________________
૭૮
સ્વાધ્યાય સુધા
(૪) અવગાહના આયુષ્ય બંધ :- મૃત્યુ પહેલાં આત્માને મળનારા શરીરની ઊંચાઈનીચાપણાને અવગાહના કહે છે, તેનો બંધ પડી જાય છે.
(૫) પ્રદેશ આયુષ્ય બંધ :- જે જે આત્મપ્રદેશો પર આત્માને સુખ-દુઃખનો ભોગવટો કરવાનો હોય છે, તેને બંધ કરતા પહેલાં થઈ જાય છે.
(૬) અનુભાગ આયુષ્ય બંધઃ- કેવા પ્રકારે ફળ મળશે તેના સામર્થ્યને અનુભાગ કહે છે. આત્માએ બંધાયેલા કર્મના ફળ તેણે તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ રૂપથી ભોગવવું પડે છે અથવા મંદ, મંદતર યા મંદતમ રૂપથી ભોગવવું પડે છે. આનો નિર્ણય પણ મૃત્યુ પહેલાં થઈ જાય છે.
આયુષ્ય કર્મની ઉત્તર પ્રવૃતિઓ - આયુષ્ય કર્મની ચાર ઉત્તર પ્રવૃતિઓ છે (૧) નરકા, (૨) તિર્યંચાયુ (૩) મનુષ્યા, અને (૪) દેવાયુ. સંસારમાં રહેલા જીવોને આ ચાર પ્રકારના આયુષ્યમાં વહેંચવામાં આવ્યા છે. બધા સંસારી જીવ આયુષ્ય કર્મથી યુક્ત રહેલા છે. - નરક આયુષ્ય ઉત્તર પ્રકૃતિ અને કર્મબંધ - જેના ઉદયથી આત્માને ભયંકર વેદના અને યાતના વેઠવી પડે એવી સાત નરકોમાંથી કોઈ એક નરકમાં જીવન પસાર કરવું પડે તેને નરકાયુ કહે છે. ત્યાં આત્માને નિયત સમય સુધી જીવન પસાર કરવું પડે છે. “સ્થાનાંગસૂત્રમાં નરકાયુષ્ય બાંધવાના ચાર કારણો બતાવ્યા છે. (૧) મહાઆરંભ. (૨) મહા પરિગ્રહ. (૩) પંચેન્દ્રિય વધ. (૪) માંસાહાર.
(૧) મહાઆરંભ :- તીવ્ર કુર ભાવોની સાથે અધિક સંખ્યામાં અથવા અધિક પ્રમાણમાં કરવામાં આવેલ કાર્ય મહાઆરંભ કહેવાય છે. મહાઆરંભમાં હિંસક ભાવોને કારણે જીવ નરકગતિનું આયુષ્ય બાંધે છે.
(૨) મહાપરિગ્રહ :- વસ્તુઓ પર અત્યંત મૂચ્છભાવ અથવા આસક્તિ રાખવી તે મહાપરિગ્રહ. મમતા-મૂચ્છભાવ જ વાસ્તવિક રીતે પરિગ્રહનું કેન્દ્ર છે. “મહા’ શબ્દથી મમતામમત્વ ભાવની તીવ્રતા દર્શાવવામાં આવી છે. જેની પાસે સંપત્તિ નથી, પરંતુ સંપત્તિની કલ્પના કરીને જે આસક્તિ કરે છે તે પણ નરકગતિનું આયુષ્ય કર્મ બાંધે છે. મનુષ્ય પાસે સંપત્તિવૈભવ હોય અથવા ન હોય, પણ જ્યાં આસક્તિ છે ત્યાં પરિગ્રહ છે.
(૩) પંચેન્દ્રિય વધ :- પંચેન્દ્રિય જીવોનો પ્રમાદભાવ સાથે સંકલ્પ કરીને વધ કરવો અથવા ક્રૂરતાપૂર્વક દ્વેષને વશ થઈને પંચેન્દ્રિય જીવોનો વધ કરે છે કે ગર્ભપાત કરાવે છે. તેને નરકના આયુષ્યનો બંધ પડે છે.
(૪) માંસાહાર :- માંસ, માછલી, ઈંડા વગેરેનું સેવન કરવું કે કરાવવું પડે તે. - તિર્યંચ આયુષ્ય કર્મ :- તે બાંધવાના ચાર કારણો છે. (૧) માયા-કપટ કરવું (૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org