________________
સ્વાધ્યાય સુધા
૬૫
અથવા આડંબરયુક્ત હિંસાને ધર્મ બતાવવાવાળા તથા ભાષણ દ્વારા બીજા લોકોને પ્રભાવિત કરવાવાળા ગુરુઓ પ્રતિ તથા ભોગ-ઉપભોગ પ્રેરિત કરવાવાળા ધર્મ પ્રત્યે રૂચિ હોય, આવું જે કર્મના ઉદયથી થાય છે તે કર્મને દર્શનમોહનીય કર્મ કહે છે.
“પંચાધ્યાયી' પુસ્તક અનુસાર “દર્શનમોહનીય કર્મના પ્રભાવથી આત્મા, આત્મા સિવાયના પદાર્થો પ્રત્યે આત્મા જેવો ભાવ રાખે અને ધર્મને અધર્મ સમજવા લાગે છે. આ કર્મના ઉદયથી આત્માનો વિવેક મદોન્મત્ત પુરુષની બુદ્ધિની જેમ નાશ પામે છે.
અન્ય દર્શન એને “અવિદ્યા અથવા “માયા' કહે છે, તેને જૈન દર્શન મોહ કહે છે. એટલા માટે દર્શનમોહનીયનો સીધો અર્થ પોતાના દૃષ્ટિકોણ પર મૂઢતા છવાઈ જવી. દર્શનમોહને કારણે સમ્યક દૃષ્ટિકોણ નાશ પામી જાય છે, જેથી જીવ મિથ્યા ધારણાઓ અને વિચારધારાઓમાં ફસાય છે, જેથી વિવેકબુદ્ધિ અસંતુલિત થાય છે. આવો દર્શનમોહનીયનો પ્રભાવ પ્રગટ કરતાં ભગવાન મહાવીરે ‘ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે “જેટલા અજ્ઞાની પુરુષો છે તે પોતાના માટે દુ:ખ ઊભું કરે છે. તે મૂઢ અનંત જન્મમરણરૂપ સંસારમાં ભટકતા રહે છે. તેને વિવિધ પ્રકારની ભાષા રક્ષણ કરી શકતી નથી તથા ભૌતિક વિદ્યાઓ તેના આત્માને કર્મબંધના કારણોથી ઊભા થતા દુઃખથી બચાવી શકતી નથી.
દર્શનમોહનો એવો પ્રબળ પ્રભાવ છે કે જેનાથી આત્માને પરપદાર્થો પ્રત્યે રૂચિ રહે છે. જેનાથી સ્ત્રી-પુત્રાદિ મારા છે, ધન-સંપત્તિ મારા છે. શરીર અને ભોગોમાં મારાપણાની કલ્પના કરીને આત્મા તેમાં ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિના ભાવ કરે છે. તેનો ઉપભોગ કરવાથી તેમાં સુખ માને છે અને તેના વિયોગથી દુઃખ માને છે. તાત્વિકવિવેકના અભાવને કારણે જીવ બાહ્ય પદાર્થોમાં ગૂંચવાયેલો રહે છે તથા તે પદાર્થોની પ્રાપ્તિ અર્થે પોતાનો બહુ મૂલ્ય સમય તથા શક્તિ ખર્ચ કરે છે. તેની પાછળ તે સત્ય અસત્ય તથા ન્યાય-અન્યાયનો વિવેક ખોઈ નાખે છે. તત્ત્વ ઉપદેશ મળવા છતાં બાહ્યભાવોથી છૂટીને અંર્તમુખ થતો નથી, પછી ભલે તે બહારથી ઉપદેશને સત્ય તથા કલ્યાણમય કહેતો હોય.
તે સામાયિક, પ્રતિક્રમણ તથા બાહ્ય તપ-જપ આદિ ધાર્મિક ક્રિયાઓ કરતો હોય પરંતુ એની પાછળ એની આંતરિક શ્રદ્ધા, આત્મચિંતન, આત્મસત્વ પર પૂર્ણ નિષ્ઠા રહેતી નથી. ભૌતિક સુખની પ્રાપ્તિ માટે ધનાદિ પદાર્થ તથા બાહ્ય સુખ-સુવિદ્યાઓ તરફ તેનો ઝુકાવ રહે છે. મોટા ભાગે એવું જોવામાં આવે છે કે, કેટલાક વિદ્વાનો શાસ્ત્રો વાંચે છે, ઉપદેશ પણ આપે છે પણ તેમનો ઝુકાવ બાહ્ય પદાર્થોની પ્રાપ્તિ તરફ અથવા તેમની પ્રસિદ્ધિ થાય એવા ભાવ તરફ રહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org