________________
८४
સ્વાધ્યાય સુધા
' (૧૯) અગુરુલઘુ નામકર્મ :- (૭૦) આ કર્મના પ્રભાવથી શરીર પ્રમાણયુકત વજનવાળું હોય છે.
(૨૦) તીર્થંકર નામકર્મ : (૭૧) તીર્થંકર પદની પ્રાપ્તિ માટે નિર્માણભૂત કર્મ પુદ્ગલ તીર્થકર નામકર્મ કહેવાય છે.
(૨૧) નિર્માણ નામકર્મઃ (૦૨) શરીરના અવયવોનું વ્યવસ્થિત નિર્માણ કરવામાં હેતુભૂત કર્મ પુદ્ગલ નિર્માણ નામકર્મ કહેવાય છે.
(૨૨) ઉપઘાત નામકર્મ :- (૭૩) આ કર્મના ઉદયથી પોતાના વિકૃત થયેલા અવયવોથી જોશ પામે છે. આ કર્મથી વ્યક્તિ સ્વયં કષ્ટ અનુભવે છે અને ક્યારેક પોતાની ઈચ્છાથી આપઘાત પણ કરી લે છે.
(૨૩) ત્રસ નામકર્મ :- (૭૪) આના ઉદયથી જીવ ઇચ્છાપૂર્વક ગતિ કરવાવાળા હોય છે. સંસારમાં જે જીવ ગતિ કરી શકે છે, તેની ગતિને મર્યાદિત કરવાવાળુ અને જીવને પોતાની ઈચ્છાનુસાર ચાલવાની ક્ષમતા દેવાવાળા કર્મને ત્રસ નામકર્મ કહે છે.
(૨૪) બાદર નામકર્મ :- (૭૫) આ કર્મના ઉદયથી જીવને સ્થૂળ શરીર મળે છે. જે જીવોને આ કર્મનો ઉદય હોય તેને આંખોથી જોઈ શકાય છે.
(રપ) પર્યાપ્ત નામકર્મ (૭૬) :- પર્યાપ્તિનો અર્થ છે શક્તિ. આ કર્મના ઉદયથી જીવ પોતાને યોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરે છે. પર્યાપ્તિના ૬ પ્રકાર છે. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઈન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ, મન પર્યાપ્તિ.
એકેન્દ્રિય જીવોને ચાર પર્યાતિ હોય છે-આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ. વિકેલજિયને પાંચ પર્યાપ્તિ હોય છે. આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા. પંચેન્દ્રિયને છ પર્યાપ્તિ હોય છે.
જે જીવ જન્મે છે તે એકથી ત્રણ પર્યાતિ પૂર્ણ કરે જ છે. ત્રણ પર્યાપ્તિ પૂરી કર્યા વગર કોઈ જીવ મૃત્યુ પામતો નથી.
(૨૬) પ્રત્યેક શરીર નામકર્મ :- (૭૭) આ કર્મના ઉદયથી પ્રત્યેક જીવને પોતાનું સ્વતંત્ર શરીર મળે છે. વનસ્પતિના જીવોને આ નામકર્મનો ઉદય છે. તેને પોતાનું સ્વતંત્ર શરીર હોય છે. પ્રત્યેક નામકર્મના ઉદયથી વૃક્ષના મૂળ, કંદ, ધ, શાખા, છાલ, પાન, ફળ, ફૂલ આદિમાં પૃથક પૃથક જીવ હોય છે.
(૨૭) સ્થિર નામકર્મ :- (૭૮) આના ઉદયથી શરીરના અવયવ સ્થિર હોય છે. જેમ કે દાંત, ડોક અને હાડકાં સ્થિર હોય છે. તેઓ વળી શકતા નથી તેનું કારણ આ સ્થિર નામ કર્મનો ઉદય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org