________________
સ્વાધ્યાય સુધા
દર્શનમોહનીયનો પ્રભાવ એટલો પ્રબળ છે કે મનુષ્ય કદાચ કોઈના કહેવાથી અથવા સમજાવવાથી ક્ષણિક વૈરાગ્યમાં આવી જાય અને ભોગનો ત્યાગ કરીને સાધુ બનીને કઠોર તપશ્ચર્યા કરે, તોપણ તેનું મન અંતર્મુખી થઈ આત્મતત્ત્વ તરફ વળતું નથી. માત્ર વેશપરિવર્તનથી, વિદ્વાન બનીને ભાષણ દેવાની કળામાં પ્રવીણ થવાથી પોતાને આત્માર્થી સમજે છે.
૬૬
દર્શનમોહનીયના પ્રભાવથી આત્મા પોતાનું આંતરિક નિરીક્ષણ-તત્ત્વ પરીક્ષણ ન કરતાં અન્ય સંપ્રદાય-પંથ, મતાદિની નિંદા અથવા કટુ આલોચના કરવામાં પોતાની શક્તિ વેડફી નાખે છે. આ પ્રકારે મિથ્યા શ્રદ્ધારૂપ મોહને દર્શનમોહનીય કહે છે.
ચારિત્રમોહનીય કર્મનું સ્વરૂપ તથા પ્રભાવ : મોહનીય કર્મનો બીજો ભેદ ચારિત્ર મોહનીય છે. સ્વભાવની પ્રાપ્તિ વા આત્મસ્વરૂપમાં રમણતાને નિશ્ચય ચારિત્ર કહે છે અને અશુભથી નિવૃત્તિ તથા શુભમાં પ્રવૃત્તિને વ્યવહાર ચારિત્ર કહે છે. વ્રત-નિયમ, ત્યાગ-પ્રત્યાખ્યાન, સમિતિ-ગુપ્તિ તપ આદિ બધા ચારિત્રના નામ પ્રસિદ્ધ છે, પણ આ બધાનો સમાવેશ વ્યવહાર ચારિત્રમાં આવે છે. આ બધા નિશ્ચય ચારિત્રને પ્રગટ કરવા માટેના સાધનો છે અને સાધ્ય તો નિશ્ચય ચારિત્ર જ છે. જેવી રીતે દવા (ઔષધ) એ પોતે સ્વાસ્થ્ય નથી, પણ સ્વાસ્થ્ય મેળવવા માટેનું સાધન છે તે જ પ્રકારે વ્યવહાર ચારિત્રના સઘળા પ્રકારો આત્મરમણતા પ્રગટ કરવા માટેના સાધન છે. આગમોમાં મોહ અને ક્ષોભથી રહિત સમતાયુક્ત પરિણામ (ભાવ)ને સમ્યક્ ચારિત્ર કહે છે. જો તપત્યાગ, વ્રત-નિયમ આદિ આચરણ કરવા છતાં જો અંતરમાં મોહ અને ક્ષોભ વિદ્યમાન છે તો તે ચારિત્ર નથી પણ ચારિત્રાભાસ છે.
અનંત ચારિત્ર આત્માનો મૂળ ગુણ છે, તેને ચારિત્રમોહનીય કર્મ રોકે છે અને વિકૃત પણ કરે છે. ચારિત્રમોહનીય કર્મ ચારિત્ર (સ્વભાવમાં) રમણતા કરાવવાને બદલે પૌદ્ગલિક વિભાવ ભાવોમાં રમણતા કરાવવાનું કાર્ય કરે છે. તે કર્મ જીવને એટલુ પરાધીન કરે અને મૂઢ બનાવી દે છે જેથી તે પરભાવને સ્વભાવ માની બેસે છે. તે જીવની વૃત્તિ અને પ્રવૃત્તિ જોઈને થાય કે તે વ્યક્તિનો સ્વભાવ વિકારોમાં જ રહેવાનો છે. આટલી બધી વિપરીતતા લાવી દેવાની શક્તિ ચારિત્રમોહનીય કર્મમાં રહેલી છે. ચારિત્ર મોહનીય કર્મને બે વિભાગોમાં વહેચ્યાં છે, કષાય-મોહનીય અને નોકષાય મોહનીય.
કષાય મોહનીય : ‘કષ' એટલે જન્મ-મરણ રૂપ સંસાર અને ‘આય’નો અર્થ છે આવવું, તેનો લાભ પ્રાપ્ત થવો. જે કર્મના કા૨ણે સંસારનો-જન્મમરણનો લાભ પ્રાપ્ત થાય તેને કષાય કહેવાય છે. ‘તત્વાર્થ રાજવાર્તિક’માં કષાય-મોહનીયના સંદર્ભમાં કહ્યું છે કે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org