________________
સ્વાધ્યાય સુધા અને મૃત્યુ આદિ અવસ્થાઓ પ્રાપ્ત થાય છે. મોટે ભાગે લોકો અસહ્ય વેદનાથી છૂટકારો મેળવવા માટે શીઘ મૃત્યુ ઈચ્છે છે, પરંતુ જ્યાં સુધી આયુષ્ય કર્મ પૂરું ન થાય ત્યાં સુધી મૃત્યુ થઈ શકતું નથી. દેવગતિના દેવોને પોતાના સુખવૈભવ છોડવાની ઈચ્છા હોતી નથી અને મનુષ્ય પણ પોતાની સમૃદ્ધિ છોડવા ઈચ્છતો નથી, તોપણ તેમણે આયુષ્ય પૂર્ણ થતાં વિવશતાથી, બધુ છોડીને ચાલ્યા જવું પડે છે. નરકગતિમાં જીવો પણ પળે પળે મૃત્યુની ઇચ્છા કરે છે, પરંતુ ત્યાંથી તેઓ પણ આયુષ્ય પૂરું થયા પહેલાં નીકળી શકતા નથી. જયારે આયુષ્ય કર્મ પૂરું થવા આવે છે, ત્યારે દુનિયાની કોઈ શક્તિ તેને રોકી શકતી નથી. આયુષ્ય કર્મ પૂરું થતાં જ જીવન લીલા સમાપ્ત થઈ જાય છે. - આયુષ્ય કર્મ ક્યારે બંધાય છે :- આ સંસારમાં ચાર પ્રકારના જીવો છે. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ. દેવો અને નારકીઓનું છ માસનું આયુષ્ય બાકી રહે ત્યારે નવું આયુષ્ય બંધાય છે. મનુષ્ય અને સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયનું આયુષ્ય વર્તમાન જન્મના નિશ્ચિત આયુષ્યનો બે ભાગ પૂરા થતાં બંધાય છે. જો એ સમયે આયુષ્ય ન બંધાય તો બાકી રહેલા ૧/૩ આયુષ્યના બે ભાગ પૂરા થતાં બંધાય છે. આમ કરતાં કરતાં અંતિમ અંતર્મુહૂર્તમાં આયુષ્ય અવશ્ય બંધાઈ થાય છે.
અતિ મંદ પરિણામ-ભાવ તેમજ અત્યંત તીવ્ર પરિણામ-ભાવ આયુષ્ય બંધ માટે અયોગ્ય છે. કારણ કે આયુષ્ય કર્મનો સ્વભાવ જ એવો છે. અત્યંત મંદ અને અત્યંત તીવ્રના મધ્યમાં અવસ્થિત મધ્ય પરિણામમાં જ યથાયોગ્ય રૂપથી આયુષ્ય કર્મ બંધાય છે. વર્તમાન શરીરને છોડતાં પહેલાં ભાવી શરીરનાં આયુષ્ય કર્મનો બંધ થઈ જાય છે. - આકસ્મિક મૃત્યુ શા માટે અને કેવી રીતે ? : આયુષ્ય કર્મ બે પ્રકારના છે. અપવર્તનીય (સોપક્રમ) અને અનપવર્તનીય (નિરૂપક્રમ) આયુષ્ય. નિરુપક્રમ આયુષ્ય વચ્ચે તૂટી શકતું નથી. આ પ્રકારનું આયુષ્ય દેવ, નારકી, તીર્થકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવાદિ ઉત્તમ પુરુષ, ચરમશરીરી અને અસંખ્યાત વર્ષ જીવવાવાળા અકર્મ ભૂમિના મનુષ્ય અને કર્મભૂમિમાં ઉત્પન્ન થવા વાળા યુગલિક મનુષ્ય અને તિર્યંચ ને હોય છે.
અપવર્તનીય (સોપક્રમ) આયુષ્યમાં શસ્ત્રાદિનું નિમિત્ત મળતાં બાંધેલું આયુષ્ય વહેલું પૂરું થઈ જાય છે. આમાં આયુષ્ય કર્મ શીઘ્રતાથી ભોગવી લેવામાં આવે છે. એટલે કે આયુષ્યનો ભોગવટો ક્રમસર ન થતાં આકસ્મિક રૂપથી થાય છે. આને અકાળ મૃત્યુ કહેવામાં આવે છે. બાહ્ય કારણોનું નિમિત્ત પામીને બાંધેલું આયુષ્ય અંતર્મુહૂર્તમાં અથવા સ્થિતિ પૂર્ણ થતાં પહેલાં શીઘ્રતાથી એક સાથે ભોગવી લેવામાં આવે છે. ઉપક્રમનો અર્થ એ થાય છે આઘાત અથવા ધક્કો લાગવો. આત્મહત્યા કરવાવાળા અથવા દુર્ઘટનામાં મરવાવાળાનું આયુષ્ય “સોપક્રમ કહેવાય છે. નિરુપક્રમ આયુષ્યવાળાને આઘાત તો લાગે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org