________________
સ્વાધ્યાય સુધા
હોય ત્યારે આત્મા) એક સીધા ઊર્ધ્વ માર્ગમાં ચાલે છે. પરંતુ પછી એક વળાંક, બે વળાંક અને ત્રણ વળાંક આવે છે. વળાંક ઉપર આત્મા ખોટા માર્ગે ચાલી ન જાય તે માટે ત્યાં જીવનું આનુપૂર્વી નામકર્મ ઊભું રહે છે. તેનું કાર્ય જીવને જે માર્ગ ઉપર જવાનું છે તે તરફ લઈ જાય છે. આ પ્રકારે પ્રત્યેક જીવ પોતાની નક્કી થયેલી ગતિઅનુસાર અનુપૂર્વી નામકર્મ બાંધે છે. ગતિ ચાર છે તેથી આ કર્મ પણ ચાર પ્રકારનું છે. (૬૦) નરક આનુપૂર્વી (૬૧) તિર્યંચ આનુપૂર્વી (૬૨) મનુષ્ય આનુપૂર્વી (૬૩) દેવ આનુપસ્વ. સૃષ્ટિમાં કર્મોની કેવી પરિપૂર્ણ અવસ્થા છે. જેનાથી બધું સ્વયં ચાલ્યા કરે છે. સૃષ્ટિના સિંચાલન માટે કોઈ ઈશ્વરની જરૂર નથી. દરેક જીવ પોતાના કર્મ અનુસાર વર્યા કરે છે,
(૧૪) વિહાયોગતિ નામકર્મ :- આ કર્મનો ઉદય જીવના ચાલવા ઉપર પ્રભાવ પાડે છે. ચાલવાની રીત વિહાયોગતિ નામકર્મ આપે છે. આ કર્મ પણ બે પ્રકારનું છે. (૬૪) શુભ વિહાયોગતિ (૬૫) અશુભ વિહાયોગતિ. શુભ વિહાયોગતિ નામકર્મના ઉદયથી તેવા જીવની ચાલ ગમે છે. અશુભ વિહાયોગતિ નામકર્મના ઉદયથી તેવા જીવની ચાલ ગમતી નથી. પ્રથમ માટે હંસ અને બળદની ચાલ. બીજા માટે ઊંટ અને કાગડાની ચાલ.
(૧૫) પરાઘાત નામકર્મ :- (દદ) આ કર્મના ઉદયથી જીવ પ્રતિપક્ષી અને પ્રતિવાદી દ્વારા અપરાજિત રહે છે. જેનું આ કર્મ પ્રબળ હોય તેને જોતાં જ લોક પ્રભાવિત થઈ જાય છે અને તેની વાત માની લે છે. પરાઘાત નામકર્મ મનુષ્યની સફળતાનો આધાર છે. સંસારમાં આ કર્મ બહુ ઉપયોગી છે. આ નામકર્મના પ્રભાવથી બીજાને ધર્મ માર્ગમાં આરુઢ કરી શકાય છે અને દુપ્રભાવથી ખોટા રસ્તા ઉપર પણ ચલાવી શકાય છે.
(૧૬) શ્વાસોચ્છવાસ નામકર્મ :- (૬૭) આ કર્મના ઉદયથી જીવ શ્વાસોચ્છવાસ લે છે. કયા જીવને કેટલા સમયમાં કેટલા શ્વાસોચ્છવાસ ચાલવા જોઈએ તેનો પણ નિયમ હોય છે. શરીરની આ ક્રિયા ઉપર આ નામકર્મનું નિયંત્રણ હોય છે. તે કર્મ શ્વાસોચ્છવાસ કર્મ ઉત્પન્ન કરવાનું કામ કરે છે, નિયમન કરવાનું નહીં.
(૧૭) આતપ નામકર્મ :- (૬૮) આના પ્રભાવથી શરીર ગરમ ન થવા છતાં પણ ઉષ્ણ પ્રકાશ પ્રગટ કરે છે. આપ નામકર્મ સૂર્ય વિમાનના પૃથ્વીકાય જીવોની સાથે સંબંધ રાખે છે, બીજા કોઈ સાથે નહીં. તેનો સ્પર્શ કરવામાં આવે તો તે ઠંડુ લાગે છે. પણ તેમાંથી નીકળતા કિરણો જેમ જેમ દૂર જાય છે તેમ ગરમી વધતી જાય છે.
(૧૮) ઉદ્યોત નામકર્મ :- (દ૯) આના ઉદયથી શરીર દ્વારા ઠંડો પ્રકાશ-શીતળ પ્રકાશ નીકળે છે. આ નામ કર્મના ઉદયથી ચંદ્ર, નક્ષત્ર, ગ્રહ અને તારામંડળના પૃથ્વીકાયના જીવોના શરીર શીતલ પ્રકાશ ફેલાવે છે. દેવો પણ મૂળ વૈક્રિય શરીર છોડી ઉત્તર ક્રિય શરીર ધારણ કરે છે ત્યારે પણ શીતલ પ્રકાશ નીકળે છે. આ પણ ઉદ્યોત નામકર્મનો ઉદય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org