________________
સ્વાધ્યાય સુધા
અશાતા વેદનીયથી ફળ
૧. અમનોજ્ઞ શબ્દ પ્રાપ્તિ
૨. અપ્રિય રુપ પ્રાપ્તિ
૩. અપ્રિય ગંધ પ્રાપ્તિ
૪. અમનોજ્ઞ રસ પ્રાપ્તિ
૫. અપ્રિય સ્પર્શની પ્રાપ્તિ
૬. દુર્ભાવવાળા મનની પ્રાપ્તિ
૭. અપ્રિય વચન પ્રાપ્તિ
૮. અમનોજ્ઞ શરીર પ્રાપ્તિ
શાતા વેદનીયથી ફળ
મનોજ્ઞ શબ્દ પ્રાપ્તિ
૨.
પ્રિય રુપ પ્રાપ્તિ
૩. મનોજ્ઞ ગંધ પ્રાપ્તિ
૪. મનોજ્ઞ રસ પ્રાપ્તિ
૧.
૫.
પ્રિય સ્પર્શની પ્રાપ્તિ
૬. મનોજ્ઞ મનની પ્રાપ્તિ
૭. સુખમય (પ્રિય) વચનની પ્રાપ્તિ ૮. મનોજ્ઞ શરીર પ્રાપ્તિ-શારીરિક
Jain Education International
સુખ પ્રાપ્તિ.
સંક્ષેપમાં જે કર્મના પ્રભાવથી આત્માને મનપસંદ વિષયોની પ્રાપ્તિ અને અનુકૂળતા મળે છે તે શાતાવેદનીય કર્મ છે. જે કર્મના પ્રભાવથી આત્માને પ્રતિકૂળ વિષયોની પ્રાપ્તિ થાય છે. તેમાં દુઃખનો અનુભવ હોય છે તે અશાતા વેદનીય કર્મ છે. આધિ-વ્યાધિ અને ઉપાધિમાંથી કોઈ એકનો ઉદય થવાથી જીવને જે દુઃખનો અનુભવ થાય છે તે અશાતાવેદનીયનો પ્રભાવ સમજવો જોઈએ.
૫૯
અશાતા વેદનીયના બંધના કારણો ઃ- આજે મોટાભાગે મનુષ્યોના જીવનમાં અશાંતિ, અશાતા તથા માનસિક ચિંતા અધિક જોવામાં આવે છે. એનું કારણ એ છે કે સ્વાર્થઅંધતાની બોલબાલા છે અથવા ધર્મમાં દઢતા નથી અથવા ગુરુજનો પ્રત્યે વિનય, ભક્તિ તથા શ્રદ્ધાનો અભાવ છે. આજે અન્યાય-અનીતિના માર્ગની જ બોલબાલા છે જેનાથી અશાતાવેદનીયનો બંધ થઈ રહ્યો છે.
‘ભગવતી સૂત્ર’માં ભ.મહાવીરે અશાતા વેદનીય કારણોનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે-‘બીજાને દુઃખ આપવાથી, બીજાને શોક ઉત્પન્ન કરાવવાથી, બીજાને મારવાથી તેમજ સતાવવાથી તથા બીજાને અસંતોષ પહોંચાડવાથી આત્મા અશાતાવેદનીય કર્મનો બંધ કરે છે. અશાતા વેદનીયનો આઠ પ્રકારે બંધ થાય છે. (૧) ગુરુજનોની અભક્તિ (૨) અક્ષમા ભાવ (૩) ક્રૂરતાના ભાવ (૪) અવ્રતીપણું (૫) અયોગ પ્રવૃત્તિ-યોગને વિપરીત ભાવમાં પ્રવર્તાવવા (૬) કષાય યુક્ત થવું. (૭) દાન વૃત્તિનો અભાવ (૮) ધર્મ પર દ્રઢતા ન થવી.
શાતાવેદનીય કર્મબંધના કારણો ઃ- આત્માનો સ્વભાવ અવ્યાબાધ સુખસ્વરૂપ અને આનંદમય છે. પરંતુ વેદનીયકર્મના બંધને કારણે આત્મા અવ્યાબાધ સુખને છોડીને ક્ષણિક વૈષયિક સુખદુઃખમાં રચ્યો પચ્યો રહે છે. શાતાવેદનીય કર્મથી સુખ તો મળે છે. પરંતુ
For Personal & Private Use Only
www.jainelibrary.org