________________
૭૩
સ્વાધ્યાય સુધા છે. (૧) તીવ્ર ક્રોધ કરવાથી (૨) તીવ્ર માન કરવાથી (૩) તીવ્ર માયા કરવાથી (૪) તીવ્ર લોભ કરવાથી (પ) તીવ્ર દર્શનમોહથી (૬) તીવ્ર ચારિત્રમોહથી.
ઉત્તર પ્રવૃતિઓની અપેક્ષાએ દર્શનમોહનીય તથા ચારિત્રમોહનીય કર્મબંધના કારણ જુદા જુદા કહ્યા છે. સ્થાનાંગ સૂત્રો અનુસાર દર્શન મોહનીય કર્મના પાંચ કારણ બતાવ્યા છે.
(૧) અરિહંત ભગવંતોના અવર્ણવાદ (નિંદા) કરવાથી (૨) અરિહંત પ્રણીત ધર્મના અવર્ણવાદ કરવાથી (૩) આચાર્ય - ઉપાધ્યાયના અવર્ણવાદ કરવાથી (૪) શ્રમણ શ્રમણી, શ્રાવકશ્રાવિકારૂપ ચર્તુવિધ સંઘનો અવર્ણવાદ કરવાથી.
(૫) તપસ્વી અને બ્રહ્મચારીનો અવર્ણવાદ કરવાથી મોહનીય કર્મનો બંધ થાય છે. ક્રોધ, માનાદિ કષાય તથા હાસ્ય આદિ નોકષાયોમાં આસક્ત જીવો ચારિત્ર-મોહનીય કર્મનો બંધ કરે છે.
કષાયોની ઉદય અવસ્થામાં આત્માથી થવાવાળા તીવ્ર પરિણામોને કારણે ચારિત્રમોહનીય કર્મ બંધાય છે. જયારે કષાયોને વશ થઈ આત્મા એકદમ ઉદ્વિગ્ન થાય છે ત્યારે આત્માના તીવ્ર કલુષિત ભાવ જ કષાય ચારિત્ર મોહનીય કર્મના બંધનું કારણ બને છે. જેમ કે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભના ઉદયથી વ્યાકુળ આત્મા અનુંતાનું બધી કષાયનો બંધ કરે છે. જયારે મન ક્રોધી, અભિમાની, માયાવી અથવા લોભી બને છે તો કષાય મોહનીય કર્મ બંધાય છે. તાત્પર્ય એ છે કે કષાયોમાં જોડાવાથી કષાયોનાં બંધ થાય છે. ક્રોધ અને માન હૈષના રૂપ છે. જ્યારે માયા અને લોભ રાગના રૂપ છે. એટલા માટે રાગ તથા ટ્રેષથી કષાય મોહનીય કર્મ બંધાય છે. - નોકષાય મોહનીય કર્મબંધના કારણઃ હાસ્યાદિ નોકષાયોથી વ્યાકુળ આત્મા હાસ્યાદિ નોકષાય મોહનીય કર્મ બાંધે છે. અર્થાત્ નોકષાય મોહનીય કર્મના ઉદયથી જ નોકષાય મોહનીય કર્મ બંધાય છે.
(૧) હાસ્ય નોકષાય કર્મબંધ : વ્યર્થ પ્રલાપ કરવાથી, નિષ્ઠયોજન બહુ જોર-જોરથી હસવાથી, ત્યાગી-તપસ્વીઓની મશ્કરી કરવાથી, દીન, નિર્ધન, વિકલાંગ અથવા અભાવ પીડિત પ્રાણીઓની મજાક કરવાથી અથવા બીજાની હસવા દ્વારા અવગણના કરવાથી, બીજાને હસાવવા માટે ભાંડ, વિદૂષક જેવી ચેષ્ટા કરવાથી હાસ્ય નોકષાય કર્મ બંધાય છે.
(૨) રતિ નોકષાય કર્મબંધ - વિવિધ પ્રકારની ક્રિડાઓમાં તથા ચિત્ર-વિચિત્ર દશ્યો રસપૂર્વક જોવાથી અથવા કામભોગોમાં તીવ્ર રૂચિ રાખવાથી, પાપના કાર્યોમાં રૂચિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org