________________
સ્વાધ્યાય સુધા
૭૧
છે, નોકષાય મોહનીય કર્મના પ્રભાવથી મનુષ્ય ક્યારેક હસે છે તો ક્યારેક રડે છે, ક્યારેક ખુશ થાય છે તો ક્યારેક દુઃખી, ક્યારેક ભયાકુળ બને છે તો ક્યારેક નિર્ભય. ક્યારેક અણગમતી વસ્તુ જોઈને નાકનું ટેરવું ચડાવે છે તો ક્યારેક સ્વસ્થ દેખાય છે.આ બધા પ્રકારના મનોભાવ નોકષાય કર્મ દ્વારા પ્રેરિત છે.
નોકષાય મોહનીય કર્મના નવ ભેદ બતાવવામાં આવ્યા છે. (૧) હાસ્ય (૨) રતિ (૩) અરતિ (૪) શોક (૫) ભય (૬) જુગુપ્સા (૭) સ્ત્રીવેદ (૮) પુરુષવેદ (૯) નપુસંકવેદ.
(૧) હાસ્ય નોકષાય :- કેટલાક જીવો કારણથી હસે છે, કેટલાક કારણ વગર હસે છે. કોઈને હાસ્યરૂપ વાત સાંભળીને હસવું આવે છે તો કોઈને તેવું દશ્ય જોઈને હસવું આવે છે. અનેકવાર મનુષ્યને કોઈ હાસ્યજનક દશ્ય સામે ન જોવા, ન સાંભળવા તથા ન વાંચવા છતાં હસવું આવે છે. મનુષ્ય કારણ વગર કે કારણથી હસતો હોય છે પણ બધાની પાછળ એક અદશ્ય કારણ રહેલું છે તે છે હાસ્ય-મોહનીય કર્મ. આ કર્મના ઉદયથી ભાંડ, વિદૂષક આદિની ચેષ્ટા જોઈને હસવું આવે છે અથવા કોઈની મશ્કરી કરીને હસવું આવે છે. આ કર્મ હાસ્ય ઉત્પાદક હોવાથી તેને હાસ્ય નોકષાય મોહનીય કર્મ કહેવાય છે.
(૨) રતિ નોકષાય - જે કર્મના ઉદયથી સજીવ અથવા નિર્જીવ પદાર્થો પ્રતિ કારણથી કે કારણવગર રાગભાવ, પ્રીતિ અથવા રૂચિ પેદા થાય તેને રતિ નોકષાય મોહનીય કહેવાય છે. જ્યારે આત્મા કોઈ નિમિત્ત પામીને અથવા નિમિત્ત વગર આંતરિક ખુશી અથવા પ્રમોદનો અનુભવ કરે છે તો તેનું મૂળ કારણ રતિ નોકષાય મોહનીય કર્મ છે. રતિ કષાયના પ્રભાવથી જીવો ઈષ્ટની પ્રાપ્તિ થવાથી અથવા પ્રિય વસ્તુની પ્રાપ્તિ થવાથી પ્રસન્ન જોવામાં આવે છે. અનિષ્ટ અને અપ્રિયનો વિયોગ થવાથી પણ ઘણા જીવોના ચિત્ત ઉલ્લાસિત જોવામાં આવે છે. જયારે ઘણા જીવો બધી જ પરિસ્થિતિમાં પ્રસન્નચિત્ત જોવામાં આવે છે, જ્યાં ચિત્તને પ્રસન્ન રાખવાનું કારણ પ્રત્યક્ષ હોય કે ન હોય છતાં તે જીવો બધો જ સમય પ્રસન્નતાનો અનુભવ કરતા હોય છે.
(૩) અરતિ નોકષાય :- સજીવ તથા નિર્જીવ વસ્તુઓ પ્રતિ કારણથી કે કારણ વગર દ્વેષભાવ, ધૃણા, અરુચિ અથવા નફરત આદિ ભાવો થવા તેને અરતિ નોકષાય મોહનીય કર્મ કહેવાય છે. સંસારમાં મોટા ભાગના જીવો અરતિ નામના નોકષાય સહિત જોવામાં આવે છે. દુઃખનું કે અપ્રીતિ થવાનું કારણ હોય કે ન હોય છતાં તેઓ પ્રસન્નચિત્ત રહી શકતા નથી. ગમે તેટલી સારી વાત હોય, સુંદર વસ્તુ હોય, સારું દશ્ય અથવા અનુકૂળ સંયોગ મળવા છતાં તેઓ ગમગીન અથવા આનંદરહિત રહે છે. એમના મુખ પર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org