________________
૮૧
સ્વાધ્યાય સુધા
(૫) બંધન નામકર્મ :- પહેલા ગ્રહણ કરેલા અને વર્તમાનમાં ગ્રહણ કરવાના શરીર પુદ્ગલના પરસ્પર સંબંધ હેતુભૂત કર્મને બંધન નામકર્મ કહે છે. બંધન નામકર્મ પણ પાંચ પ્રકારના છે. (૧૮) ઔદારિક (૧૯) વૈક્રિય (૨૦) આહારક (૨૧) તૈજસ (રર) કાર્પણ .
(૬) સંઘાતન નામકર્મ :- પહેલા ગ્રહણ કરેલા અને વર્તમાનમાં ગ્રહણ કરેલા શરીર પુદ્ગલોનું બંધન ત્યારે સંભવિત બને છે કે જ્યારે બન્ને એકબીજાની તદ્દન નજીક હોય. આ કાર્ય જે કર્મથી થાય તેને સંઘાતન નામકર્મ કહે છે. સંઘાતનો અર્થ છે એકત્ર કરીને બાંધવા. સંઘાતન નામકર્મ શરીર યોગ્ય પુગલોને ભેગા કરે છે અને બંધન નામકર્મ વડે તે બંધાય છે. પાંચ શરીરના આધારે સંઘાતન પણ પાંચ પ્રકારના છે. (૨૩) ઔદારિક (૨૪) વૈક્રિય (રપ) આહારક (ર૬) તૈજસ (૨૭) કાર્પણ.
(૭) સંહનન નામકર્મ :- નો ઉદય હાડકાની મજબૂતી અને રચના ઉપર પ્રભાવ પડે છે. આ સંહનન નામકર્મ ૬ પ્રકારના છે. (૨૮) વ્રજ ઋષભ નારાચ સંવનન (૨૯) ઋષભ-નારા, સંહનન (૩૦) નારાચ સંહનન (૩૧) અર્ધ નારાજ સંહનન (૩૨) કલિક સંવનન (૩૩) સેવાર્તક સંહનન. - વ્રજ ઋષભ નારાચ સંહનન :- આમાં બે હાડકાં પરસ્પર ચિપકાઈને રહે છે. અને તેના ઉપર હાડકાંની જ પટ્ટી લાગેલી રહે છે. એ પટ્ટી ઉપર ચોથી હાડકાંની ખીલી લાગેલી હોય છે. આનાથી હાડકાનો સાંધો અત્યંત મજબૂત હોય છે. જે હથોડા મારવાથી પણ તૂટી શકતો નથી.
ઋષભ નારા સંહનન :- આ પ્રથમ સંહનનની જેમ જ હોય છે. પણ તેમાં હાડકાંની ખીલી હોતી નથી. છતાં હાડકાનો સાંધો મજબૂત હોય છે.
નારા સંહનન :- આમાં ફક્ત બે હાડકાનો જ બંધ હોય છે. તેમાં પટ્ટી કે ખીલી હાડકાની હોતી નથી.
અર્ધ નારા સંહનન :- આમાં માત્ર એક હાડકાનો જ બંધ હોય છે. બીજા છેડે બીજું હાડકું ખીલી વડે જોડાયેલું હોય છે.
કીલક સંવનન :- બે હાડકાની જોડ પર માત્ર એક ખીલી લાગેલી હોય છે. તેના પર જ બે હાડકાં ટકેલા હોય છે.
સેવાર્તક સંવનન :- આ સંહનામાં બે હાડકાંના છેડા પરસ્પર જોડાયેલા હોય છે. એના સિવાય બીજો બંધ કે પટ્ટી કે ખીલી હોતી નથી. આવા હાડકાંવાળું શરીર બહુ સેવાની અપેક્ષા રાખે છે. ક્યારેક હાડકાં દુઃખે છે, તો ક્યારેક તૂટી જાય છે તથા ચિકણા પદાર્થો કે તેલ દ્વારા માલિશ કરવાની અપેક્ષા રાખે છે. આત્માએ જેવું સંવનન નામકર્મ બાંધ્યું હોય તેવા હાડકાં પ્રાપ્ત થાય છે. (અત્યારે આપણું સંવનન સેવાર્તક પ્રકારનું છે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org