના યોગોની પ્રવૃત્તિઓમાં જેટલા વધારે પ્રમાણમાં ચંચળતા હશે, કર્મ વર્ગણાનો જથ્થો વધારે બંધાશે અને યોગોની પ્રવૃત્તિ જેટલી મંદ હશે, કર્મવર્ગણાનો જથ્થો ઓછો હશે અને કર્મબંધ ઓછો થશે. યોગોની ચંચળતા અનુસાર આત્મા-કર્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે અને એટલા જ કર્મ આત્મપ્રદેશોની સાથે જોડાય છે. આને જ આગમોમાં પ્રદેશબંધ કહ્યો છે. યોગની ચપળતા વગર પ્રદેશબંધ નથી થતો.
આત્માના અસંખ્યાત પ્રદેશોમાંથી એક એક પ્રદેશ પર અનંતાનંત કર્મ પુદ્ગલોનો પ્રદેશોનો બંધ થાય છે. તેને જ પ્રદેશબંધ કહે છે. ભગવતી સૂરમાં ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને જવાબ આપતાં કહ્યું છે કે :- જીવ અને પુદ્ગલ અન્યોન્ય બંધાયેલા. સ્કૃષ્ટ, અવગાઢ તથા એકબીજામાં સ્નેહ પ્રતિબદ્ધ છે એટલે કે એકબીજામાં એકમેક થઈને રહે છે. દા.ત. સરોવરમાં ૧૦૦ છિદ્રો વાળી હોડી છોડી દઈએ તો નૌકા તે છિદ્રો દ્વારા જળથી પૂરેપૂરી ભરાઈ જશે અને ઘડા જેવી લાગશે. આમ જ જીવ અને પુદ્ગલોના સંબંધ સરોવર અને હોડીની જેમ પરસ્પર સ્પષ્ટ, બદ્ધ, અવગાઢ અને સ્નેહ પ્રતિબદ્ધ છે. અને પરસ્પર એકમેક થઈને રહે છે, આ જ પ્રદેશબંધ છે.
કર્મ વિજ્ઞાનનો નિયમ છે કે : આત્મા જયારે પણ કર્મ વર્ગણાને ગ્રહણ કરે છે ત્યારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org