________________
સ્વાધ્યાય સુધા
૬૩ સુખને માટે પ્રયત્ન કરનારાને ભગવાન મહાવીરે કહ્યું છે કે, “ક્ષણ માત્ર સુખને માટે લાંબા કાળના દુઃખનું સર્જન કરી રહ્યા છો, રાગ-દ્વેષાદિ વિકાર મોહનીય કર્મના કારણે છે.
આ વાતને સ્પષ્ટ કરતા “સ્થાનાંગ સૂત્ર'ની ટીકામાં લખ્યું છે કે, જેમ દારૂ પીધેલ માણસ આડોઅવળો પછડાતો રહે છે, અહીં-તહીં આળોટે છે, ન સમજી શકાય તેવા કાર્ય કરે છે અને પોતાનું નિયંત્રણ ખોઈ નાખે છે. એ જ પ્રકારે આત્મા મોહનીય કર્મના કારણે મૂઢ બનીને પોતાનું હિત-અહિત, કર્તવ્ય-અકર્તવ્ય, સત્ય-અસત્ય અને કલ્યાણઅકલ્યાણનું ભાન ભૂલી જાય છે. આત્મા પોતાના હિત-અહિતને જાણી પણ લે છે છતાં મોહનીય કર્મના ઉદયના કારણે તે પ્રમાણે આચરણ કરી શકતો નથી. આ કર્મ આત્માના આનંદમય શુદ્ધસ્વરૂપને આવરણ કરે છે જેથી આત્મા ઈન્દ્રિયોના ક્ષણિક વિષય સુખોને સુખ સમજે છે. કામ-ક્રોધ, મદ-લોભ, રાગ-દ્વેષ અને કપટ આદિ અનેક પ્રકારના મનોવિકાર મોહનીય કર્મના વિવિધ પરિણામ છે.
પ્રેમ-સંબંધ, વિજાતીય આકર્ષણ, બળાત્કાર તથા પ્રેમ લીલાઓ આદિ મોહનીય કર્મ દ્વારા ભજવવામાં આવતું વૈવિધ્યપૂર્ણ નાટક છે. મનમાં ઊભી થતી ચપળતા-ચંચળતા એ બધાનું કારણ મોહનીય કર્મનો પ્રભાવ છે. આત્માને સંસારમાં રખડાવનાર તથા આત્માને પૌદગલિક સુખમાં તાદાભ્ય કરાવી દેનાર અને પોતાને પોતાથી સંપૂર્ણ વિસ્તૃત કરી પરભાવને પોતાનો સ્વભાવ બનાવી દેવાવાળું મોહનીય કર્મ છે.
મોહનીય કર્મના બે કાર્ય : મોહનીય કર્મ બે કાર્ય કરે છે, કારણ મોહનીય કર્મના બે રૂપ છે. શ્રદ્ધા અર્થાત્ દર્શનરૂપ અને ચારિત્ર અર્થાત્ પ્રવૃત્તિરૂપ. શ્રદ્ધા પોતાના અંતરમાં રહેવાવાળી માન્યતા છે જેનાથી મનુષ્યની પ્રવૃત્તિમાં અંતર પડી જાય છે. જેમ જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય કર્મના પ્રભાવથી આત્માની જ્ઞાન, દર્શન અને વીર્યની શક્તિ ઓછી થાય છે પરંતુ વિકૃત નથી થતી. જ્ઞાન, દર્શન અને વીર્યની ઓછાઈથી આત્માને વિશેષ હાનિ થતી નથી કારણ આત્મામાં એટલું તો જ્ઞાન, દર્શન અને વીર્ય અનાવૃત્તરૂપે રહે છે જેનાથી તે પોતાના લૌકિક અને લોકોત્તર પ્રયોજન સિદ્ધ કરી શકે પરંતુ મોહનીય કર્મ તો રાગભાવ વડે આત્માની બધી શક્તિઓને વિકૃત કરે છે. આ રાગ-દ્વેષાદિભાવ જ બંધનમાં નાખવાવાળા સ્વતંત્રપણે વિકારરૂપ છે. મોહનીય કર્મ દષ્ટિને વિકૃત કરે છે, જેનાથી યથાર્થ તત્ત્વો તથા ભાવોને જાણી શકાતા નથી.
એટલા માટે કર્મવિજ્ઞાનના જાણકારોએ મોહનીય કર્મના બે કાર્ય બતાવ્યા છે. એક બાજુ આત્માનું યથાર્થ દર્શન એટલે શ્રદ્ધાને વિકૃત વા નષ્ટ કરે અને બીજી બાજુ આત્માના ચારિત્રને વિકૃત વા કુંઠિત કરે છે. આ જ કારણથી મોહનીય કર્મના બે રૂપ છે. એક અવળી શ્રદ્ધારૂપ અને બીજુ અવળી પ્રવૃત્તિરૂપ. પ્રવૃત્તિઓ તો બહારમાં જોઈ શકાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org