________________
૭૪
સ્વાધ્યાય સુધા
રાખવાથી, નીતિ-ધર્મયુકત આચાર-વિચારમાં અરૂચિ રાખવાથી, બીજાના ચિત્તને આકર્ષિત કરવાથી, મેલી વિદ્યા આદિથી અને ઈન્દ્રિયોના વિષયમાં રમણતા કરવાથી રતિ નોકષાય મોહનીય કર્મ બંધાય છે.
(૩) અરતિ નોકષાય કર્મબંધ :- બીજાનું સુખ જોઈને પોતે ઉદાસ થવાથી, ઈર્ષ્યા કરવાથી, દુષ્ટ સ્વભાવ રાખવાથી, પાપયુક્ત કાર્યોમાં પ્રોત્સાહન કરવાથી, સંયમમાં અરૂચિ અને અસંયમમાં તીવ્ર રૂચિ રાખવાથી આ કર્મ બંધાય છે. પોતાની નજીક રહેવાવાળા સ્નેહી-સ્વજનોને માનસિક પીડા પહોંચાડવાવાળો પોતાની માનસિક પીડા વધારી રહ્યો છે, માનસિક અશાંતિને આવકારી રહ્યો છે. મનની બધી પીડાઓનું મૂળ કારણ “અરતિ’ નો કષાય છે.
(૪) શોક નોકષાય કર્મબંધ :- પોતે રડવું, બીજાને રડાવવું, શોકથી આકુળ-વ્યાકુળ થવું, છાતી ફૂટવી અથવા બીજાને શોક ઉપજાવવા-આદિ કાર્યોથી આ કર્મ બંધાય છે.
(૫) ભય નોકષાય કર્મબંધ :- પોતે ભયભીત રહેવું, બીજા જીવોને ડરાવવાથી, બીજાને દુ:ખી કરવાથી, બીજાની સાથે નિર્દયતાપૂર્ણ વ્યવહાર કરવાથી, ભય ઉત્પન્ન કરે એવા દેશ્ય જોવાથી, ભયજનક વાતો સાંભળવાથી તથા મનમાં અનેક પ્રકારની શંકાકુશંકા કરીને પોતે તથા બીજાને ભયભીત રાખવાથી આ કર્મ બંધાય છે.
(૬) જુગુપ્સા નોકષાય કર્મબંધ :- સાધુ સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની નિંદા અથવા ઘણા કરવાથી, સદાચારી વ્યક્તિની નિંદા અથવા ધૃણા કરવાથી, તેમની બદનામી કરીને લોકસમુદાયમાં તેમના પ્રતિ ધૃણા ફેલાવવાથી આ જુગુપ્સા મોહનીય કર્મ બંધાય છે.
કોઈને ગંદા અથવા મેલવાળા જોઈને મોઢું બગાડવાથી પણ આ કર્મ બંધાય છે. તેથી જીવ આખા વિશ્વમાં વૃણાપાત્ર બની જાય છે. વાસ્તવમાં ધૃણા છે તે વ્હાયની સંકીર્ણતા છે. કોઈના પ્રતિ લાંબા સમય સુધી ધૃણાભાવ રાખવાથી એનઝાઈમ, દમ આદિના રોગોનો ભોગ બની જવાય છે. બાઈબલ અનુસાર જે પોતાના બંધુવર્ગની સાથે ધૃણા કરે છે તે અપરાધી છે. ધૃણા કરવી જ હોય તો વ્યક્તિના દુર્ગુણોની કરવી પણ વ્યક્તિની નહીં.
(૭) સ્ત્રીવેદ નોકષાય કર્મબંધ :- દિવસ-રાત વિષાદમાં રહેવાથી, બીજાની ઈર્ષ્યા કરવાથી, વિષય સુખોમાં ગાઢ આસક્તિ રાખવાથી અથવા અસત્ય બોલવાથી જીવ સ્ત્રીવેદ' નોકષાય કર્મ બાંધે છે. આ કર્મ જીવને સ્ત્રીરૂપ પ્રદાન કરે છે.
(૮) પુરુષવેદ નોકષાય કર્મબંધ :- જે પુરુષ પરસ્ત્રીનો ત્યાગ કરીને પોતાની સ્ત્રીમાં સંતુષ્ટ રહે છે તે “પુરુષવેદ' કર્મ બાંધે છે. જે સ્ત્રી અથવા પુરુષના કષાય મંદ હોય છે અને પ્રકૃતિ સરળ હોય છે. તે પણ આ પ્રકારનું કર્મ બાંધે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org