________________
૮પ
સ્વાધ્યાય સુધા
(૨૮) શુભ નામક:- (૭૯) આ કર્મના પ્રભાવથી નાભિના ઉપરના અવયવ શુભ હોય છે.
(૨૯) સુસ્વર નામકર્મ :- (૮૦) આ કર્મના પ્રભાવથી જીવનો સ્વર પ્રીતિકારક લાગે છે.
(૩૦) સુભગ નામકર્મ : (૮૧) આ કર્મના ઉદયથી કોઈપણ પ્રકારનો ઉપકાર ન કર્યો હોય અને કોઈ પ્રકારથી સંબંધ ન હોય, તોપણ જીવ બીજાઓને પ્રિય લાગે છે. તેમજ સારું કામ કર્યા વિના અથવા પરોપકાર કર્યા વિના પણ લોકપ્રિયતા મળે છે.
(૩૧) આદેય નામકર્મ :- (૮૨) આ કર્મના ઉદયથી જીવનું વચન યુક્તિ યુક્ત હોવાથી આદરણીય અને માન્ય હોય છે.
(૩૨) યશ-કીર્તિ નામકર્મ : (૮૩) આ કર્મના ઉદયથી યશ અને કીર્તિ મળે છે.
(૩૩) સ્થાવર નામકર્મ :- (૮૪) આ કર્મના ઉદયથી જીવ ઈચ્છાપૂર્વક ગતિ કરી શકતા નથી. એકેન્દ્રિય જીવને આ કર્મ ઉદયમાં હોવાથી તેઓ સ્થાવર કહેવાય છે. જીવને એટલે શરીરધારી જીવને સ્થિર રાખવાનું કાર્ય આ કર્મ કરે છે.
(૩૪) સૂક્ષ્મ નામકર્મ :- (૮૫) આ કર્મના ઉદયથી જીવને સૂક્ષ્મ શરીર મળે છે. જે બાહ્ય ચક્ષુ વડે જોઈ શકાતું નથી. સર્વજ્ઞ જ જોઈ શકે છે.
(૩૫) અસ્થિર નામકર્મ :- (૮૬) આ કર્મના ઉદયથી શરીરના અવયવ અસ્થિર હોય છે. જેમ કે-જીભ, નાક, કાન ભવાં આદિ અસ્થિર હોય છે. તે અંગોને જેમ વાળવા ઈચ્છીએ તેમ વાળી શકાય છે, તે અસ્થિર નામકર્મને કારણે થઈ શકે છે. શરીરના અવયવોની સ્થિરતા કે અસ્થિરતાનું મૂળ આ કર્મ છે. પરંતુ નિમિત્તે કારણે અનેક થઈ શકે છે.
(૩૬) અપર્યાપ્ત નામકર્મ :- જે જીવોને પર્યાપ્ત નામ કર્મનો ઉદય નથી હોતો તેને અપર્યાપ્ત નામકર્મ ઉદયમાં આવે છે. તેના ઉદયથી જીવ સ્વ-યોગ્ય પર્યાદ્ધિઓ પૂર્ણ કરી શકતો નથી. તેના પણ પાંચ પ્રકાર છે. (૮૭)
(૩૭) અશુભ નામકર્મ :- (૮૮) આના ઉદયથી નાભિના નીચેના અવયવ અશુભ હોય છે. સામાન્ય રૂપથી મનુષ્યના શરીરના નાભિના ઉપરનો ભાગ શુભ મનાય છે. અને નાભિથી નીચેનો ભાગ અશુભ માનવામાં આવે છે. શરીરના જે અવયવ બીજાને સારા લાગે છે, તે શુભ નામકર્મનો પ્રભાવ છે અને જે અવયવ સારા નથી લાગતા તેને અશુભ નામકર્મનો પ્રભાવ જાણવો.
(૩૮) સાધારણ શરીર નામકર્મ :- (૮૯) આ કર્મના ઉદયથી અનેક જીવોને એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org