________________
સ્વાધ્યાય સુધી
પ્રત્યાખ્યાનાવરણીય માયા-ચાલતા બળદના મૂત્રની ધારા જેવો છે. જેવી રીતે મૂત્રની ધારા જમીન પર વાંકી-ચૂકી પડેલી છે તે હવા આદિથી સૂકાઈ જાય છે તેવી જ રીતે પ્રત્યાખ્યાનાવરણીય માયા પણ અલ્પ પ્રયાસથી સરળતામાં પરિવર્તિત થઈ જાય છે.
૦૭
પ્રત્યાખ્યાનાવરણીય લોભ ગાડીના પૈડામાં રહેલી મેસ જેવો અથવા આંખમાં આંજવાની મેસ જેવો હોય છે જે થોડા જ પ્રયત્ન કરવાથી નાશ પામે છે.
સંજ્વલન કષાય : જે કષાયના ઉદયથી આત્માને યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થતી નથી તે સંજવલન કષાય છે. આ કષાય કેવળજ્ઞાનની ઉત્પત્તિ થવામાં બાધારૂપ થાય છે. આ કષાયથી, ઉપસર્ગ અથવા કષ્ટ આવવાથી સાધુના ચિત્તની સમાધિ અને શાંતિ રહેતી નથી પણ આ કષાયની અસર પણ લાંબો સમય ટકતી નથી. આ કષાયની અવિધ વધારેમાં વધારે ૧૫ દિવસની હોય છે. આ કષાયને કારણે જીવ દેવગતિમાં ઉત્પન્ન થાય એવા કર્મોને ગ્રહણ કરે છે.
સંજ્વલનનો ક્રોધ એ પાણીમાં દોરેલી લીટી જેવો છે જે પછી શાંત થઈ જાય છે. આ પ્રકારનો ક્રોધ બહુ સામાન્ય હોય છે. ક્રોધનો આવેગ આવતાં આત્મા તેનાથી થોડો પ્રભાવિત થઈ જાય છે પણ તરત પાછો સ્વભાવમાં આવી જાય છે.
સંજ્વલનનું માન એ વેલીના સ્તંભ સમાન છે. જેમ પાંદડાની વેલીનો સ્તંભ જરાપણ પરિશ્રમ વિના નમી જાય છે, તેવા જ પ્રકારે જે માન સહજ છૂટી જાય તે સંજવલન પ્રકારનું માન છે.
સંજ્વલન માયા વાંસના છોડા જેવી હોય છે જે થોડી જ વક્ર હોય છે. જેમ વાંસના છોડાની છાલ જે વંકાઈ છે તે ઓછા પ્રત્યને સીધી થઈ જાય છે, તેવી રીતે જે માયા પોતાની મેળે સરળતાથી દૂર થઈ જાય છે તે સંજવલન પ્રકારની માયા છે.
સંજ્વલન લોભ એ હળદરના રંગ જેવો છે. જેમ વસ્ત્ર ઉપર લાગેલો (સૂકી) હળદરનો રંગ જલ્દીથી નીકળી જાય છે, તેવી જ રીતે જે લોભ ઓછા પ્રયત્ને એની મેળે દૂર થઈ જાય છે તે સંજ્વલન પ્રકારનો લોભ છે.
નોકષાયમોહનીય : ચારિત્ર મોહનીયનો બીજો પ્રકાર નોકષાય મોહનીય છે. તેને નોકષાય વેદનીય પણ કહે છે. અહીં ‘નો' શબ્દનો અર્થ ઈષત, અલ્પ અથવા સહાયક થાય છે. એટલે નોકષાયનો અર્થ અલ્પ-કષાય અથવા સહાયક કષાય છે. જે કષાયના સહવર્તી છે તે નો-કષાય કહેવાય છે. ક્રોધ, માનાદિ કષાયો સાથે જ નોકષાય પણ ઉદયમાં આવે છે અને તેને ઉત્તેજિત કરે છે. કર્મગ્રંથમાં નોકષાયના સંદર્ભમાં કહ્યું છે કે ‘જે કષાય નથી, પણ કષાયના સહવર્તી છે, કષાયના ઉદય સાથે જેનો ઉદય થાય છે, કષાયને ઉત્પન્ન કરવામાં તથા તેને ઉત્તેજિત કરવામાં સહાયક છે તે નોકષાય કહેવાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org