________________
સ્વાધ્યાય સુધા
મોહનીય કર્મને આત્માનો શત્રુ કહ્યો છે, કારણ કે તે સમસ્ત દુઃખોની પ્રાપ્તિમાં નિમિત્તકારણ છે. આ કર્મની વિશેષતા એ છે કે સાતેય કર્મ આ કર્મને આધીન છે. મોહનીય કર્મની હાજરી વગર સાતે કર્મ પોત-પોતાના કાર્ય કરતા જોવામાં આવતા નહીં હોવાથી તેઓ સ્વતંત્ર છે એમ ન કહી શકાય. માટે આત્માનો શત્રુ મોહનીય કર્મ છે કારણ બધા કર્મોમાં તે મુખ્ય કર્મ છે.
૬૨
પ્રશ્ન થાય કે મોહનીય કર્મનો સર્વથા નાશ થવા છતાં પણ અઘાતી કર્મોની સત્તા અમુક સમય સુધી જણાય છે, તો પછી એ અઘાતી કર્મો મોહનીય કર્મને આધીન કેવી રીતે માની શકાય ? કર્મના રહસ્યને સમજનારા જ્ઞાનીઓ આનું સમાધાન આપતા કહે છે કે મોહનીય કર્મનો નાશ થવાથી જન્મ-મરણની પરંપરારૂપ સંસારને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય બાકીના કર્મોમાં રહેલું નહી હોવાથી કર્મોની સત્તા હોવા છતાં અસત્તા સમાન જ ગણાય છે. આ જ કારણથી મોહનીય કર્મને જન્મ-મરણાદિ દુઃખરૂપ સંસારનું મૂળ કહ્યું છે. આગમોમાં મોહનીય કર્મને સેનાપતિની ઉપમા આપવામાં આવી છે. જેવી રીતે સેનાપતિનું મૃત્યુ થવાથી સેનામાં ભાગ-દોડ થઈ જાય છે તેવી રીતે મોદનીય કર્મનો નાશ થવાથી બાકીના ત્રણ ઘાતી કર્મ નાશ થઈ જાય છે અને ચાર અઘાતી કર્મો પણ આયુષ્ય કર્મનો ક્ષય થતાં નાશ પામી જાય છે અને નવા આયુષ્યનો બંધ પડી શકતો નથી.
યાદ રાખવા જેવી વાત છે કે મોહનીય કર્મે મોટા-મોટા મહાપુરુષોને રઝળાવી માર્યા છે-પરાજિત કર્યા છે. ચાર જ્ઞાનના ધણી, ઈન્દ્રભૂતિ ગણધર ગૌતમને પ્રશસ્ત મોહના કારણે ભગવાન મહાવીરની હાજરીમાં કેવળજ્ઞાન ઉત્પન્ન ન થયું. અપાર ઋદ્ધિના ત્યાગી શ્રી શાલિભદ્ર મુનિને પણ થોડા મોહના કારણે કેવળજ્ઞાન ઉત્પન્ન ન થયું અને દેવલોકમાં જવું પડ્યું. ભાગવત-પુરાણ અનુસાર ગૃહત્યાગી, નિઃસ્પૃહ જંગલ નિવાસી જડભરતજીને એક હરણના બચ્ચાંનો મોહ થવાથી પોતાની સાધનામાં વિચલિતતા આવવાથી મૃગ યોનિમાં જન્મવું પડ્યું. રામાયણમાં રાજા દશરથને કૈકયી પ્રત્યે વધારે મોહ થવાથી શ્રીરામને ચૌદ વર્ષનો વનવાસ સ્વીકારવો પડ્યો.
સુખ-દુઃખનું નિમિત્ત તો વેદનીય કર્મ છે. અને જ્યારે તેવો ઉદય આવે છે ત્યારે જીવ રાગદ્વેષ કરીને એક સારુ અને બીજાને ખરાબ, એક પર પ્રીતિ અને બીજા પર અપ્રીતિ, એક પર મનોજ્ઞતા અને બીજા પર અમનોજ્ઞતા, આ મોહનીય કર્મને કારણે થાય છે તેથી તેને સર્વ કર્મમાં પ્રબળ કહ્યું છે. વેદનીય કર્મ આત્માના સુખ-દુઃખ પર અસર કરે છે. જ્યારે મોહનીય કર્મ આત્માની આનંદસ્વરૂપ સૃષ્ટિને પ્રગટ થવા દેતું નથી. સાંસારિક સુખ-દુઃખનું કારણ મોહનીય કર્મ છે. આમ મોહવશ થઈને ભૌતિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org