________________
સ્વાધ્યાય સુધા
અંતરાય કર્મની ઉત્તર પ્રવૃતિઓ :- આત્માની લેવા-દેવાની, ભોગ-ઉપભોગ કરવાની અથવા ધર્માદિ આચરણ કરવાની શક્તિઓમાં અવરોધક બનવાના કારણ રૂપ અંતરાય કર્મની પાંચ ઉત્તર પ્રવૃતિઓ છે. (૧) દાનાંતરાય (૨) લાભાંતરાય (૩) ભોગાંતરાય (૪) ઉપભોગાંતરાય (૫) વીર્યાન્તરાય.
(૧) દાનાંતરાય કર્મ :- દાન આપવું એ એક પ્રકારની લબ્ધિ છે. જે આ લબ્ધિનો નાશ કરે છે, તે દાનાંતરાય કર્મ છે. કંજુસાઈનો દોષ દાનાંતરાય કર્મના ઉદયથી આત્મામાં પ્રગટ થાય છે. દાન દેવાની વસ્તુ પાસે છે, લેવાવાળો ગુણવાન પાત્ર પણ હાજર છે અને દાતા દાન દેવાનું ફળ પણ જાણે છે, છતાં દાનાંતરાય કર્મને કારણે તે દાન દેનારને દાન દેવા દેતું નથી.
દાનાંતરાય કર્મથી બંધાયેલી વ્યક્તિને, સદ્ગુરુ જેટલો પણ ઉપદેશ દે અથવા દાન ધર્મનું મહત્વ સમજાવે અથવા ધનની અસારતા સમજાવે તો પણ તેનું મન દાન દેવા માટે ઉત્સાહિત નથી થતું. ‘ઠાણાંગ સૂત્ર'માં દાનના દસ પ્રકાર બતાવ્યા છે.
(૧) અનુકંપા દાન :- અનાથ, દુઃખી અસહાય પ્રાણીને અનુકંપા લાવી દાન દેવું અથવા સહયોગ આપવો તે. (૨) સંગ્રહ દાન :- પોતાનો તુચ્છ સ્વાર્થ સિદ્ધ કરવા માટે બહુ કિંમતી ભેટ આપવી અથવા લાંચ આપવી સંગ્રહ દાન છે. (૩) ભય દાન :- રાજા, મંત્રી, સરકાર, લૂંટારા આદિના ભયવશ દાન દેવું તે. (૪) કરુણા દાન :- શોકના સમયે માતા-પિતા અને પુત્રાદિના નામ પર દાન દેવું તે કરુણા દાન. (૫) લજજા દાન :- લજજાને કારણે અથવા દેખાદેખીથી દાન દેવું તે લજ્જા દાન. (૬) ગૌરવ દાન :યશ-કીર્તિ, પ્રશંસા, પ્રસિદ્ધિ માટે દાન આપવું તે ગૌરવ દાન. (૭) અધર્મ દાન :હિંસા, જૂઠ, ચોરી પશુનો બલી ચઢાવવા માટે માંસ, આદિ અધર્મની પુષ્ટિ માટે આપવામાં આવેલું દાન. (૮) ધર્મ દાન :- ધર્મ કાર્યોમાં અથવા ધર્મ પરાયણ સાધુસાધ્વી-શ્રાવક શ્રાવિકાને આપવામાં આવેલું દાન ધર્મ દાન છે. (૯) કરિષ્યતિ દાન :ભવિષ્યમાં પોતાને ફાયદો થશે એવી આશાથી આપવામાં આવેલું દાન તે કરિષ્યતિ દાન છે. (૧૦) કૃત દાન :- પહેલા કરેલા ઉપકારના બદલામાં ઉપહાર (ભેટ) અથવા પુરસ્કાર આદિના રૂપે આપવામાં આવતું દાન કૃત દાન છે.
આ સિવાય જ્ઞાન દાન, અભય દાન અને ઔષધ દાન પણ છે.
(૨) લાભાંતરાય કર્મ :- ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ ન થવી તે લાભાંતરાય કર્મ છે. જયારે પુરુષાર્થ કરવા છતાં પણ ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ નથી થતી ત્યારે બીજી વ્યક્તિને તેનું કારણ નહીં માનવું, તેના પ્રત્યે દ્વેષ ન કરવો. પરંતુ મારા લાંભાતરાય કર્મનો દોષ છે માટે મારે તેનાથી મુક્ત થવાનો પુરુષાર્થ કરવાનો છે. દા.ત. ઋષભનાથ ભગવાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org