________________
સ્વાધ્યાય સુધા
૬૪
પરંતુ મૂળભૂત શ્રદ્ધા અંદરમાં રહેલી છે, જેનું પ્રવૃત્તિઓ પરથી અનુમાન થાય છે. કદાચિત્ આત્માને હિતાહિત પરખવાની દૃષ્ટિ આવી જાય, છતાં તે પ્રમાણે આચરણ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થતું નથી. શાસ્ત્રકારોએ મોહનીય કર્મના કાર્ય અને સ્વભાવને યથાર્થરૂપથી સમજવા માટે બે ઉત્તર પ્રકૃતિઓ કહી છે. એક દર્શનમોહનીય અને બીજું ચારિત્ર મોહનીય.
દર્શન મોહનીયનું સ્વરૂપ તથા પ્રભાવ : જે પદાર્થ જેવો છે તેવા રૂપમાં તેને સમજવો એટલે તત્વો ૫૨ શ્રદ્ધા, રૂચિ અને પ્રતીતિ કરવી તે દર્શન છે. આ દર્શન આત્માનો પોતાનો સ્વાભાવિક ગુણ છે. તેને ઘાત કરવાવાળા અથવા આવરણ કરવાવાળા, મોહિત કરવાવાળા તથા વિકૃત કરવાવાળા કર્મને દર્શનમોહનીય કર્મ કહે છે અથવા આત્માના સમ્યક્ત્વ ગુણનો ઘાત કરવાવાળા કર્મને દર્શનમોહનીય કર્મ કહેવાય છે.
એટલું ધ્યાન રાખવું કે દર્શનાવરણીય કર્મનો ‘દર્શન’ શબ્દ અને દર્શન મોહનીય કર્મનો ‘દર્શન’શબ્દ બિલકુલ ભિન્ન ભિન્ન છે. દર્શનાવરણ કર્મનો ‘દર્શન’ શબ્દનો અર્થ સામાન્ય બોધ છે, જયારે દર્શનમોહનીય કર્મના દર્શન શબ્દનો અર્થ શ્રદ્ધા અથવા દૃષ્ટિ છે.
જે વસ્તુ જે પ્રકારની છે તેનું તાત્વિક દષ્ટિથી યથાર્થ મૂલ્યાંકન કરીને અથવા હેય, શેય ઉપાદેયનું વિશ્લેષણ કરીને એને તેવી રીતે જાણવું તેને ‘દર્શન' કહે છે. જે કર્મ આવું સંપૂર્ણ તથા શુદ્ધ દર્શન ન થવા દે, તે દર્શન-મોહનીય કર્મ છે.
દર્શન મોહનીય કર્મના ઉદયથી વસ્તુનું યથાર્થ સ્વરૂપનું દર્શન કેમ થતું નથી ? એનું મુખ્ય કારણ સંશય, વિપર્યય, અનધ્યવસાય, મૂઢતા આદિ છે. જ્યાં તત્ત્વને જાણવાનીજોવાની તથા દેવ-ગુરુ-ધર્મની પ્રતિ શ્રદ્ધા કરવાની વાત આવે ત્યાં અનેક પ્રકારની શંકાકુશંકા કરવી તેને સંશય કહે છે. જ્યાં સત્ય જાણવાનો પ્રસંગ હોય ત્યાં વિપરીતપણે જાણવું તે વિપર્યય છે.
દેવ-ગુરુ-ધર્મ પ્રતિ અથવા તત્ત્વ પ્રતિ શ્રદ્ધા દઢ ન થવી અથવા નિશ્ચયાત્મક સ્થિતિ ન હોય તે અનધ્યવસાય છે. આ પ્રકારની ગતાનુગતિકતા, અંધશ્રદ્ધા, રૂઢિપ્રિયતા, લોકમૂઢતા, દેવમૂઢતા અને ગુરુમૂઢતા આદિ મૂઢતાઓ પણ દર્શનમોહનીયના પ્રભાવથી ઉત્પન્ન થાય છે. જેમ કોઈ વ્યક્તિને તાવ આવ્યો હોય તો તેને પૌષ્ટિક વસ્તુઓ રૂચિકર લાગતી નથી અથવા તે વસ્તુઓ પ્રત્યે તેને નફરત થાય છે, તેવી રીતે દર્શનમોહનીય કર્મની પ્રબળતાને કારણે શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે રૂચિ નથી થતી અને તે પ્રત્યે શ્રદ્ધા થતી નથી.
આવા સમયે તે આત્માની શ્રદ્ધા લૌકિક અને સાંસારિક લાભો દેવાવાળા દેવો પ્રત્યે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org