________________
સ્વાધ્યાય સુધા
૫૩
કેવળજ્ઞાની બનવાનો નિરંતર પુરુષાર્થ કરવો એ જ જ્ઞાનાવરણીય કર્મને સમજવાનો સાર છે.
(૨) દર્શનાવરણીય કર્મ :- આ કર્મ આત્માના દર્શનગુણ અર્થાત્ સામાન્ય બોધને આવરણ કરે છે. બોધના બે સ્વરૂપ છે-સામાન્ય અને વિશેષ. વિશેષ બોધને જ્ઞાન અને સામાન્ય બોધને ‘દર્શન' કહેવાય છે. અર્થાત સામાન્યરૂપે જોવું તે દર્શન છે. ઈન્દ્રિયો દ્વારા વસ્તુના વિશેષરૂપને જાણવા પહેલાં સામાન્યરૂપથી જોવું તે ‘દર્શન છે.
આત્માની દર્શન શક્તિ-સામાન્ય બોધ ઉપર આવરણ કરનાર કર્મને દર્શનાવરણીય કર્મ કહેવાય છે. આ કર્મ ‘દર્શન’ શક્તિને રોકે છે. એટલે કે દર્શનને સામાન્ય થવા દેતું નથી. દર્શનાવરણીય કર્મને દ્વારપાળની (ચોકીદારની) ઉપમા આપવામાં આવી છે. | દર્શનાવરણીય કર્મ આત્માની દર્શન શક્તિને કેવી રીતે આવરણ કરે છે ? તેને બાંધવાના કયા કયા કારણ છે ? એનો અનુભાગ કેવો હોય છે. આદિ વાતોનું વિશ્લેષણ જ્ઞાનાવરણીય કર્મની સમાન જાણવું. કારણ કે બન્ને કર્મ જ્ઞાનને આવરણમાં લઈ જાય છે. જ્ઞાન-દર્શન આત્માના ગુણ છે. એક વિશેષ બોધ કરે છે, બીજું સામાન્ય બોધ કરે છે. તેથી જ બન્ને કર્મોની બધી વાતો પ્રાય: સમાન-સરખી છે. પણ બન્નેની ઉત્તર પ્રકૃતિઓના ભેદોમાં અંતર જરૂરથી છે.
દર્શનાવરણીય કર્મનો પ્રભાવ :- આ કર્મનો ઉદય થવાથી મન અને ઈન્દ્રિયોથી થવા વાળો ઘટ-પટાદિ પદાર્થોને સામાન્ય બોધ કુંઠિત થઈ જાય છે. આ કર્મના પ્રભાવથી એકેન્દ્રિય, દ્વિન્દ્રિય અને ત્રિન્દ્રિય જીવોને જન્મથી જ આંખો પ્રાપ્ત થતી નથી. આ કર્મના ઉદયથી ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોની આંખો નાશ પામી જાય છે અથવા અત્યંતપણે ઓછું દેખાય છે; અથવા મોતિયો આવવાથી ઝાંખપ વધતી જાય છે અથવા રતાંધળાપણું આવે છે. વળી આ કર્મના પ્રભાવથી પ્રાણીઓની ઈન્દ્રિયો-કાન, નાક, જીભ અને સ્પર્શ ઈન્દ્રિયો નાશ પામી જાય છે અથવા તે મૂંગા, બહેરા, અપંગ થઈ જાય છે અથવા તે ઈન્દ્રિયોથી થવાવાળો સામાન્ય બોધ પણ સ્પષ્ટ થતો નથી. જન્મથી કાં તો મન હોતું નથી અથવા હોય છે તો મનન-વિચાર-શક્તિ અને સ્મરણશક્તિ આદિ અતિ મંદ થઈ જાય છે. આ કર્મના ઉદયથી પાંચ પ્રકારની નિંદ્રાઓમાંથી સ્વકર્માનુસાર નિંદ્રા આવે છે. જેથી વસ્તુનો સામાન્ય બોધ પણ નથી થઈ શકતો.
દર્શનાવરણીય કર્મબંધના કારણો :- દર્શનાવરણીય કર્મબંધના ૬ કારણો આ પ્રમાણે છે : (૧) સમ્યગુષ્ટિ જીવની નિંદા કરવી, દોષ જોવા, તેના પ્રત્યે અકૃતજ્ઞ થવું. (૨) મિથ્યા માન્યતાઓ તથા મિથ્યાત્વ પોષક તત્ત્વોનું પ્રતિપાદન કરવું. (૩) શુદ્ધ સમ્યદર્શનની પ્રાપ્તિમાં અડચણ ઊભી કરવી અથવા વિપરીત મતના ચક્કરમાં ફસાઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org