________________
સ્વાધ્યાય સુધા
સ્વાભાવિક પ્રસન્નતા જોવામાં આવતી નથી. જીવની આવી સ્થિતિનું કારણ ‘અરરિત નોકષાય' કર્મ છે.
૭૨
(૪) શોક નોકષાય :- જે કર્મના ઉદયથી સકારણ અથવા અકારણ શોક, ચિંતા, તનાવ તથા ઈષ્ટ વિયોગ અથવા અનિષ્ટ સંયોગથી માનસિક કલેશ થાય છે તેને શોક મોહનીય કર્મ કહેવાય છે. આ કર્મના ઉદયથી ઘણા જીવો છાતી કૂટીને કરૂણ આક્રંદ કરતા જોવામાં આવે છે. રડવું અથવા શોક સાગરમાં ડૂબી જવું તે પણ આ કર્મનો પ્રભાવ છે.
(૫) ભય નોકષાય ઃ- જે કર્મના ઉદયથી સકારણ અથવા ઉદ્વેગ ઉત્પન્ન થાય તો તેને ભય મોહનીય કર્મ કહેવાય છે. આ પોતાના વિચાર અને કલ્પાનાઓથી ભયભીત રહેતો હોય છે. પ્રકારના વિચાર આવતા હોય છે કે, ‘મને કોઈ ગોળી મારી દેશે તો ?’ ‘સ્વપ્રમાં મારું કોઈ ગળું દબાવી દેશે તો, ‘મને કેન્સર થશે તો મારું શું થશે ?' આ પ્રકારની
આશંકાઓથી તે હંમેશા ભયભીત રહે છે.
(૬) જુગુપ્સા નોકષાય ઃ- જે કર્મના ઉદયથી સકારણ અથવા અકારણ ઘૃણાજનક સજીવ કે નિર્જીવ પદાર્થો પ્રતિ ગ્લાનિ, નફરત, ઈર્ષ્યાદિ ભાવ ઉત્પન્ન થાય તેને જુગુપ્સા મોહનીય કર્મ કહેવાય છે. આ કર્મનો પ્રભાવ ન હોય તો જુગુપ્સા થવાનું પ્રબળ કારણ સામે હોવા છતાં જુગુપ્સા ઉત્પન્ન થતી નથી.
કારણ વગર ડર અથવા કર્મના પ્રભાવથી મનુષ્ય તેના મનમાં સતત આ
(૭) સ્ત્રીવેદ નોકષાય ઃ- જે કર્મના ઉદયથી સ્રીને પુરુષની સાથે રમવાની ઈચ્છા થાય તેને સ્ત્રીવેદ કહેવાય છે. આ સ્રીના કામ સંબંધી વિકાર છે. સ્ત્રીમાં પુરુષ સાથે ભોગની અભિલાષા ઉત્પન્ન કરવાવાળા કર્મને સ્રીવેદ નોકષાય કહેવાય છે. જેઓમાં સ્ત્રીવેદ કર્મ પ્રબળ નથી હોતું તેના મનમાં વાસના ઓછી હોય છે. આ એક મનોજનિત કામવિકાર છે જે સ્ત્રીવેદ નોકષાય મોહનીય કર્મના ઉદયનું ફળ છે.
(૮) પુરુષવેદ નોકષાય :- જે કર્મના ઉદયથી પુરુષને સ્ત્રી સાથે રમણ કરવાની ઈચ્છા થાય તેને પુરુષવેદ નોકષાય કહેવાય છે અર્થાત્ જે કર્મથી પુરુષને સ્ત્રીની સાથે ભોગ ભોગવવાની ઈચ્છા ઉત્પન્ન થાય તેને પુરુષવેદ કહેવાય છે. તપ અને જ્ઞાનથી આ કર્મને શાંત કરી શકાય છે.
(૯) નપુંસકવેદ નોકષાય :- જે કર્મના ઉદયથી સ્રી અને પુરુષ બન્ને સાથે રમણ કરવાની ઈચ્છા થાય તેને નપુંસકવેદ કહેવાય છે. આ નોકષાય પ્રબળરૂપથી જાગૃત થાય છે પરંતુ આત્મશક્તિ પ્રબળ બને તો આના પ્રબળ પ્રભાવને નિષ્ફળ કરી શકાય છે. મોહનીયના કર્મબંધના કારણ : સામાન્યપણે મોહનીય કર્મનો બંધ છ કારણોથી થાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org