________________
૫૮
સ્વાધ્યાય સુધા
અસંખ્ય છે, તો પણ કર્મના જાણનાર જ્ઞાનીઓએ વેદનીય કર્મને શાતા વેદનીય અને અશાતા વેદનીય-એમ બે ઉત્તર પ્રવૃતિઓમાં વહેંચેલ છે.
- શાતા-અશાતાવેદનીય કર્મનો પ્રભાવ :- શાતાવેદનીય કર્મના પ્રભાવથી આત્માને શરીર અને મન સંબંધી સુખનો અનુભવ થાય છે, જયારે અશાતા વેદનીય કર્મના પ્રભાવથી આત્માને નરકાદિ ગતિઓમાં અનેક પ્રકારની કાયિક, વાચિક તેમજ માનસિક તથા પ્રિય વિયોગ, અપ્રિય સંયોગ, વધ, બંધન, ચિંતા આદિથી થતા દુઃખનો અનુભવ થાય છે. શાતાવેદનીય કર્મનો પ્રભાવ મોટાભાગે દેવગતિ અને મનુષ્યગતિમાં જોવામાં આવે છે. જયારે અશાતા વેદનીયના ઉદયથી પ્રાપ્ત દુઃખનો અનુભવ વિશેષપણે નરક અને તિર્યંચ ગતિમાં જોવામાં આવે છે. શાતા વેદનીયના ઉદયથી સાધનની અનુકૂળતા, સંસ્કારી પરિવાર અને એવી સુખદ પરિસ્થિતિની પ્રાપ્તિ થાય છે, જેમાં ચિંતા, તનાવ, ભય અને વિપત્તિનું અસ્તિત્વ હોતું નથી. તથા અશાતા વેદનીયના પ્રભાવથી આ જ પદાર્થો કે ભાવો અનિષ્ટ લાગવાથી દુઃખનો અનુભવ થાય છે.
દુઃખ-સુખનો અભિપ્રાય ગતિ, સ્થાન, સંયોગ અને પરિસ્થિતિ અનુસાર જુદો જુદો જોવામાં આવે છે. જેમ કે એક પ્રાણી એક વસ્તુમાં સુખનો અનુભવ કરે છે તો બીજો પ્રાણી તે જ વસ્તુની પ્રાપ્તિમાં દુઃખનો અનુભવ કરે છે, અરુચિ આવે છે. પાંચ ઈન્દ્રિયોના વિષયોના ભોગોમાં ભોગીને સુખ અનુભવાય છે, તો રોગીને તે વિષયોના ભોગવટામાં દુઃખનો અનુભવ થાય છે. એટલા માટે શાતા કે અશાતાવંદનીય કમનો ઉદય પ્રાણીના અનુભવના આધાર પર સમજવો જોઈએ. દા.ત. જેમ કે, શાતાવેદનીયના ઉદયથી મળેલા ધન, સ્ત્રી, પુત્ર, મિત્ર, સુવર્ણ, સાધનોની પ્રાપ્તિમાં સુખનો અનુભવ થાય છે. પરંતુ જો તે ધન ચોરીથી મળેલું હોય, પુત્રાદિ ઉદંડ છે. સ્ત્રી આદિ કર્કશ છે, સુર્વણની પ્રાપ્તિ અન્યાય-અનીતિથી થઈ છે, ભવ્ય બંગલામાં ભૂતનો વાસ છે અને ગાડી દુર્ઘટનામાં ફસાઈ જાય છે. તો આવી સ્થિતિમાં શું તે બધા સાધનો સુખરૂપ થશે ? તેને શાતા વેદનીય કર્મનો ઉદય સમજાશે ?
સારાંશ એ છે કે, કોઈપણ સજીવ-નિર્જીવ વસ્તુ અથવા ભાવ પોતે પોતામાં સુખદુઃખના કારણ નથી; પણ વ્યક્તિના શુભાશુભ વેદનના ભાવ જ સુખ-દુઃખના કારણ છે. અનુકૂળ-પ્રતિકૂળ સંયોગોમાં, ઈષ્ટ-અનિષ્ટ સંયોગોમાં, સુખદ-દુ:ખદ પરિસ્થિતિમાં જો સુખનું વદન થાય છે તો તે પૂર્વે બાંધેલ શાતા વેદનીયનો ઉદય જાણવો અને જો દુઃખનું વદન થાય છે તો તેને પૂર્વે બાંધેલ અશાતા વેદનીયનો પ્રભાવ સમજવો જોઈએ.
શાતા-અશાતા વેદનીયનો ફળ અનુભવ-વિપાક :- અશાતા વેદનીય કે શાતા વેદનીય જયારે ઉદયમાં આવીને ફળ આપવા તૈયાર થાય છે ત્યારે આઠ પ્રકારથી આત્માને ફળ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org