________________
સ્વાધ્યાય સુધા
ચાર પ્રકારે કર્મનો બંધ પડે છે. આ ચાર પ્રકારમાં મન, વચન, કાયાના પ્રવર્તનથી પ્રદેશ અને પ્રકૃતિબંધ પડે છે. અને કષાયની હાજરી હોય તો સ્થિતિ અને રસનો બંધ પડે છે. પહેલા પ્રકારનો બંધ જીવ ધારે તો ખેરવી શકે છે, પણ જેમાં કષાય (મો)ને લઈને સ્થિતિ ને રસનો બંધ પણ પડ્યો હોય તો તે ફેરવી શકાતો નથી. સ્થિતિ અને રસ વડે કર્મનો બંધ નિકાચિત થાય છે અને પ્રબળપણે ઉદયમાં આવે ત્યારે ભોગવવું પણ પડે છે.
ચાર પ્રકારના બંધને વિશેષપણે સમજવા પ્રયત્ન કરીએ.
આખા લોકમાં કર્મબંધની પ્રક્રિયા કેવી છે તે જોઈએ. કર્મમાં ફેરવાઈ શકે તેવા પુદ્ગલ પરમાણુ લોકાકાશમાં સર્વત્ર વ્યાપ્ત છે. જ્યારે આત્મા મન-વચન-કાયા દ્વારા પ્રવૃત્તિ કરે છે, ત્યારે કર્મ યોગ્ય પરમાણુઓમાં આકર્ષણ પેદા થાય છે. આત્મા જે ક્ષેત્રમાં વિદ્યમાન છે એટલા જ ક્ષેત્રમાં વિદ્યમાન પરમાણુમાંથી તે સમયે ગ્રહણ કરી શકાય છે. કર્મ પુદ્ગલને ગ્રહણ કરવા કે ન કરવા તે બાબતમાં આત્મા સ્વતંત્ર છે. પણ કર્મબંધ થતાં જ તેની સાથે યોગ અને કષાયને અનુસાર સ્વતઃ (આપોઆપ) કર્મબંધના અંગરૂપ ચાર અવસ્થા ઉત્પન્ન થાય છે. જે આ પ્રમાણે છે ઃ ૧. પ્રદેશબંધ. ૨. પ્રકૃતિબંધ. ૩. અનુભાગબંધ. ૪. સ્થિતિબંધ.
૯૪
૧. પ્રદેશબંધ :- કાર્મણ વર્ગણાઓ ગ્રહણ થતી વખતે અવિભક્ત હોય છે. ગ્રહણ કર્યા બાદ તે આત્મપ્રદેશો સાથે ચોંટે છે, તે પ્રદેશબંધ છે. કર્મબંધ થતાં જ કર્મવર્ગણાઓનું સાત કે આઠ કર્મોમાં યથાયોગ્ય વિભાજન કરવું તે પ્રદેશબંધનું કાર્ય છે.
મન, વચન, કાયાની પ્રવૃત્તિની તારતમ્યતા અનુસાર કર્મ-વર્ગણાઓની સંખ્યામાં પણ તારતમ્યતા હોય છે. પ્રવૃત્તિની માત્રામાં અધિકતા થવા પર કર્મ પરમાણુઓની સંખ્યામા અધિક્તા થાય છે તથા પ્રવૃત્તિની માત્રામાં ન્યૂનતા થવાથી કર્મ પરમાણુની સંખ્યામાં પણ ન્યૂનતા હોય છે. પ્રદેશબંધનું ફળ એ છે કે-આત્મા દ્વારા ગ્રહણ કરવામાં આવેલા કાર્પણ પુદ્ગલોના સમૂહને આત્મા સાથે કર્મરૂપમાં બંધાઈ જવું.
૨. પ્રકૃતિબંધ :- કર્મબંધનો બીજો પ્રકાર પ્રકૃતિ બંધ છે. તેમાં આત્મા સાથે ચોંટેલા કાર્મણ વર્ગણાનો સ્વભાવ નક્કી થવો તે છે. પ્રદેશબંધ થતી વખતે જે તે કર્મ પુદ્ગલોની સાત કે આઠ કર્મોમાં વહેંચણી થઈ જાય છે. જેને મૂળ આઠ કર્મો કહેવાય છે. જેવી રીતે પ્રદેશબંધમાં કાર્મણ વર્ગણાઓના પરિમાણનો નિર્ણય થઈ જાય છે, તેમજ પ્રકૃતિબંધનું કાર્ય પણ ગ્રહણ કરેલા કાર્મણ વર્ગણાઓની પ્રકૃતિ-સ્વભાવનો નિર્ણય થાય છે.
૩. અનુભાગબંધ :- કર્મબંધનો ત્રીજો પ્રકાર અનુભાગબંધ છે. જેમાં ગ્રહવામાં આવેલ પુદ્ગલ પરમાણુઓમાં કર્મફળ કેવા રસથી ભોગવવું પડશે તે નક્કી થાય છે. કર્મફળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org