________________
૭૯
સ્વાધ્યાય સુધા ગૂઢ માયા-રહસ્યપૂર્ણ કપટ કરવું. (૩) અસત્ય ભાષણ કરવું. (૪) ખોટા-તોલ માપ રાખવા.
મનુષ્ય આયુષ્ય ઉત્તર પ્રકૃતિ અને કર્મબંધ :- જે કર્મના ઉદયથી મનુષ્ય ગતિમાં જન્મવું પડે તે મનુષ્ય આયુષ્ય કર્મ છે. ચાર કારણોથી આત્મા મનુષ્ય આયુષ્યનો બંધ કરે છે. (૧) સરળતા (૨) વિનમ્રતા (૩) દયાળુતા (૪) ઈર્ષ્યા રહિત થવું-આ ચાર કારણોથી જીવ મનુષ્ય આયુષ્યનો બંધ કરે છે.
દેવાયુષ્ય અને કર્મબંધ :- જે કર્મના ઉદયથી આત્માને અમુક સમય સુધી દેવગતિમાં જીવન પસાર કરવું પડે તેને દેવાયુષ્ય કહે છે. દેવાયુષ્યનો બંધ ચાર પ્રકારે થાય છે. (૧) સરાગ સંયમ. (૨) સંયમ સંયમ. (૩) બાળ તપ (૪) અકામ નિર્જરા.
આયુષ્ય બંધના સૈદ્ધાંતિક નિયમ :- ચાર પ્રકારના આયુષ્યના બંધના કારણોમાં કેટલાક સૈદ્ધાંતિક નિયમ છે અને કેટલા અપવાદ પણ છે.
(૧) દેવો અને નારકીના જીવો તેમનું આયુષ્ય પૂર્ણ કરીને ફરીથી દેવ કે નારકીના આયુષ્યનો બંધ તરત કરી શકતા નથી એટલે એક ભવ પછી બીજો તરતનો ભવ દેવનો કે નારકીનો આવી શકતો નથી. તેમજ દેવ નારકીનાં આયુષ્યનો બંધ કરી શકતો નથી કે નારકી દેવના આયુષ્યનો બંધ કરી શકતો નથી.
(૨) દેવ અથવા નારકીનો જીવ અર્પયામિ તિર્યંચ સંબંધી આયુષ્યનો પણ બંધ કરતો નથી.
(૩) સાતમી નારકીનો જીવ તિર્યંચ આયુષ્યનો જ બંધ કરે છે.
(૪) સમ્યગુદૃષ્ટિ-જે કર્મભૂમિના મનુષ્ય અને તિર્યંચ છે તેઓ કેવળ દેવ આયુષ્ય અને મનુષ્ય આયુષ્યનો બંધ કરી શકે છે. સામાન્ય મનુષ્ય અને તિર્યંચ ચારે પ્રકારની ગતિમાં આયુષ્ય બંધ કરી શકે છે.
આયુષ્ય કર્મને જાણવાનો સાર આ પ્રમાણે છે :- જે ગતિનું આયુષ્ય કર્મ બાંધવું હોય તેને અનુરૂપ પુરુષાર્થ કરવો જોઈએ અને હમેશાં જાગૃત રહેવું જોઈએ. સામાન્યપણે એમ કહેવામાં આવે છે કે બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ અને પૂનમ કે અમાવાસ્યાની તિથિઓમાં આયુષ્ય કર્મ બંધાવાની શક્યતા છે. આટલા માટે જ ઉપરોકત તિથિઓના દિવસે વિશેષ પ્રકારની ધર્મ આરાધના કરવાનો અને પાપોથી બચવાનું વિધાન કરવામાં આવ્યું છે.
(૬) નામ કર્મ :- નામ કર્મને ચિત્રકારની ઉપમા આપવામાં આવી છે. ચિત્રકાર જેમ અનેક પ્રકારના સારા-ખરાબ ચિત્રો બનાવે છે. દા.ત. ચાંડાલ પુત્ર હરિકેશીનું બિભત્સ શરીર તથા અષ્ટાવક્ર ઋષિવરના શરીરની વક્રતાનું કારણ આ નામ કર્મ હતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org