________________
૮૨
સ્વાધ્યાય સુધા
(૮) સંસ્થાન નામકર્મ :- આનો પ્રભાવ શરીરની રચના-અને તેના દેખાવ પર પડે છે. જે શરીરની રચનામાં વિવિધતા બતાવે છે. આ જ પ્રકારના છે. (૩૪) સમચતુરગ્ન સંસ્થાન. (૩૫) જોધ-પરિમંડલ સંસ્થાન. (૩૬) સાદિ સંસ્થાન (૩૭) કુન્જ સંસ્થાન. (૩૮) વામન-સંસ્થાન. (૩૯) હુંડક સંસ્થાન
સમચતુરગ્ન સંસ્થાન-આના ઉદયથી શરીરના બધા અવયવો સમરૂપથી ચોરસ હોય છે, સપ્રમાણ હોય છે અને હસ્તરેખાઓ શુભ હોય છે. - ગ્રોધ-પરિમંડલ સંસ્થાન :- આના ઉદયના પ્રભાવથી નાભિપ્રદેશથી ઉપરના ભાગ સુલક્ષણયુક્ત હોય છે, પરંતુ નાભિપ્રદેશથી નીચેનો ભાગ પ્રમાણયુક્ત અને સુલક્ષણયુક્ત નથી હોતો.
સાદિ સંસ્થાન :- આના ઉદયના પ્રભાવથી નાભિપ્રદેશથી ઉપરનો ભાગ લક્ષણયુક્ત અને સપ્રમાણ નથી હોતો પરંતુ નીચેનો ભાગ સપ્રમાણ અને સારા લક્ષણોથી યુક્ત હોય છે. - કુન્જ સંસ્થાન :- આના પ્રભાવથી શરીરમાં માથું, ગરદન, હાથ અને પગ આદિ સામુદ્રિક શાસ્ત્રની અનુસાર લક્ષણવાળા હોય છે. પરંતુ છાતી, પેટ વગેરે લક્ષણવાળા નથી હોતા.
વામન-સંસ્થાન :- આમાં માથું ગરદન, હાથ, પગ આદિ લક્ષણહીન હોય છે, પરંતુ છાતી, પેટ વગરે લક્ષણયુક્ત હોય છે.
હુંડક સંસ્થાન :- આના ઉદયમાં કોઈપણ અંગોપાંગ પ્રમાણયુક્ત અને લક્ષણયુક્ત નથી હોતા.
(૯) વર્ણ નામકર્મ :- આ કર્મની અસર શરીરના અંગ ઉપર પડે છે. પાંચ પ્રકારના વર્ણ છે. (૪૦) લાલ (૪૧) પીળો (૪૨) કાળો (૪૩) લીલો (૪૪) સફેદ.
(૧૦) ગંધ નામકર્મ :- આ કર્મની અસર શરીરની ગંધ ઉપર પડે છે. (૪૫) સુગંધ (૪૬) દુર્ગધ.
(૧૧) રસ નામકર્મ :- આ કર્મનો પ્રભાવ શરીરના રસ ઉપર પડે છે.-પાંચ પ્રકારના છે. (૪૭) તીખો (૪૮) કડવો (૪૯) કસાયેલો (૫૦) ખાટો (૫૧) મીઠો.
(૧૨) સ્પર્શ નામકર્મ :- આ કર્મનો ઉદય શરીરના સ્પર્શ ઉપર પ્રભાવ પાડે છે. તે આઠ પ્રકારના છે. (પર) કઠોર (૫૩) મૃદુ (૫૪) ભારે (૫૫) હલકો (પદ) ચિકણો (૫૭) લુખો (૫૮) ઠંડો (૫૯) ગરમ.
(૧૩) આનુપૂર્વી નામકર્મ :- મૃત્યુ પછી આત્મા (એક શરીર છોડી બીજા દેહમાં જતો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org