________________
સ્વાધ્યાય સુધા
૮૯ ઉચ્ચ ગોત્ર કર્મનો અનુભાગ (ફળાદેશ) :- ઉચ્ચ ગોત્ર કર્મનો અનુભાગ આઠ પ્રકારે હોય છે. (૧) વિશિષ્ટ જાતિની પ્રાપ્તિ. (ર) વિશિષ્ણુકુળની પ્રાપ્તિ (૩) શરીરનું બળ પણ વિશિષ્ટ હોવું (૪) વિશિષ્ટ રૂપની પ્રાપ્તિ (૫) વિશિષ્ટ તપ કરવાની ક્ષમતા (દ) વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ (૭) વિશિષ્ટ લાભની પ્રાપ્તિ (૮) ઐશ્વર્યની વિશિષ્ટપણે પ્રાપ્તિ. - નીચ ગોત્ર કર્મનો અનુભાગ (ફળની પ્રાપ્તિ) : પણ આઠ પ્રકારે રહેલ છે. (૧) જાતિની હીનતા :- માતૃવંશ કલંકિત મળે છે. તેથી અપયશ-અપમાનના કડવા ઘૂંટડા પીવા પડે છે. જાતિનો મદ કરવાથી નીચ ગોત્ર પ્રાપ્ત થાય છે.
(ર) કુળની હીનતા :- કલંકિત પિતૃવંશ મળે છે. કુળનો મદ કરવાથી નીચ ગોત્ર બંધાય છે. દા.ત. ભ.મહાવીરે મરિચિના જન્મમાં કુળનો મદ કર્યો હતો, જેનાથી નીચ ગોત્ર બંધાયું હતું. તેના ફળ સ્વરૂપ છેલ્લા જન્મમાં દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં આવવું પડ્યું હતું. ભિક્ષુક કુળમાં આવવું તે નીચે ગોત્રનું ફળ છે.
(૩) બળની હીનતા - બળનું અભિમાન કરવાથી શરીરબળ અને મનોબળની પ્રાપ્તિ થતી નથી. બિમારીનો સામનો કરવો પડે છે.
(૪) રૂપની હીનતા :- રૂપનો ગર્વ કરવાથી કુરુપતા મળે છે.
(૫) તપની હીનતા :- તપનું અભિમાન કરવાથી અથવા તપ કરનારનું અપમાન | કરવાથી નીચ ગોત્ર મળે છે.
(૬) જ્ઞાનની હીનતા :- જ્ઞાન-શ્રુતનો મદ કરવાથી અથવા જ્ઞાનનો અનાદર થવાથી. દા.ત. શિવભૂતિ મુનિએ જ્ઞાનનો અનાદર કરવાથી “માસતુષ' મુનિના ભવમાં સમ્યકજ્ઞાન માટે વંચિત રહેવું પડતું હતું. પણ મહાવીર સ્વામીનો ભેટો થવાથી અને અતૂટ શ્રદ્ધા થવાથી તે હીનતા દૂર થઈને કેવળજ્ઞાની બન્યા હતા.
(૭) લાભની હીનતા - લાભનો મદ કરવાથી આત્મ લાભની સંપત્તિથી વંચિત રહેવું પડે છે.
() ઐશ્વર્યની હીનતા :- ઐશ્વર્યનું અભિમાન કરવાથી, તેના ફળરૂપે ભૌતિક અને આધ્યાત્મિક ઐશ્વર્યની પ્રાપ્તિ નથી થતી. નિરાશા જ પ્રાપ્ત થાય છે.
તેનું ફળ બે રીતે પ્રાપ્ત થાય છે. સ્વતઃ અને પરતઃ (સ્વયં અને બીજાને આધારે) સંક્ષેપમાં, મનુષ્ય આઠ પ્રકારના અહંકારની જેટલો નજીક જાય છે તેટલા પ્રમાણમાં તેનો આત્મા આત્મભાવોથી દૂર ચાલ્યો જાય છે અને અહંકારથી જેટલો દૂર રહે છે તેટલા પ્રમાણમાં તે આત્મભાવોની નજીક જાય છે. તેથી અભિમાનથી દૂર રહેવું એ જ ગોત્ર કર્મને વિસ્તારથી સમજવાનું ફળ હોવું જોઈએ. એટલે કે નીચ ગોત્રથી દૂર રહી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org