________________
સ્વાધ્યાય સુધા
૬૧
મારા હિત માટે મને કહે છે, એમના હ્દયમાં મારા પ્રત્યે પ્રેમ છે. માતા, પિતા અને ગુરુ પ્રત્યે એવો ભક્તિભાવ ઉત્કૃષ્ટ શાતા વેદનીય કર્મના બંધનું કારણ બને છે.
‘સંસારના બધા જ પ્રાણીઓનું બધા પ્રકારનું દુઃખ દૂર થાઓ' એવો મૈત્રીભાવ રાખવાથી મન શાંત રહે છે, શારીરિક અને માનસિક સુખ દેવાવાળો પરિવાર પણ પ્રાપ્ત થાય છે. જે રોગી છે, ગ્લાન છે, દર્દી છે. પછી તે ગૃહસ્થ હોય કે સંત હોય, મનુષ્ય હોય કે પશુ, બાળક હોય કે વૃદ્ધ, બધાની સેવા કરવાથી ઉત્કૃષ્ટ શાતાવેદનીય કર્મ બંધાય છે.
શાતાવેદનીયના કર્મના ઉદયમાં પણ અનાસક્તભાવ-ઉદાસીનભાવ બનાવી રાખવો અને અશાતાવેદનીયના ઉદયમાં નિરાકુળતા તેમજ ‘સમતાભાવ' બનાવી રાખવો. તે જ વેદનીય કર્મને જાણવા-સમજવાનો સાર છે.
૪. મોહનીય કર્મનું નિરૂપણ ઃ જે કર્મ આત્માને મોહમાં નાખી મૂઢ બનાવી દે છે તે મોહનીય કર્મ છે. જે પ્રકારે નશો ચડે એવી વસ્તુઓનું સેવન કરવાથી વિવેકશક્તિ તથા વિચારવાની શક્તિ કુંઠિત તથા અવરોધતાને પામે છે તે પ્રમાણે જે કર્મ પુદ્ગલ પરમાણુઓથી આત્માની વિવેક-શક્તિ, વિચાર-આચારની કાર્યક્ષમતા મંદ થાય, કુંઠિત અને અવરોધિત થઈ દુષ્કૃતમાં પરિણમી જાય છે એને મોહનીય કર્મ કહેવામાં આવે છે.
આઠ કર્મોમાં સર્વથી અધિક શક્તિશાળી મોહનીય કર્મ છે. મોહનીય કર્મ રાજા છે અને બાકીના ૭ કર્મો તેની પ્રજા છે. જ્યા સુધી મોહનીય કર્મનો પ્રભાવ આત્મા પર રહેલો છે ત્યાં સુધી વીતરાગતા પ્રગટતી નથી. બાકીના જે ઘાતીકર્મો છે તે આત્માની એક-એક શક્તિને આવૃત્ત કરે છે, જયારે મોહનીય કર્મ આત્માની અનેક પ્રકારની શક્તિઓને માત્ર આવરણ કરે છે એટલું જ નથી પણ સાથે સાથે વિકૃત કરે છે, મૂચ્છિત અને કુંઠિત પણ કરી નાખે છે. જેમ કે જ્ઞાનાવરણીય કર્મના કારણે આત્મા સમ્યપ્રકારે જ્ઞાનથી જાણી શકે નહિ, દર્શનાવરણીય કર્મના કારણે યથાર્થપણે દેખી શકે નહિ અને અંતરાયકર્મના કારણે વિવિધ પ્રકારની શક્તિઓને પ્રગટ કરી શકે નહીં. તેમ મોહનીય કર્મના કારણે આત્મા પોતાની શક્તિનો ઉપયોગ કરવામાં સમર્થ હોવા છતાં વિભાવભાવોમાં એટલો ફસાઈ જાય છે કે સમ્યક્ આચરણ કરી શકતો નથી. મોહનીય કર્મથી દૃષ્ટિમાં વિકાર ઉત્પન્ન થાય છે. જેથી આચરણમાં વિકૃતિ પેદા થઈ જાય છે.
આ સંસારમા પ્રાણીઓને સૌથી વધારે મોહનીય કર્મ મોહિત કરે છે. આ કર્મ આત્માના શુદ્ધ સ્વભાવને વિકૃત કરે છે જેથી આત્મા પોતાના શુદ્ધ આત્મભાવને ભૂલીને રાગદ્વેષમાં ફસાય છે. આ કર્મના કારણે સ્વરૂપ રમણતામાં બાધા ઊભી થાય છે. મોહનીય કર્મનો સ્વભાવ દારૂ જેવા છે. જેમ દારૂ પીવાથી માણસ પોતાનું ભાન ભૂલી જાય છે તેમ આત્મા પોતાનું ભાન ભૂલી જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org