________________
૮૬
સ્વાધ્યાય સુધા જ શરીર મળે છે. એટલે કે એક જ શરીરમાં અનેક જીવોને રહેવું પડે છે. અનેકની સંખ્યા અસંખ્યાત કે અનંત પણ હોઈ શકે છે. દા.ત. બટાકામાં રહેલા જીવો-કંદમૂળમાં રહેલા જીવો સાધારણ શરીર નામકર્મના ઉદયવાળા છે.
(૩૯) દુ:સ્વર નામકર્મ :- (૯૦) આ કર્મના ઉદયથી જીવનો સ્વર અપ્રીતિકારક હોય છે.
(૪૦) દુભગ નામકર્મ :- (૯૧) આ કર્મના ઉદયથી ઉપકારક અને સંબંધીને પણ જીવ અપ્રિય લાગે છે. આ કર્મ દુર્ભાગ્ય જ આપે છે.
(૪૧) અનાદેય નામકર્મ :- (૯૨) આ કર્મના ઉદયથી જીવનું વચન યુક્તિ યુક્ત હોય તો પણ માન્ય થતું નથી. જો કોઈ આપણું વચન માનતું નથી તો સમજવું કે અનાદેય નામકર્મનો ઉદય છે. એમ વિચારવાથી મન શાંત થઈ જાય છે.
(૪૨) અપયશઃ કીર્તિ નામકર્મ : (૯૩) આ કર્મના ઉદયથી અપયશ અને અપકીર્તિ થાય છે.
નામકર્મની ૧૦૩ પ્રકૃત્તિ માટે બંધનનામ કર્મની ૫ ને બદલે ૧૫ થાય તો બાકીની દસ આ પ્રમાણે છે. (૯૪) ઔદારિક-ઔદારિક (૯૫) વૈક્રિય-વૈક્રિય (૯૬) આહારકઆહારક (૯૩) દારિક-તંજસ (૯૮) વૈક્રિય-તૈજસ (૯૯) આહારક-તૈજસ (૧૦૦) ઔદારિક-કાર્પણ (૧૦૧) વૈક્રિય-કાર્પણ (૧૦૨) આહારક-કાર્પણ (૧૦૩) તૈજસ-કાશ્મણ,
નામકર્મ બંધના કારણો : શુભ નામકર્મ ચાર પ્રકારથી બાંધવામાં આવે છે. (૧) કાયાની સરળતા (ર) ભાષાની સરળતા (૩) ભાવોમાં સરળતા-મનના ભાવને સરળ રાખવો. (૪) અવિસંવાદન યો-અર્થાત્ મન-વચન-કાયાના વ્યાપારમાં (પ્રવૃત્તિમાં) એકરૂપપણું હોવું.
અશુભ નામકર્મના પણ ચાર પ્રકાર છે : (૧) કાયાની વક્રતા (૨) ભાષાની વક્રતા (૩) ભાવોમાં વક્રતા (૪) વિસંવાદન યોગ-કપટ કરવાથી અશુભ નામકર્મ બંધાય. છળકપટનો આશરો લઈ મનુષ્ય જન્મ રૂપી અનમોલ ધનને બરબાદ ન કરવું.
નામકર્મનો અનુભાગ-ફળપ્રાપ્તિ :- નામકર્મની અનુસાર પ્રવૃત્તિઓ, ચાલવાની રીત, રૂપરસાદિ જુદા જુદા પ્રકારે પ્રાપ્ત થાય છે. શુભ નામકર્મના અને અશુભ નામકર્મનું ફળ સ્વતઃ અને પરતઃ એમ બે પ્રકારથી અનુભવાય છે.
શુભ નામકર્મનો અનુભાગ (ફળ પ્રાપ્તિ), વિપાક ચૌદ પ્રકારનો છે.
(૧) ઈષ્ટ શબ્દ : જેના વચન આદરપૂર્વક સાંભળવામાં આવે છે એવા આદેય અને પ્રભાવક વચનની પ્રાપ્તિ થવી. (૨) ઈષ્ટ રૂપ (૩) ઈષ્ટ ગંધ (૪) ઈષ્ટ રસ (૫) ઈષ્ટ
વં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org