________________
૧૩
સ્વાધ્યાય સુધા - તેમાંથી કોઈક જ જીવ, જોગાનુજોગ પ્રાપ્ત થયે, અકામનિર્જરા કરતાં અતિ બળવાન થઈ તે ગ્રંથિને મોળી પાડી અથવા પોચી કરી આગળ વધી જાય છે.
અકામ નિર્જરાથી જીવ ગ્રંથિ નજીક આવી શકે છે; પણ ગ્રંથિભેદની નજીક જવા માટે અથવા ગ્રંથિભેદ કરવા માટે તો યોગાનુયોગનું મળવાપણું જ કામ કરે છે. કોઈક જ જીવ શરૂઆતથી પ્રબળ પુરુષાર્થ કરી આગળ વધી શકે છે. ગ્રંથિભેદ કરવાની દુર્લભતા બતાવવા માટે જ “કોઈક જ” શબ્દ વાપર્યો લાગે છે.
અનંતકાળથી જીવને ચાર ગતિનું ભ્રમણ અકામ નિર્જરાથી થઈ રહ્યું છે. તે અકામ નિર્જરાની હાજરીમાં જ્યારે કોઈ જીવને યોગાનુયોગની પ્રાપ્તિ થાય છે, તેથી તેમાં સકામ નિર્જરાના થોડા ઘણા અંશો ભળે છે ત્યારે પણ અકામ નિર્જરા તો ચાલુ જ હોય છે; પણ યોગાનુયોગની હાજરીમાં અકામ નિર્જરાથી જીવને ગ્રંથિભેદની આગળની ભૂમિકાઓની પ્રાપ્તિ થાય છે. એટલે કે ગ્રંથિભેદની નજીક જવું, અતિ બળવાન થવું, ગ્રંથિને પોચી પાડવી અને ગ્રંથિનો ભેદ કરવો-આ પાત્રતાની પ્રાપ્તિ થાય છે. તેથી પરમાર્થ માર્ગમાં અકામ નિર્જરાને જોગાનુજોગની પ્રાપ્તિ થયા પછી પણ શરૂઆતમાં જરૂરી ગણી છે. પણ યોગાનુયોગની પ્રાપ્તિ થતાં સકામ નિર્જરાની શરૂઆત થઈને પછી સકામ નિર્જરા મુખ્યપણે ભાગ ભજવે છે અને અકામ નિર્જરાનું બળ ક્રમેક્રમે ક્ષીણ થતું જાય છે.
અતિ બળવાન થવું એટલે પરમાર્થ માર્ગમાં કોઈ કરવાની ક્રિયા તે પુરુષાર્થ નથી, પણ જેટલી સહજતા-વીતરાગતા પ્રગટે તેટલો પુરુષાર્થ કહેવાય. તેને જ બળવાનપણું કહ્યું છે. સ્વસ્વરૂપના અવલંબનથી અને પરની વિસ્મૃતિ થવાથી સ્વસંવેદનના આકર્ષણ રૂપે જે સ્થિરતા ટકેલી છે, તેનું નામ અતિ બળવાનપણું છે. સહજતાના પુરુષાર્થ વડે જ ગ્રંથિભેદ થઈ જાય છે. સ્વસ્વરૂપના અવલંબનથી અને પરની વિસ્મૃતિ થવાથી, વસંવેદનના આકર્ષણ રૂપે જે સ્થિરતા ટકેલી છે, તેનું નામ અતિ બળવાનપણું છે.
ગ્રંથિ એટલે અજ્ઞાનની-મિથ્યાત્વની-વિપરીત માન્યતાની ગાંઠ, ગ્રંથિમાં ભેદ કરવો એટલે તે માન્યતામાં તરડ પડવી, માન્યતાની પક્કડ ઢીલી પડવી, બીજી માન્યતા સ્વીકારવા વિચારણાને સ્થાન આપવું.
જેમ ગાંઠ ઢીલી થઈ, પણ ગાંઠ દેખાય છે ત્યાં સુધી ગાંઠ નીકળી નથી તેમ કહેવાય. તેવી રીતે ગ્રંથિ ગમે તેટલી નબળી કે પોચી પડે તો પણ તેનો સર્વથા ભેદ ન થાય, ગ્રંથિ નાશ ન પામી જાય ત્યાં સુધી ગ્રંથિભેદ થયો કહેવાય નહિ. ગ્રંથિનો ભેદ થતાં ગ્રંથિનું અસ્તિત્વ રહેતું નથી.
મોહનીયના કારણે મૂળ લક્ષ ચૂકી જવું તે મોહનીયનું રૂપાંતર સમજાવું છે. મોહનીયના કારણે રૂપાંતર સમજાયા પછી તેને સાચું માનીને આગળ વધવું તે ગ્રંથિન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org