________________
સ્વાધ્યાય સુધા
૫૫
આંખો જોઈને ઈર્ષ્યા કરવાથી અથવા તેની આંખો ફૂટી જાય તો સારું તેવો ભાવ મનમાં લાવવાથી. (૪) બીજા જીવોની આંખો ફોડી નાખવાથી. (૫) રોષવશ આક્રોશપૂર્ણ વચન કહેવાથી “શું તારી આંખો ફૂટી ગઈ છે ? શું તું આંધળો છે ?-આવા વચનોથી પણ આ કર્મ બંધાય છે. આ કર્મનું નિવારણ જેવા જીવોની સહાયતા-તેની સેવા કરવાથી થઈ શકે.
() અચક્ષુદર્શનાવરણીય કર્મ :- ચક્ષુ ઈન્દ્રિયને છોડીને બાકીની ચાર ઈન્દ્રિયોથી અને મન વડે શબ્દાદિ પદાર્થોનું સામાન્યજ્ઞાન-બોધ થવો તે અચક્ષુ દર્શન છે. આ અચક્ષુદર્શનને આવરણ કરવાવાળું કર્મ અચક્ષુદર્શનાવરણીય કર્મ કહે છે. દર્શનાવરણીય કર્મના આવરણથી મન અને ઈન્દ્રિયોથી વસ્તુનો સામાન્ય બોધ નથી થતો.
અચક્ષુદર્શનાવરણીય કર્મને કારણે જીવ આંધળો બની શકે છે, મૂંગો બની શકે છે, સુંઘવાની શક્તિ જતી રહે છે, સ્પર્શનો અનુભવ થતો નથી અને મનથી પાગલ અથવા અર્ધ પાગલ બની શકે છે. મનને અસ્વસ્થ અને વિચાર શૂન્ય બનાવવાવાળું આ કર્મ છે, જેના પ્રભાવથી મનુષ્ય નથી વિચારી શકતો કે નથી ચિંતન-મનન કરી શકતો. મનનું વિક્ષિપ્તપણું આ કર્મને કારણે છે.
જો આ કર્મ ‘નિકાચિત હોય તો ઔષધ અથવા મંત્રાદિનો પ્રયોગ સફળ થતો નથી. અને “અનિકાચિત રૂપથી બાંધ્યું હોય તો ઔષધ કે ઉચિત મંત્રો વડે મન અને ઈન્દ્રિયો સ્વસ્થ બની શકે છે.
અચક્ષુદર્શનાવરણીય કર્મ બાંધવાના કારણો :- (૧) બહેરી વ્યક્તિનો ઉપહાસ કરવોઅવહેલના કરવી. (૨) કોઈ આપણી વાત ન સાંભળતો હોય તો આક્રોશપૂર્વક કહેવું કે શું તું બહેરો છે ? સાંભળતો નથી ? (૩) જ્યારે કોઈ આપણી વાતનો જવાબ ન આપે ત્યારે ક્રોધથી કહેવું કે “શું તું મૂંગો છે અથવા “મોઢામાં જીભ નથી કે શું?” (૪) બહેરા અને મૂંગા વ્યક્તિ પ્રત્યે હસવાથી, એમને સતાવવાથી, બહેરા અથવા મૂંગા હોવાનો અભિનય કરવાથી, તેમના પ્રત્યે ક્રોધ કરવાથી, તિરસ્કાર કરવાથી આ કર્મ બંધાય છે.
આ કર્મના ઉદયથી વ્યક્તિ બહેરો મૂંગો બને છે. આવું જ નાક અને શરીરની ચામડીના વિષયમાં પણ જાણવું.
અચક્ષુદર્શનાવરણ કર્મનો સંબંધ મનની સાથે પણ છે. તેથી પોતાની વિશેષતાઓનું અભિમાન ન કરવું. અને બીજાની બુદ્ધિનો ઉપહાસ પણ ન કરવો. ‘તું બધું છે' અથવા ‘તું પાગલ છે અથવા ‘તારામાં લાંબી બુદ્ધિ જ નથી” અથવા “તને સારી રીતે વિચારતા કે નિર્ણય કરતા નથી આવડતો આવા શબ્દો ક્યારેય ન બોલવા.
નિવારણ - જીવનમાં જ્યાં પણ બહેરા, મૂંગા અને પાગલ જોવામાં આવે તો તેને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org